Ahmedabad: “રીટાયર્ડ છીએ ટાયર્ડ નથી” 30 જેટલી નિવૃત્ત મહિલા નર્સોનો અનોખો જુસ્સો, ફ્રીમાં સેવા આપવા તૈયાર

મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં નિર્માણ પામી રહેલી નવી કિડની હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારનો પગાર લીધા વિના તેઓએ પોતાની સેવા આપવા માટે તૈયારી દર્શાવી છે.

Ahmedabad: રીટાયર્ડ છીએ ટાયર્ડ નથી  30 જેટલી નિવૃત્ત મહિલા નર્સોનો અનોખો જુસ્સો, ફ્રીમાં સેવા આપવા તૈયાર
retired women nurses ready to serve free
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 11, 2022 | 4:09 PM

સામાન્ય રીતે સરકારી નોકરી (Government job) માંથી નિવૃત્ત થયા બાદ નોકરી કરવાનો વિચાર ગણતરીના લોકોને જ આવતો હોય છે પરંતુ આ બધાથી તદ્દન વિપરીત કિસ્સો અમદાવાદ (Ahmedabad) ની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં જોવા મળ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસની કિડની હોસ્પિટલમાં એક અનોખો પ્રસંગ જોવા મળ્યો, કિડની હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરતી અને રીટાયાર્ડ થયેલી નર્સિંગ વિભાગની બહેનો દ્વારા એક અલગ જ રજૂઆત કિડની હોસ્પિટલના ડાયરેક્ટરને કરવામાં આવી હતી.

કિડની હોસ્પિટલના ડાયરેક્ટરને 30 જેટલી બહેનો દ્વારા રજૂઆત કરાઇ કે અમે રીટાયર્ડ છીએ ટાયર્ડ નથી એમ કહીનેમંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં નિર્માણ પામી રહેલી નવી કિડની હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારનો પગાર લીધા વિના તેઓએ પોતાની સેવા આપવા માટે તૈયારી દર્શાવી છે.  30થી વધુ નર્સિંગ વિભાગની રિટાયર્ડ થયેલી બહેનો દ્વારા કોઈપણ પ્રકારનું વેતન લીધા વિના કામગીરી કરવા માટેની આ તૈયારી સાંભળીને કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ચોંકી ગયા. વર્ષો સુધી કિડની હોસ્પિટલમાં કામ કરતી આ બહેનોને હોસ્પિટલ સાથે આત્મીયતા નો સંબંધ બંધાઈ ગયેલો છે એટલું જ નહીં રીટાયર્ડ થયા પછી આ બહેનોને હાલમાં કોઈ પણ પ્રકારની પરિવારમાં જવાબદારી ન હોવાના કારણે તેઓ પોતાનો અનુભવનો લાભ હજુ પણ હોસ્પિટલને આપવા માંગે છે.

આ બહેનોના દીકરા દીકરીઓને પરણાવી દીધા બાદ મોટા ભાગની બહેનોના મોટાભાગના બાળકો વિદેશમાં હોવાનું જોવા મળી રહ્યું છે જેના કારણે પારિવારિક જવાબદારી પણ આ બહેનો માટે ન હોવાના કારણે પોતાનો ફ્રી સમય પોતાના અનુભવ મુજબ તેમની માતૃ સંસ્થા ગણાતી કિડની હોસ્પિટલમાં તેઓ આપવા ઈચ્છે છે. હાલમાં કિડની હોસ્પિટલના ડાયરેક્ટરે તેમની રજૂઆત સાંભળી છે અને પોતાના તરફથી આગળ રજૂઆત કરવા માટે ખાતરી આપવામાં આવી છે. જો સિવિલ હોસ્પિટલનું વ્યવસ્થાતંત્ર આ રિટાયર્ડ મહિલા નર્સોની સેવા લેવા બાબતે આગામી સમયમાં કોઈ નિર્ણય કરશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સામાન્ય રીતે રીટાયર્ડ થયા પછી પરિવારની આર્થિક સ્થિતિ સારી હોય તો કોઈ વ્યક્તિ કામ કરવા ઇચ્છતા હોતા નથી પરંતુ તેમ છતાં હોસ્પિટલમાં કામ કરતી અને અનુભવી નર્સિંગ સ્ટાફની આ બહેનો હજુ પણ પોતાનો ફ્રી સમય તેઓ કિડની હોસ્પિટલને આપવા ઈચ્છે છે જે ખરેખર પ્રશંસાને પાત્ર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">