Ahmedabad: SVPI એરપોર્ટ ખાતે ઈન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલનો પ્રથમ તબક્કો અંદાજિત 1 વર્ષમાં થશે પૂર્ણ
આગામી 30 વર્ષમાં થનારી કાર્ગો (Cargo) વૃદ્ધિને ધ્યાનમાં રાખીને નવા ઈન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કાનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવે તેવી શકયતા છે.
અમદાવાદ એરપોર્ટ પર ઈન્ટીગ્રેટેડ (SVPI) કાર્ગો ટર્મિનલ બિલ્ડીંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ તબક્કાનું કામ એક વર્ષથી ઓછા સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) ખાતે નવા કાર્ગો ટર્મિનલ બનાવવાનું કામ 21 જુલાઈ ના રોજ શિલાન્યાસ સમારોહ (Groundbreaking ceremony ) આયોજિત કરવામાં આવ્યો હતો. આગામી 30 વર્ષમાં થનારી કાર્ગો (Cargo) વૃદ્ધિને ધ્યાનમાં રાખીને નવા ઈન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કાનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવે તેવી શકયતા છે.
30 વર્ષ સુધી સક્ષમ રહે તે રીત કરાશે અપડેટ
SVPI એરપોર્ટ હંમેશા મુસાફરો અને કાર્ગો પરિવહનની માંગને પૂર્ણ કરવા બાબતે ધ્યાન કેન્દ્રિત કરતું રહ્યું છે. ટર્મિનલની ઈમારતોમાં મુસાફરોની સુવિધાઓ વધારવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મોટી એર કાર્ગો સુવિધા બનાવવાનું વિશાળ કાર્ય ગ્રાઉન્ડબ્રેકિંગ સમારોહ સાથે શરૂ કરવામાં આવ્યું. નવા કાર્ગો ટર્મિનલનું કામકાજ લગભગ એક વર્ષમાં પૂર્ણ થશે. આ અંગે મળેલી માહિતી મુજબ AMD એરપોર્ટ ખાતે વર્ષ 2019માં 115000 ટન કાર્ગોની પ્રક્રિયા કરવામાં આવી હતી.
નવી સુવિધા ભવિષ્યમાં થનારી કાર્ગો વોલ્યુમની વૃદ્ધિને પહોંચી વળવા માટે અંદાજે 30 વર્ષ સુધી સક્ષમ રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. નવું ‘સેમી-ઓટોમેટે ડ’ ઈન્ટિગ્રેટ કાર્ગો ટર્મિનલ (ICT) આશરે 33,000 ચો.મી. બિલ્ટ-અપ વિસ્તારમાં ફેલાયેલુ છે. સૂચિત કાર્ગો કોમ્પ્લેક્સ પ્રથમ તબક્કા દરમિયાન જૂન 2023 સુધીમાં આશરે 21,000 ચો.મી બિલ્ટ-અપ વિસ્તારમાં કાર્યરત થશે.
નવું ઈન્ટીગ્રેટેડ કાર્ગો ટર્મિનલ (ICT) ડોમેસ્ટિક કાર્ગો, ઇન્ટરનેશનલ કાર્ગો, એક્સપ્રેસ કુરિયર, કોલ્ડ ચેઇન ફાર્મા અને પેરીશેબલ કાર્ગોને એક જ છત હેઠળ આવરી લઈ હેન્ડલ કરવા માટે સક્ષમ હશે. વિશ્વસ્તરીય સુવિધાઓ થી સુસજ્જ ICT સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને ઈનબાઉન્ડ અને આઉટબાઉન્ડ કાર્ગોની સેવાઓને ઝડપી બનાવી ઈ-કોમર્સ લોજિસ્ટિક્સ બિઝનેસને મદદરૂપ થશે. જે ગ્રાઉન્ડબ્રેકિંગ સમારોહમાં SVPI એરપોર્ટના હિસ્સેદારો હાજર રહ્યા હતા.
SVPI એરપોર્ટ પર વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસે સીડ પેન્સનું વિતરણ, 2 લાખથી વધુ ફૂલછોડ અને વૃક્ષોનું ગ્રીનકવર
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. મુસાફરોને પ્લાન્ટેબલ પેન્સની ભેટ આપીને આનંદ અને આશ્ચર્યચકિત કરવામાં આવ્યા. પર્યાવરણ વિશે જનજાગૃતિ લાવવા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવાના અવિરત પ્રયાસો સાથે એરપોર્ટ 150 વિવિધ પ્રજાતિઓ સાથે 2 લાખથી વધુ ફૂલછોડ અને વૃક્ષો ધરાવતું સ્થાન બની ગયુ છે. ગ્રીનકવર વધારવાની નેમ સાથે SVPI એરપોર્ટ મુસાફરોને અનન્ય અનુભવો મળી રહે તે માટે સતત પ્રયાસરત રહે છે. આખાય વર્ષ દરમિયાન થતી અનેકવિધ પ્રવૃત્તિઓ લાંબા સમય સુધી યાદગીરી છોડી જાય છે. આવી જ એક પહેલના ભાગરૂપે મુસાફરોને સીડપેન આપવામાં આવી હતી.
SVPI એરપોર્ટ પર ગયા મહિને વિશ્વ પર્યાવરણ દિવસે મુસાફરો માટે પ્લાન્ટેબલ બેગેજનું ટેગ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદનું એરપોર્ટ આસપાસ 85,000 ચોરસ મીટરથી વધુ ગ્રીનકવરથી આચ્છાદિત છે. ટર્મિનલની અંદર અને બહાર 50,000થી વધુ ફૂલછોડનો સમાવેશ થાય છે. પાણીનો બગાડ અટકાવવા અને એરપોર્ટ પર 40-70% સુધી પાણી બચાવવા માટે માઈક્રો ઈરિગેશન પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વળી હરિયાળીને લાંબો સમય સુધી ટકાવી રાખવા માટે માત્ર ટ્રીટેડ પાણીનો જ ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ મિમિત્તે આપણી ભાવિ પેઢીઓ તંદુરસ્ત વાતાવરણમાં જીવી શકે તે માટે પ્રતિબદ્ધ પ્રયાસો એ સમયની જરૂરિયાત છે. એરપોર્ટ દ્વારા આ માટે કરવામાં આવેલી સીડ પેન્સના વિતરણ જેવી પ્રવૃત્તિઓ અનુકરણીય છે.