AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સાયન્સ સિટી ખાતે ઓઝોન દિવસની ઉજવણી, માનવીના કદ જેટલી સાપ સીડીની મનોરંજક ઓઝોન રમતનું કરાયુ આયોજન

Ahmedabad: ગુજરાત સાયન્સ સિટીમાં ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવી. આ દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે માનવીના કદ જેટલી સાપ સીડીની મનોરંજક રમતનું આયોજન કર્યુ હતુ. જેમા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

Ahmedabad: સાયન્સ સિટી ખાતે ઓઝોન દિવસની ઉજવણી, માનવીના કદ જેટલી સાપ સીડીની મનોરંજક ઓઝોન રમતનું કરાયુ આયોજન
Darshal Raval
| Edited By: | Updated on: Sep 16, 2022 | 7:32 PM
Share

અમદાવાદ (Ahmedabad)માં ગુજરાત સાયન્સ સિટીએ વિશ્વ ઓઝોન દિવસ (World Ozone Day)ની ઉજવણી કરવામાં આવી હતી. જેમા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉજવણીમાં માનવીના કદ જેટલી સાપ સીડીની મનોરંજક ઓઝોન રમતનું આયોજન કર્યુ હતુ. આ રમતમાં વિદ્યાર્થીઓ ઉત્સાહથી જોડાયા હતા અને રમત થકી ઓઝોનનું મહત્વ અને તેનુ આવરણ પાતળુ થવા માટે જવાબદાર પરિબળો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ રમતમાં ખાસ કરીને ઓઝોન સ્તરની સ્થિતિ અને આપણે તેને કેવી રીતે સુરક્ષિત કરી શકીએ તે અંગે જાગૃતિ લાવવા માટે બનાવવામાં આવેલી હતી. જેમા બોક્સમાં ઓઝોન (Ozone)ના લેયરનો ડેટા છે.

આ વર્ષની થીમ ‘પૃથ્વી પર જીવનની સુરક્ષા માટે વૈશ્વિક સહયોગ’

વિશ્વ ઓઝોન દિવસની આ વર્ષની થીમ પૃથ્વી પર જીવનની સુરક્ષા માટે વૈશ્વિક સહયોગ ‘Global Cooperation Protecting Life on Earth’ થીમ રાખવામાં આવી છે. ઓઝોન સ્તર એ ગ્રહની આસપાસ એક અદ્રશ્ય રક્ષણાત્મક કવચ છે, જે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ (પાર જાંબલી )કિરણોને શોષી લે છે. જો ઓઝોનનું સ્તર ન હોય તો અલ્ટ્રાવાયોલેટ કિરણોથી વનસ્પતિ, પ્રાણીઓ અને ઇકો સિસ્ટમને નુકશાન થશે. ચામડીના કેન્સર જેવા રોગો વધશે.

જો ઓઝોનની આ ઢાલ ન રહે તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર જીવન શક્ય ન રહે. 35 વર્ષ પહેલા આ વિષય સાથે વિશ્વ એક સાથે આવ્યું હતું , પૃથ્વીની જાણવણીની જવાબદારીના સંદર્ભમાં જ સાયન્સ સિટી દ્વારા 16 સપ્ટેમ્બર 2022ના રોજ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત સાયન્સ સિટી જનસમુદાયને વિજ્ઞાન સાથે જોડતું લોકપ્રિય સ્થળ છે. નવા આકર્ષણો સાથે ફ ખૂલ્યું ત્યારથી મુલાકાતીઓનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો છે. મુલાકાતીઓને મનોરંજન સાથે વિજ્ઞાનથી જોડી પૃથ્વી પર સહુ માટે વધુ સારા જીવન માટે જાગૃત અને જવાબદાર બને તે માટે સાયન્સ સિટી દ્વારા વિવિધ મહત્વના દિવસોની ઉજવણી કરવામાં આવે છે. જેમા ઓઝોન દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓ હોંશે હોંશે જોડાયા હતા. જેમા સાપસીડીની રમતનો ચાર્ટ બનાવી ઓઝોનના વિવિધ લેયર અને આવરણ વિશે તેમજ એ આવરણ તૂટે તો કેવા જોખમો સર્જાઈ શકે તે અંગે વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ઉપરાંત ઓઝોનના મહત્વ વિશે પણ બખૂબી માહિતગાર કરવામાં આવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">