Ahmedabad: તહેવારો ટાણે જ સસ્તા અનાજની દુકાનોમાં જથ્થો ઓછો પહોંચ્યાની ફરિયાદ ઉઠી, ગોડાઉન મેનેજરે જાણો શુ કહ્યુ?
ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો માં અનાજનો જથ્થો ઓછો પહોંચ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશના પ્રમુખ પ્રહલાદ મોદીએ આ ફરિયાદ કરી છે. સાથે જ દુકાનધારકોને સુચના પણ આપી છે કે દુકાને જથ્થો આવે તો જ જથ્થો સ્વીકારવો બાકી ક્યાંય લેવા જવું નહિ.
ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો માં અનાજનો જથ્થો ઓછો પહોંચ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશના પ્રમુખ પ્રહલાદ મોદીએ આ ફરિયાદ કરી છે. સાથે જ દુકાનધારકોને સુચના પણ આપી છે કે દુકાને જથ્થો આવે તો જ જથ્થો સ્વીકારવો બાકી ક્યાંય લેવા જવું નહિ. તો આ તરફ સસ્તા અનાજ ના ગોડાઉન મેનેજરે જથ્થો ઓછો પહોંચ્યો હોવાની વાત ખોટી ગણાવી છે. સાથે જ રજાનાં દિવસે પણ વિતરણ ચાલુ રાખીને અનાજનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો હોવાનું નિવેદન પણ આપ્યું.
આ પણ વાંચોઃ Sabarkantha Video: સલાલના જૈન અને અંબાજી મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, ચાંદી અને પંચધાતુની ભગવાનની મૂર્તિની ચોરી
શાહીબાગ ઘોડા કેમ્પ રોડ પર સસ્તા અનાજનું ગોડાઉન આવેલું છે. જ્યાં અનાજનો જથ્થો પૂરતો હોવાનો ગોડાઉન મેનેજરનો દાવો કર્યો છે. ગોડાઉન મેનેજર ના જણાવ્યા પ્રમાણે અનાજ ગોડાઉનમાં જથ્થો પૂરતા પ્રમાણમાં અને વધુ છે. જે અનાજ નો જથ્થો જન્માષ્ટમી અને શનિવાર અને રવિવાર ની રજા એટલે કે 7, 9 અને 10 સપ્ટેમ્બરે રજા છતાં તે દિવસે પણ વિતરણ ચાલુ રાખી દુકાનો સુધી અનાજ પહોંચાડાશે. જેથી ગરીબ વર્ગ સુધી તહેવાર દરમિયાન અનાજ પહોંચી રહે અને તહેવાર બગડે નહીં.
સસ્તા અનાજ ગોડાઉનમાં કેટલો જથ્થો?
ફેસ્ટિવલ જથ્થામાં 90 હજાર ઓઇલ પાઉચ નું વિતરણ બાકી છે. તો 2.70 લાખ પાઉચ ઓઇલ વિતરણ કર્યું તેમજ ફેસ્ટિવલ ખાંડમાં 125 મેટ્રિક ટન ની પરમીટ નીકળી હતી. જેમાં 100 મેટ્રિક ટન વિતરણ થયું છે. હાલ ગોડાઉનમાં કેટલો જથ્થો છે તેની પર નજર કરીશુ.
- ઘઉં 5600 મેટ્રિક ટન
- ચોખા 7 હજાર મેટ્રિક ટન
- ખાંડ 190 મેટ્રિક ટન
- ચણા 337 મેટ્રિક ટન
- મીઠું 531 મેટ્રિક ટન જથ્થો છે
સૌથી વધુ બાજરીના જથ્થામાં છે ઘટ
મળતી માહિતી પ્રમાણે અને સસ્તા અનાજ દુકાનદારો ની ફરિયાદ પ્રમાણે હાલ બાજરીની ઘટ છે. જે અંગે ગોડાઉન મેનેજર ને પૂછતાં તેઓએ બાજરીમાં સૌથી ઓછું 1.89 ટકા જ વિતરણ થયાનું જણાવ્યું. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 860 સસ્તા અનાજ દુકાનો આવેલી છે.
જેમાં ફેસ્ટિવલ ખાંડ 130 દુકાનમાં વિતરણ બાકી જ્યારે ઓઇલ પાઉચ 135 દુકાનનોમાં વિતરણ બાકી છે. જે બુધવાર સાંજ સુધી ફેસ્ટિવલ જથ્થો સંપૂર્ણ વિતરણ થવાની ગોડાઉન મેનેજરે ખાતરી આપી છે. ઘઉં 327 મેટ્રિક ટન વિતરણ થયું જ્યારે ચોખા 335 મેટ્રિક તન વિતરણ થયું. ગોડાઉન મેનેરજે વધુમાં જણાવ્યું કે તેઓનો દરરોજ 1 હજાર મેટ્રિક ટન અનાજ વિતરણ કરવાનો ટાર્ગેટ છે. જેમાં દરરોજ 80 થી 100 ગાડી વિતરણ માટે જાય છે.
ગોડાઉન પાસે એડવાન્સ જથ્થો હોવાનો દાવો
ચાલુ મહીના સિવાય એડવાન્સ જથ્થો ગોડાઉન પર પડ્યો હોવાનો ગોડાઉન મેનેજરે દાવો કર્યો છે. કયો જથ્થો કેટલો સમય ચાલે તેટલો હાલમાં ગોડાઉનમાં ઉપલબ્ધ છે, તેની પર નજર કરીશુ.
- ઘઉં નો જથ્થો 2 મહિના
- ચોખા અઢી મહિના
- ખાંડ બે મહિના
- ચણા 3 મહિના
- મીઠું 5 મહિનો
રેશનકાર્ડ ધારકોને ઘઉં, ચોખા, બાજરી મફતમાં અપાય છે. જ્યારે મીઠું, તેલ, ચણા, ખાંડ નક્કી કરેલ દર પર અપાય છે. જેથી ગરીબ વર્ગ તેનું ગુજરાન ચલાવી શકે. જોકે તહેવાર સમયે અનાજનો જથ્થો ખૂટતા તહેવાર કઈ રીતે કાઢવો તે પ્રશ્ન રેશનકાર્ડ ધારકોને સતાવી રહ્યો છે. જેમાં લોકો તંત્રના અણઘડ વહીવટ ને જવાબદાર ઠેરવી રહ્યા છે. જોકે લોકો તેમને અનાજ જલ્દી મળે તેવું પણ ઇચ્છી રહ્યા છે, જેથી તેમના તહેવાર બગડે નહિ.