AMCએ અમદાવાદની સત્તાવાર હેરિટેજ વેબસાઇટ લોન્ચ કરી, સાઇટમાં જોવા મળે છે 1411માં સ્થપાયેલા શહેરની ઝલક

જુલાઇ 2017માં અમદાવાદને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, અત્યાર સુધી AMCએ તેની સત્તાવાર વેબસાઇટ પર આ સિદ્ધિ દર્શાવવામાં બહુ રસ લીધો ન હતો.

AMCએ અમદાવાદની સત્તાવાર હેરિટેજ વેબસાઇટ લોન્ચ કરી, સાઇટમાં જોવા મળે છે 1411માં સ્થપાયેલા શહેરની ઝલક
AMC Launch Heritage Website
| Edited By: | Updated on: Jan 19, 2022 | 3:38 PM

અમદાવાદ (Ahmedabad)ને ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યાના પાંચ વર્ષ પૂર્ણ થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ પાંચ વર્ષ પૂર્ણ થયાની સિદ્ધિની ઉજવણી કરવા આવી છે. જો કે આ ઊજવણી AMCએ અમદાવાદની સત્તાવાર હેરિટેજ વેબસાઇટ (heritage website)લોન્ચ કરીને કરી છે. અમદાવાદ શહેરની હેરિટેજ અજાયબીઓ વિશે લોકોને જાગૃત કરવા માટે એક વેબસાઇટ શરૂ કરવામાં આવી છે.

જુલાઇ 2017માં અમદાવાદને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, અત્યાર સુધી AMCએ તેની સત્તાવાર વેબસાઇટ પર આ સિદ્ધિ દર્શાવવામાં બહુ રસ લીધો ન હતો. જો કે હવે રહી રહીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેમાં રસ જગાવ્યો છે અને અમદાવાદના હેરિટેજ સ્થળોની માહિતી આપતી વેબસાઇટ શરુ કરી છે.

AMCની નવી લૉન્ચ કરવામાં આવેલી હેરિટેજ વેબસાઇટ heritage.ahmedabadcity.gov.in છે. આ વેબસાઇટ અમદાવાદ શહેરમાં આવેલી ન માત્ર વર્ષો જુની ઐતિહાસિર ધરોહરને બતાવે છે. પરંતુ પ્રથમ વખત, સિદ્દી સૈયદ મસ્જિદ, રાની સિપ્રી મસ્જિદ, જુમ્મા મસ્જિદ જેવા શહેરના ઝવેરાતને પણ સ્વીકારે છે. ,

અમદાવાદમાં રાણીનો હજીરો, ઝૂલતા મિનારા સહિત શહેરમાં આવેલા 12 ઐતિહાસિક દરવાજા આવેલા છે. જે અમદાવાદના સત્તાવાર ડોઝિયરનો ભાગ હતા. અગાઉ, AMCની સત્તાવાર વેબસાઇટે આ સ્મારકોનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.

નવી લૉન્ચ થયેલી વેબસાઇટમાં આમાંની મોટાભાગની સાઇટ્સ પર વિગતવાર માહિતી અને ટૂંકા વિડિયો છે. AMC અધિકારીએ જણાવ્યું હતું કે, “આ વેબસાઇટ વિશ્વભરના લોકોને 1411માં સ્થપાયેલા શહેરની ઝલક આપે છે.”

મહત્વનું છે કે યુનેસ્કોએ જુલાઇ 2017માં અમદાવાદને દેશનું પ્રથમ હેરિટેજ સિટી જાહેર કર્યુ હતુ. અમદાવાદના નોમિનેશનને તુર્કી, લેબનન, ટ્યુનિશિયા, પોર્ટુગલ, પેરુ, કઝાખિસ્તાન, વિયેતનામ, ફિનલેન્ડ, અઝરબૈજાન, જમૈકા, ક્રોએશિયા, પોલેન્ડ, ઝિમ્બાબ્વે, તાન્ઝાનિયા, સાઉથ કોરિયા, એન્ગોલા અને ક્યૂબા સહિત 20 દેશોનું સમર્થન મળ્યું હતું.

અમદાવાદની નકશીદાર લાકડાની હવેલીઓની વાસ્તુકળા ઉપરાંત વર્ષોથી ઇસ્લામિક, હિંદુ અને જૈન સમુદાયોનું એક ધર્મનિરપેક્ષ સહઅસ્તિત્વ ધરાવતું શહેર માનીને આ દેશોએ સર્વસંમતિથી અમદાવાદ પર પસંદગી ઉતારી હતી. આ દેશોએ એવું પણ માન્યું કે, આ શહેર મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં ભારતમાં અહિંસક સ્વતંત્રતા સંગ્રામ માટે ખાસ મહત્ત્વ ધરાવે છે.

આ પણ વાંચો-

અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર ઇન્ટરલોકિંગની કામગીરી, કેટલીક ટ્રેનના રુટ પર અસર થશે

આ પણ વાંચો-

Kutch: રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી, કહ્યુ કચ્છવાસીઓની માગ પુરી કરવા પ્રયત્નશીલ

 

Published On - 2:27 pm, Wed, 19 January 22