Gandhinagar: કારમાંથી મળેલા હથિયાર અને દારૂગોળા પ્રકરણમાં કાર માલિકની કરાઇ ધરપકડ
ગાંધીનગરમાં બિનવારસી કાર મળવા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આકારમાથી હથિયાર મળતા પોલીસે કાર્યવાહી કરી હતી. લોકડાઉન પહેલા મધ્યપ્રદેશથી હથિયારો મંગાવ્યા હોવાનું ખૂલ્યું છે
ગાંધીનગરના સરગાસણમાંથી હથિયારો ભરેલી બિનવારસી કાર મળવા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કારના ચેસીસ નંબરના આધારે જીતેન્દ્ર નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ લોકડાઉન પહેલા મધ્યપ્રદેશથી હથિયારો મંગાવ્યા હોવાનું ખૂલ્યું છે. આરોપી સામે અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 3 મર્ડર સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે. સરગાસણના સ્વાગત એફોર્ડ ફ્લેટના બેઝમેન્ટમાં પડેલી બિનવારસી કારમાંથી દેશી બનાવટના ગેરકાયદે હથિયારો મળી આવ્યા હતા.
આ પણ વાંચો : પ્રેમલગ્ન મુદ્દે યુવકના પિતા અને ભાઈનું અપહરણ, 5 શખ્સોની ધરપકડ
પોલીસને કારમાંથી બે રિવોલ્વર, બે દેશી કટ્ટા અને 300 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા કારનો નંબર પણ ડમી નીકળ્યો. જે બાદ પોલીસે કારના એન્જિન નંબર અને ચેસીસ નંબરના આધારે તપાસ કરતા તેનો અસલી રજિસ્ટ્રેશન નંબર મધ્ય પ્રદેશનો નીકળ્યો. તપાસમાં જીતેન્દ્ર પટેલ નામના શખ્સે વર્ષ 2017માં કારની સર્વિસ કરાવી હોવાના પુરાવા મળી આવ્યા. જે બાદ પોલીસે જીતેન્દ્રને ઝડપી લીધો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
