અમદાવાદઃ 8 ફેબ્રુઆરીએ વર્ષ 2008 સિરીયલ બ્લાસ્ટ કેસનો આવી શકે છે ચૂકાદો
સમગ્ર બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાહીદ્દીન દ્વારા સ્વીકારવામાં આવી હતી અને આ બ્લાસ્ટ કરવા પાછળનું એક માત્ર કારણ હતું વર્ષ 2002ના કોમી રમખાણનો બદલો. આ બોમ્બ બ્લાસ્ટમાં સૌ પ્રથમવાર ભારતમાં ઇન્ડીયન મુજાહીદ્દીનનું મોડ્યુલ સામે આવ્યું હતું.
આખરે જેની આતૂરતા પુર્વક રાહ જોવાઇ રહી હતી તે ઘડી આવી ચૂકી છે. 13 વર્ષના લાંબાગાળા બાદ આવતીકાલે (મંગળવારે) છે ન્યાયનો દિવસ, (Judgment) આવતી કાલે છે આતંકીઓને આકરી સજાનો દિવસ. વર્ષ 2008માં અમદાવાદ (Ahmedabad) એક પછી એક 21 સિરિયલ બ્લાસ્ટ (Serial blast)કરીને આતંકીએ અમદાવાદમાં આતંક મચાવ્યો હતો. અને 20 વિસ્તારો શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યા હતા. એ દિવસ હતો 26મી જુલાઇ 2008નો, શનિવારનો એ ગોઝારો દિવસ. કેટલાક નિર્દોષ નાગરિકો માટે રક્તરંજિત સાબિત થયો.
આ દિવસને દરેક અમદાવાદી અને ગુજરાતી કદી નહીં ભૂલી શકે. ક્યાંક મંદિર બહાર, તો ક્યાંક હોસ્પિટલની ઓપીડીમાં. ક્યાંક ફ્રુટની લારી નજીક, તો ક્યાંક પાનના ગલ્લા બહાર બોમ્બ બ્લાસ્ટ થયા અને અફરાતફરી સર્જાઇ. શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 56 નિર્દોષ નાગરિકોની બલી ચઢી, તો 244 જેટલા નાગરિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા. ત્યારે વર્ષ 2008 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ મામલે અમદાવાદની સ્પેશિયલ કોર્ટ આવતીકાલે (08-02-2022-મંગળવારે) ચુકાદો સંભળાવી શકે છે. વર્ષો બાદ આ કેસમાં ન્યાય મળી શકે છે. આપને જણાવી દઇએ કે અત્યાર સુધીની તપાસમાં 1 હજાર 163 સાક્ષીઓની જુબાની લેવાઇ ચૂકી છે. તેમજ કુલ 20 ફરિયાદ નોંધાઇ ચૂકી છે.
સમગ્ર બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાહીદ્દીન દ્વારા સ્વીકારવામાં આવી હતી અને આ બ્લાસ્ટ કરવા પાછળનું એક માત્ર કારણ હતું વર્ષ 2002ના કોમી રમખાણનો બદલો. આ બોમ્બ બ્લાસ્ટમાં સૌ પ્રથમવાર ભારતમાં ઇન્ડીયન મુજાહીદ્દીનનું મોડ્યુલ સામે આવ્યું હતું. એક સ્પેશિયલ ટીમને આ બ્લાસ્ટની તપાસ સોંપાઈ હતી. જે ટીમ દ્વારા 19 જ દિવસમાં કેસને ઉકેલી નાખવામાં આવ્યો હતો હતો. જેમાં 99 જેટલા આતંકીઓનું ઇનવોલમેન્ટ સામે આવ્યું હતું અને 82 જેટલા આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.
જ્યારે 3 આતંકીઓ પાકિસ્તાન ફરાર થવામાં સફળ રહ્યા. જ્યારે 3 આતંકીઓ દેશની અલગ અલગ જેલમાં સજા કાપી રહ્યા છે. ચાર્જશીટ દાખલ કર્યા બાદ શરૂ થયો કોર્ટ કાર્યવાહીનો સિલસિલો. કેસમાં 6000 જેટલા દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરાયા. તો 9 હજાર 800 પાનાની એક એવી 521 ચાર્જશીટ રજૂ કરવામાં આવી. તેમજ કુલ 521 ચાર્જશીટ મામલે 78 આરોપીઓ સામે લાંબા સમય બાદ દલીલો પૂર્ણ થઇ છે. ત્યારે 13 વર્ષ બાદ અમદાવાદની સ્પેશિયલ કોર્ટ આવતીકાલે (મંગળવારે) બોંબ બ્લાસ્ટ કેસનો ચુકાદો સંભાવશે. ત્યારે આ બ્લાસ્ટમાં ઘાયલ અને મૃતક પરિવારજનોને આવતી કાલે ન્યાય મળી શકે છે.
આ પણ વાંચો : Ahmedabad : બે મહિનાથી ઘર બંધ, કંપનીએ 43 હજાર રૂપિયાનું ગેસ બિલ મોકલ્યું
આ પણ વાંચો : આણંદ : દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત છેલ્લા 4 વર્ષમાં રૂ. 19.24 કરોડથી વધુની સાધન-સહાયના લાભ અપાયા