AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: વાહન ચોરીના ગુનામાં ઝડપાઇ સસરા-જમાઈની જોડી, અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા

અમદાવાદમાં સસરા જમાઈની આ જોડીએ અનેક ચોરીને અંજામ આપ્યો છે. જો કે હાલ તો એક ચોરીના ગુનામાં સસરા જમાઈ અમરાઇવાડી પોલીસની પકડમાં આવી ગયા છે. પોલીસ ગિરફ્તમાં રહેલા આ બંને શખ્સ છે બદ્રરુદિન ઉર્ફે અનવર સૈયદ અને શહીદ ઉર્ફે સા અરબ. આ બંને આમ તો સસરો અને જમાઈ થાય છે.

Ahmedabad: વાહન ચોરીના ગુનામાં ઝડપાઇ સસરા-જમાઈની જોડી, અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા
Ahmedabad Amraiwadi Police Station Arrest Vehicle Theft
Harin Matravadia
| Edited By: | Updated on: Jan 13, 2023 | 4:51 PM
Share

અમદાવાદમાં સસરા જમાઈની આ જોડીએ અનેક ચોરીને અંજામ આપ્યો છે. જો કે હાલ તો એક ચોરીના ગુનામાં સસરા જમાઈ અમરાઇવાડી પોલીસની પકડમાં આવી ગયા છે. પોલીસ ગિરફ્તમાં રહેલા આ બંને શખ્સ છે બદ્રરુદિન ઉર્ફે અનવર સૈયદ અને શહીદ ઉર્ફે સા અરબ. આ બંને આમ તો સસરો અને જમાઈ થાય છે. આ સસરા જમણીની જોડી બેગી મળીને વાહન ચોરીને અંજામ આપે છે. અમદાવાદનાં અમરાઇવાડી વિસ્તાર માથી થોડા દિવસ પહેલા એક આઇસર ચોરીની ઘટના બની હતી

આ ફરિયાદને આધારે પોલીસે આ સસરા જમાઈની જોડીની ધરપકડ કરી છે. સસરા જમાઈની જોડીએ આઇસર ચોર કરી ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે ધરપકડ બાદ પૂછપરછ કરતા આ બંનેએ અન્ય ચોરીઓની પણ કબૂલાત કરી હતી.

સસરા-જમાઈ આ રીતે સાથે ચોરી કરતા

સસરા બદરુદ્દીન વડોદરા રહે છે અને વાહન ચોરીમાં નિપુણ છે. બદરુદ્દીનનો જમાઈ શહીદ અમદાવાદ રહે છે. એક વખત સસરાને ચોરી કરવા માટે જમાઈએ ટીપ આપી હતી અને બાદમાં બંને સાથે જ વાહન ચોરી કરવા નીકળતા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે સસરા જમાઈએ અમરાઇવાડી માંથી આઇસર ચોરી સહિત અન્ય પાંચ ચોરીની પણ કબૂલાત આપી છે. જેમાં ઉતરપ્રદેશનાં સિકંદરારાવ, ખોખરા, બગોદરા,આણંદ ટાઉન,ભરૂચમાં પણ વાહન ચોરી કરી હોવાની હકીકત સામે આવી છે.

સીસીટીવીની નજરમાં ન આવે તેવા વાહનોની ચોરી કરતા

જેમાં સસરા જમાઈની જોડી હાઈવે પર અથવા અન્ય કોઈ જગ્યાઓ પર પડેલા વાહનોની ચોરી કરતા હતા. ખાસ કરીને જ્યાં સીસીટીવી હોતા નથી અથવા વાહનો સીસીટીવીની નજરમાં આવે નહીં તે રીતે પાર્ક કરેલા હોય તો તેના વાયરીંગ દ્વારા વાહન શરૂ કરી લઈ ચોરી કરતા હતા.

આ વાંચો : Video : વડોદરામાં રખડતા શ્વાને હુમલો કરતા વૃદ્ધા લોહીલુહાણ, ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાયા

ઉલ્લેખનીય છે કે સસરા બદરુદ્દીન અને જમાઈ શહીદ દ્વારા છ જેટલા વાહન ચોરીની કબૂલાત કરી છે. આ ઉપરાંત સસરા બદરુદ્દીન અગાઉ ગુજરાતના અનેક જિલ્લાઓમાં 26 જેટલા ગુનાઓમાં ધરપકડ કરી છે. હાલ તો અમરાઇવાડી પોલીસે સસરા જમાઈની જોડીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સાથેજ વધુ કોઈ ચોરી કે અન્ય ગુનાઓ નોંધાયા છે કે કેમ અથવા તો સસરા જણાઈ સાથે અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.

g clip-path="url(#clip0_868_265)">