વિશ્વભરના રોકાણકારો અને ઉદ્યોગપતિઓ સાથે વડાપ્રધાને કરી વાતચીત, બજેટ પર થઈ ચર્ચા

TV9 GUJARATI

|

Updated on: Mar 09, 2022 | 11:46 PM

આ 11 વેબિનાર્સ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી લગભગ 40 હજાર લોકો જોડાયેલા હતા. તેમાં ઉદ્યોગપતિઓ, એમએસએમઈ, નિકાસકારો, વિશ્વભરના રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.

વિશ્વભરના રોકાણકારો અને ઉદ્યોગપતિઓ સાથે વડાપ્રધાને કરી વાતચીત, બજેટ પર થઈ ચર્ચા
PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ આજે ​​વિશ્વભરના રોકાણકારો અને ઉદ્યોગપતિઓ સાથે બજેટ દરખાસ્તો અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે આ જાણકારી આપી. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાને 11 વેબિનાર દ્વારા બજેટની જાહેરાતો પર ચર્ચા કરી, PMOના જણાવ્યા અનુસાર આ 11 વેબિનાર દ્વારા વિવિધ વિસ્તારોમાંથી લગભગ 40 હજાર લોકો જોડાયા હતા. તેમાં ઉદ્યોગપતિઓ, એમએસએમઈ, નિકાસકારો, વૈશ્વિક રોકાણકારો (global investors), સ્ટાર્ટઅપ્સ અને રાજ્યો અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. કાર્યાલયે માહિતી આપી હતી કે બજેટ દરખાસ્તોના અસરકારક અમલીકરણ માટે સરકારને ઘણા મહત્વપૂર્ણ સૂચનો પણ મળ્યા છે.

બજેટ દરખાસ્તો પર ચર્ચા

વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર આજના વેબિનારમાં બજેટ પ્રસ્તાવોને યોગ્ય રીતે અમલમાં મૂકવાની પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જ્યારે પક્ષકારો પાસેથી સૂચનો લેવામાં આવ્યા હતા. સરકારના કહેવા પ્રમાણે આ વેબિનાર દ્વારા તમામ પક્ષોને બજેટના પ્રસ્તાવો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સાથે સરકાર પ્રયાસ કરી રહી છે કે દરખાસ્તનો સંપૂર્ણ લાભ લેવા માટે રોકાણકારો અને વેપારીઓના અનુભવનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવે. જેથી બજેટમાં જાહેર કરાયેલી તમામ યોજનાઓનો પૂરેપૂરો લાભ લેવામાં આવે અને સમયસર ઉદ્દેશ્યો સિદ્ધ કરી શકાય.

ચર્ચામાં સ્માર્ટ એગ્રીકલ્ચર, પીએમ ગતિશક્તિ, સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા, ડિજિટલ શિક્ષણ, આરોગ્યસંભાળ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વેબિનારમાં ઉચ્ચ શિક્ષણ, ગ્રામીણ વિકાસ, કૃષિ, સંરક્ષણ, આરોગ્ય તેમજ DPIIT અને DIPAMના મંત્રાલયો અને વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.

બજેટમાં અર્થવ્યવસ્થાને વેગ આપવાની ક્ષમતા: PM

બીજી તરફ ગઈકાલે એક કાર્યક્રમમાં વડાપ્રધાને બજેટમાં લેવામાં આવેલા પગલાઓ વિશે વાત કરતા કહ્યું કે આ બજેટમાં સરકારે અર્થવ્યવસ્થામાં ઝડપી ગતિ જાળવી રાખવા માટે ઘણા પગલાં લીધા છે. તેમણે કહ્યું કે વિદેશી ભંડોળને પ્રોત્સાહિત કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ પર ટેક્સ ઘટાડીને નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (NIIF), GIFT સિટી અને ન્યૂ ફાઈનાન્સિયલ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (DFI) જેવી સંસ્થાઓ બનાવીને સરકારે નાણાકીય અને આર્થિક વૃદ્ધિને વેગ આપવાનો પ્રયાસ કર્યો છે.

વડાપ્રધાને કહ્યું કે ફાઈનાન્સ સેક્ટરમાં ડિજિટલ ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા હવે આગલા તબક્કામાં આગળ વધી રહી છે અને આજ પથ પર 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેન્કિંગ યુનિટની સ્થાપના અને સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી સરકારના વિઝનને રજૂ કરે છે. તેમણે કહ્યું કે 21મી સદીના ભારતની પ્રગતિને વેગ આપવા માટે દેશની પ્રાથમિકતામાં નાણાકીય સંસ્થાઓની ભાગીદારી મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : MEIL: તેલના કુવાની ડ્રિંલીંગમાં પણ આત્મનિર્ભર બન્યુ ભારત, દેશમાં જ બની વિશ્વની શ્રેષ્ઠ રિગ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati