Ahmedabad: 500 કરતાં વધુ સૂચનો દ્વારા અમદાવાદીઓએ બજેટમાં પ્રાથમિક સુવિધાઓ અંગેની કરી માંગણી

કોર્પોરેશને મંગાવેલા સૂચનો અન્વયે 450 ઈ-મેઇલ દ્વારા કુલ 500 કરતાં વધુ સૂચનો મળેલ. સૌથી વધુ ઈમેલ રોડ રસ્તા ગટર પાણી અને પીવાના પાણીની વ્યવસ્થા યોગ્ય કરવા બાબતેના કોર્પોરેશનને પ્રાપ્ત થયા હતા.

Ahmedabad: 500 કરતાં વધુ સૂચનો દ્વારા અમદાવાદીઓએ બજેટમાં પ્રાથમિક સુવિધાઓ અંગેની કરી માંગણી
Ahmedabad Municipal Corporation Image Credit source: File Image
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jan 30, 2023 | 7:28 PM

આગામી નાણાકીય વર્ષ 2023-24ના બજેટ માટે અમદાવાદ મનપાએ નાગરિકો પાસેથી સૂચન માગ્યા હતા. કોર્પોરેશનના ઈતિહાસમાં આ પહેલ પ્રથમ વાર જોવા મળી હતી. અ.મ્યુ. કોર્પોરેશન દ્વારા વર્ષ 2023-24નું અંદાજપત્ર તૈયાર કરવા માટે સૌપ્રથમ વખત જનભાગીદારી કેળવવાના હેતુથી શહેરીજનો પાસેથી ઈ-મેઈલ મારફતે સુચનો મંગાવવામાં આવેલ હતા. જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. કોર્પોરેશને મંગાવેલા સૂચનો અન્વયે 450 ઈ-મેઈલ દ્વારા કુલ 500 કરતાં વધુ સૂચનો મળેલ. સૌથી વધુ ઈમેલ રોડ રસ્તા ગટર પાણી અને પીવાના પાણીની વ્યવસ્થા યોગ્ય કરવા બાબતેના કોર્પોરેશનને પ્રાપ્ત થયા હતા.

નાગરિકો પાસેથી સૂચન મંગાવાયા કોર્પોરેશનના બજેટમાં શું છે નાગરિકોની મરજી

  1. AMC ના બજેટ પહેલા નાગરિકો પાસેથી સૂચનો મંગાવાયા હતા, જેનું વર્ગીકરણ કરતા 34% સુચનો મૂળભુત પ્રથામિક સુવિધાને લગતા આવ્યા હતા.
  2. 25 સુચનો પ્રાથમિક સિવાયની સુવિધા જેવી કે, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, લાયબ્રેરી, રીડીંગ રૂમ, ગાર્ડન, સ્વિમીંગપુલ, સિનિયર સિટીઝન પાર્ક વગેરેને લગતા.
  3. 39% સુચનો અ.મ્યુ. કોર્પો.ની સર્વિસ સુધારવા બાબત તેમજ ફરિયાદ સ્વરૂપે મળી હતી.
  4. 2 ટકા સૂચનો કોર્પોરેશનની રેવન્યુ જનરેશન બાબતના હતા.
  5. પ્રાથમિક સુવિધા અંગેના સુચનોમાં ખાસ કરીને કોર્પોરેશનમાં સમાવિષ્ટ નવા વિસ્તારો જેવા કે, હંસપુરા, બોપલ, ઘુમા, વટવામાં ટી.પી. 85 અને 89, નિલ, નાનાચિલોડા જેવા વિવિધ વિસ્તારોમાં પાણી, રેનેજ તથા રસ્તાની સુવિધા મેળવવા અને સુધારવા બાબતના હતા.
  6. પ્રાથમિક સુવિધા સિવાયની સુવિધા માટેના સુચનોમાં પણ નવા સમાવિષ્ટ વિસ્તારો તથા અન્ય વિસ્તારોમાંથી આવેલા. જેમાં કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, લાયબ્રેરી, રીડીંગ રૂમ, ગાર્ડન, સ્વિમીંગપુલ, સિનિયર સિટીઝન પાર્ક જેવી વિવિધ સુવિધાઓ મેળવવા માટેના હતા.
  7. શહેરીજનો તરફથી વર્ષ 2023-24 ના બજેટ અન્વયે મળેલ સુચનોના બહોળા પ્રતિસાદને ધ્યાને લઈ બજેટમાં સારા આવકારદાયક સુચનોનો સમાવેશ કરવા આ.મ્યુ. કોર્પોરેશને કટિબદ્ધતા દર્શાવી છે.

નોંધનીય છે કે નાગરિકોને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અને શહેરના વિકાસ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનું  બજેટ રજૂ કરવામાં આવે છે. ગત વર્ષે 8000 કરોડનું બજેટ ભાજપના શાસકોએ મંજૂર કર્યુ હતું. સૌ પ્રથમવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટ રજૂ કરતા પહેલા નાગરિકોના સૂચન મંગાવવામાં આવ્યા હતા. આ સૂચનો બે દિવસ દરમિયાન મંગાવવામાં આવ્યા હતા. આ સૂચનો આવ્યા બાદ હવે જોવું રહેયું કે અમદાવાદ મહાનગર પાલિકાના બજેટમાં કઈ કઈ  બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">