કોરોનાને ડામવા AMCનો નિર્ણય, અમદાવાદમાં 26 નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન કરાયા જાહેર

કોરોનાને ડામવા AMCનો નિર્ણય, અમદાવાદમાં 26 નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન કરાયા જાહેર
તસવીર પ્રતિકાત્મક છે.

છેલ્લાં અઠવાડિયાથી અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ કુલ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા 60 હતી. આ કન્ટેઈન્મેન્ટ ઝોન અંગે તંત્રએ નિર્ણય લીધો છે અને તેમાંથી માત્ર 2 ઝોનને દૂર કરવામાં આવ્યા છે. કુલ 58 કન્ટેઈન્મેન્ટ […]

TV9 WebDesk8

| Edited By: Kunjan Shukal

Sep 25, 2020 | 7:19 PM

છેલ્લાં અઠવાડિયાથી અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ કુલ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા 60 હતી. આ કન્ટેઈન્મેન્ટ ઝોન અંગે તંત્રએ નિર્ણય લીધો છે અને તેમાંથી માત્ર 2 ઝોનને દૂર કરવામાં આવ્યા છે. કુલ 58 કન્ટેઈન્મેન્ટ જૂના રહેશે અને તો તેની સાથે 26 નવા સ્થળને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Know what will be opened in Ahmedabad between Corona's Lokdownઆ પણ વાંચો :  કોરોનાના લીધે JEE અને NEETની પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં યોજાશે, જાણો સરકારે કઈ તારીખ જાહેર કરી?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 અમદાવાદમાં જે 26 વિસ્તારમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે તેને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા છે. શુક્રવારના રોજ તંત્ર દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે 2 વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે તેમાં સાઉથ ઝોનના વટવા વોર્ડમાં આવેલી સ્વામિનારાયણ સોસાયટી, સ્મૃતિ મંદિરનો સમાવેશ થાય છે. જ્યારે નોર્થ વેસ્ટ ઝોનના બોડકદેવ વોર્ડના ગેલેક્સી ટાવરને પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જે પણ નવા કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે ત્યાં કોર્પોરેશન દ્વારા સઘન મેડિકલ તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. આ સિવાય ઝોનમાં ડોર ટુ ડોર જઈને સર્વે કરવામાં આવે છે. જો કોઈપણ વ્યક્તિમાં કોરોના વાઈરસના લક્ષણો દેખાય તો તેમના સેમ્પલ પણ લેવાઈ છે. અમદાવાદમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 21,543 થઈ ગયા છે. જ્યારે કોરોનાના લીધે 1466 લોકોના મોત નીપજ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં 204 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati