Ahmedabad: આનંદ નગર રોડ પર અકસ્માત કરનાર વોલ્વો કાર ચાલક ઝડપાયો,નશીલા પદાર્થનું સેવન કરી ગાડી ચલાવતો હોવાનું સામે આવ્યું
નિહાલ પટેલની ટ્રાફિક પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.નોંધનીય છે કે 30 વર્ષીય નબીરાએ નશામાં અકસ્માત કર્યો હોવાનો તેના ચહેરા પર કોઈ અફસોસ ન હતો..પોલીસ કસ્ટડીમાં સ્ટાઇલમાં ઉભો રહ્યો હતો.અકસ્માત કર્યા બાદ ઘર જતો રહ્યો હોવાનું કહી રહ્યો છે ત્યારે નબીરો પ્લાયવુડ કામકાજ સાથે સંકળાયેલો છે..

અમદાવાદના(Ahmedabad) આનંદ નગર રોડ પર આવેલ સંજય ટાવર પાસે વોલ્વો કાર(Volvo) ચાલકે ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. સોમવારે રાત્રે 8 વાગ્યે આનંદ નગર રોડ પર પુરઝડપે આવતી વોલ્વો કારે એક બાદ એક ત્રણ જેટલા વાહનો અડફેડે લઈ અકસ્માત સર્જાયો હતો.અકસ્માત માં સદ્દસનસીબે કોઈને ગંભીર ઇજા પહોંચી નથી.અકસ્માતમાં એક્ટિવા ચાલક પર કાર ચઢાવી દીધી હતી જેમાં સિનિયર સીટીઝન ઇજા થઇ હતી..વોલ્વો કાર અકસ્માત કરી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ લોકોના ટોળાએ કારને ઘેરી લીધી હતી.જોકે અકસ્માત લોકોએ જોતા સ્થાનિકો રોષ હતો અને કાર ચાલકને મેથીપાક ચખાડવા પ્રયાસ કર્યો હતો પણ પોલીસની PCR વાન પહોંચી જતા વોલ્વો કાર ચાલકને પોલીસની ગાડીમાં બેસાડ્યો હતો.જ્યાં કાર ચાલકને ઇજા થઈ હોવાથી 108માં બેસાડી નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
આરોપી કાર ચાલક નિહાલ પટેલ સાથે કારમાં રહેલ તેના એક મિત્રએ પણ નશો કર્યો હતો
જે પારેખ હોસ્પિટલમાં ચેકઅપ કરાવી કાર ચાલક નીકળી ગયો હતો.બાદમાં ટ્રાફિક પોલીસ પહોંચે તે પહેલા જ ભાગી જતા દિવસ દરમિયાન તેની શોધખોળ કરી હતી.જેમાં તપાસ કરતા કાર ચાલક નિહાલ પટેલ માણેકબાગ માં આવેલ ક્રાફટ અનંતા ફ્લેટના તેના ઘરેથી ધરપકડ કરી છે. પકડાયેલ કાર ચાલક નિહાલ પટેલની પૂછપરછ કરતા પોતે નશીલી કફ સિરફનું સેવન કર્યું હોવાનું કહી રહ્યો છે…પરતું પોલીસને શંકા છે કે દારૂનું સેવન કર્યું હોઇ શકે છે જેને લઈ પોલીસે મેડિકલ ચેકઅપ કરાવ્યું છે..ત્યારે આરોપી કાર ચાલક નિહાલ પટેલ સાથે કારમાં રહેલ તેના એક મિત્રએ પણ નશો કર્યો હતો.
નબીરાએ નશામાં અકસ્માત કર્યો હોવાનો તેના ચહેરા પર કોઈ અફસોસ ન હતો
ત્યારે નિહાલ પટેલની ટ્રાફિક પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.નોંધનીય છે કે 30 વર્ષીય નબીરાએ નશામાં અકસ્માત કર્યો હોવાનો તેના ચહેરા પર કોઈ અફસોસ ન હતો..પોલીસ કસ્ટડીમાં સ્ટાઇલમાં ઉભો રહ્યો હતો.અકસ્માત કર્યા બાદ ઘર જતો રહ્યો હોવાનું કહી રહ્યો છે ત્યારે નબીરો પ્લાયવુડ કામકાજ સાથે સંકળાયેલો છે.. હવે જોવાનું રહેશે કે કાર ચાલકની પૂછપરછ ક્યાં નવા ખુલાસાઓ થાય છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…