Ahmedabad : વેજલપુર પોલીસે જુહાપુરામાં બાળકીની છેડતી કરનાર યુવકની ધરપકડ કરી
અમદાવાદ(Ahmedabad) શહેરના જુહાપુરા વિસ્તારમાં 8 વર્ષની બાળકીની છેડતી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે...જેમાં વેજલપુર પોલીસે ગુનો નોંધી આરોપી યુવકને જેલ હવાલે કર્યો છે.
અમદાવાદ (Ahmedabad) શહેરના જુહાપુરા વિસ્તારમાં 8 વર્ષની બાળકીની છેડતી(Molested Girl) કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.જેમાં વેજલપુર (Vejalpur) પોલીસે ગુનો નોંધી આરોપી યુવકને જેલ હવાલે કર્યો છે. જેમાં અજર આલમ એક માસૂમ બાળકીની છેડતીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપી અજર આલમ મૂળ બિહારનો છે અને શહેરની અલગ અલગ હોટલમાં ફરીને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે..પણ તેને ઘર નજીક રહેતી એક 8 વર્ષની બાળકી પર નજર બગાડી અને તેની છેડતી કરી ફરાર થઈ ગયો હતો.જો કે વેજલપુર પોલીસે ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી દીધી.
બાળકીની માતાએ પોલીસ ફરિયાદ દાખલ કરી
જેમાં પકડાયેલ નરાધમ અજર આલમની પુછપરછ કરતા સામે આવ્યું કે આરોપી અજર ઘર પાસે આવેલ કરિયાણાની દુકાન પર બેઠો હતો..ત્યારે સાંજના સમયે એક 8 વર્ષની બાળકી બિસ્કિટ લેવા આવી હતી.ત્યાં આરોપી અજરે બાળકીને એક જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલાં કરી છેડતી કરી હતી.જેને લઈને સમગ્ર બાબતની જાણ બાળકીના પરિવાર થઈ હતી.માતાએ બાળકીને પૂછતાં કહ્યું કે કાકા મારા સાથે ખરાબ કામ કર્યું છે.જે બાદ બાળકીની માતાએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.જો કે વેજલપુર પોલીસે આરોપી અજર પકડી જેલ હવાલે કર્યો છે ત્યારે બાળકીના મેડિકલ રિપોર્ટ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
સી.જી.રોડ પર થયેલી લાખોની ચીલઝડપના ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ
અમદાવાદમાં સી.જી.રોડ પરથી સમી સાંજે લાખો રૂપિયાની ચીલઝડપ (Theft)કરનાર બે આરોપીઓની ક્રાઇમ બ્રાંચે(Crime Branch) ધરપકડ કરી છે. જો કે સમગ્ર કાવતરાના માસ્ટર માઇન્ડ પોલીસથી બચવા માટે ગજબનો પ્લાન ઘડી કાઢ્યો હતો. પરંતુ પોલીસે આ પ્લાન પર પાણી ફેરવી દીધું હતું. જેમાં અમદાવાદ શહેરના સી.જી.રોડ પર થોડા દિવસ પહેલા આંગડિયા પેઢીમાંથી રૂપિયા 42 લાખ લઇને જઇ રહેલા એક્સેસ ચાલક પાસેથી બેગ છીનવીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હંમેશા માટે ભરચક એવા સીજી રોડ પર લાખોની ચીલ ઝડપની ઘટના બનતા જ ક્રાઈમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી.