સિંહનું મુખોટું પહેરી ATM મશીનમાં ચોરી કરવાના ઇરાદે પહોંચ્યો ચોર અને પછી જે થયું તે જુઓ Video

અમદાવાદમાં બેન્ક ઓફ મહારાષ્ટ્રનાં ATM મશીનમાં ચોરી કરવાના ઇરાદે ચોર પહોંચ્યો. કટર થી મશીન કાપી રૂપિયા મેળવે તે પહેલાં જ પોલીસે ચોરને પકડી લીધો. ચોરી કરવા માટે વ્યક્તિ અમુક સાધનો સાથે પહોંચ્યો હોવાની પોલીસને જાણ થતા પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ તાત્કાલિક એટીએમ પાસે પહોંચી હતી. 

સિંહનું મુખોટું પહેરી ATM મશીનમાં ચોરી કરવાના ઇરાદે પહોંચ્યો ચોર અને પછી જે થયું તે જુઓ Video
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Oct 05, 2023 | 9:04 PM

સામાન્ય રીતે ATM મશીનોમાંથી રૂપિયા ચોરી કરવાના પ્રયાસ થયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ATMમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે પોલીસ આવા લોકોને પકડી પાડતી હોય છે. પરંતુ અમદાવાદ જિલ્લાના સાણંદમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.

એક ચોર ATMમાં કટર સાથે પહોંચી મશીન કટ કરે તે પહેલા જ ચોરી કરતા સમયે જ પોલીસે આ ચોરને પકડી લીધો છે. સાણંદ પોલીસની સતર્કતા અને સજાગતાથી ATM મશીનમાંથી રૂપિયા ચોરી થાય તે પહેલા જ ચોરને પકડી લેવામાં આવ્યો છે. સાણંદની શિવકૃપા સોસાયટીની બાજુમાં આવેલા બેન્ક ઓફ મહારાષ્ટ્રના એટીએમમાં રાત્રિના સમયે એક વ્યક્તિ અમુક સાધનો સાથે પહોંચ્યો હોવાની પોલીસને જાણ થતા પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ તાત્કાલિક એટીએમ પાસે પહોંચી હતી.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

જ્યારે પોલીસ ATM પાસે પહોંચી ત્યારે ચોર કટર દ્વારા મશીન કટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે આ વ્યક્તિને પૂછપરછ કરતાં સામે આવ્યું કે તે ચોરી કરવા માટે આવ્યો હતો અને તેનું નામ પ્રશાંત ચોકસી હતું. જોકે આ ચોરીની સમગ્ર હકીકત જાણવા પોલીસે એટીએમ રૂમમાં લાગેલા સીસીટીવી પણ ચેક કર્યા હતા, ત્યારે ચોકાવનારી વિગતો સામે આવી હતી. સૌ પહેલા તો આ ચોર એટીએમ રૂમમાં મોઢા ઉપર કપડું બાંધીને પ્રવેશ્યો હતો ત્યારબાદ તે બહાર જઈને રમકડાના સિંહનું એક મૂખોટુ પહેરી લીધું હતું.

આ પણ વાંચો : Sajni Murder Mystery : Ahmedabadના સજની હત્યા કેસના આરોપી તરૂણ જિનરાજની સાયબર ક્રાઈમે દિલ્હીથી કરી ધરપકડ, જુઓ Video

ત્યારબાદ કાગળના ટુકડામાં સેલોટેપ મારેલી હતી જેને રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાની આગળ ચોંટાડી દીધી હતી અને ત્યારબાદ તે કટર દ્વારા મશીન કટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે તે દરમિયાન પોલીસ પહોંચતા જ પોલીસ દ્વારા પણ તેમની તાત્કાલિક રોકી અને ધરપકડ કરી લીધી હતી. હાલ તો સાણંદ પોલીસે આ ચોર પ્રશાંત ચોકસી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધ તેની ધરપકડ કરી છે અને આ ચોર દ્વારા અગાઉ આ રીતે ચોરી કરવામાં આવી છે કે કેમ અથવા તો તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે કેમ તેની વધુ તપાસ પણ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">