AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad માં રોગચાળાએ માથું ઉચક્યું, સિવિલની ઓપીડીમાં દરરોજ બે હજારથી વધુ દર્દીઓનો ઘસારો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 1:25 PM
Share

સિવિલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટના જણાવ્યા મુજબ સિવિલમાં હાલ દૈનિક ધોરણે બે હજારથી ૨૮૦૦ જેટલા દર્દી ઓપીડીમાં નોંધાઈ રહ્યા છે.

કોરોના અને મ્યુકરમાઈકોસિસના કેસમાં ઘટાડો નોંધાયો છે.. પરંતુ અમદાવાદ(Ahmedabad)ની સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય-મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે.. વાયરલ ઈન્ફેક્શન, શરદી, ખાંસી, તાવ, ડેન્ગ્યુ, મેલેરિયા સહિત અન્ય રોગના દર્દીઓ વધતાં સિવિલ(Civil) ની ઓપીડીમાં જુલાઈ મહિનામાં જ ૬૪ હજાર જેટલા દર્દીઓ નોંધાયા છે, જે પૈકી ૭ હજાર જેટલા દર્દીને દાખલ કરવા પડ્યા હતા.

સિવિલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટના જણાવ્યા મુજબ સિવિલમાં હાલ દૈનિક ધોરણે બે હજારથી ૨૮૦૦ જેટલા દર્દી ઓપીડીમાં નોંધાઈ રહ્યા છે. બીજી તરફ સોલા સિવિલ હોસ્પિટલમાં પણ લાંબા સમયથી રોગચાળાના કેસો વધતાં ઓપીડીમાં દર્દીઓની લાંબી કતારો જામી છે. બાળકોમાં ઝાડા ઉલટીના કેસ પણ જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ(Ahmedabad)શહેરમાં ફેલાઇ રહેલા રોગચાળા(Epidemic )ને અટકાવવા કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે . જેના પગલે કોર્પોરેશને 1100 એકમોને નોટિસ આપી 30 લાખ ઉપર દંડ વસુલ કર્યો છે. અમદાવાદ શહેરમાં ચોમાસુ આવતા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો માઝા મૂકે છે. ત્યારે આ વર્ષે પણ રોગચાળો યથાવત છે. જેમાં કોર્પોરેશનની કામગીરી હોવા છતાં પણ રોગચાળો યથાવત રહેતા તંત્ર સાથે લોકોની ચિંતા વધી છે.

જેમાં શહેરના મધ્ય ઝોનમાં રોગચાળો વધુ નોંધાયો છે. અને તેમાં પણ શાહપુર, દુધેશ્વર, દરિયાપુર, જમાલપુર, બહેરામપુરા સહિત ચાલી વિસ્તારમાં કેસ વધુ જોવા મળી રહ્યા છે. જેમાં શાહપુરમાં આવેલ કમુંમિયા ની ચાલીના રહીશોનો આક્ષેપ છે કે 1 વર્ષથી તેમની ચાલીમાં ગંદકી અને ગટરના પાણી બેક મારવા અને ખરાબ પાણી આવવાની સમસ્યા છે.

આ પણ વાંચો : SURAT : ઓલપાડના એરથાણ ગામે મકાન ધરાશાયી, એક બાળકીનું મોત, 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

આ પણ વાંચો :  Viral Video: 50 ફુટ ઉંડા કુંવામાં પડી મહિલા, ફાયર વિભાગના કર્મચારીઓ કર્યુ રેસ્ક્યૂ, જુઓ રેસ્ક્યૂનો VIDEO  

Published on: Aug 12, 2021 01:18 PM
g clip-path="url(#clip0_868_265)">