Ahmedabad : બે મહિનાથી ઘર બંધ, કંપનીએ 43 હજાર રૂપિયાનું ગેસ બિલ મોકલ્યું

અમદાવાદમાં બે મહિનાથી બંધ રહેલા ફ્લેટમાં રૂ. 43,668નું ઘરેલું PNG બિલ આવ્યું હતું. જ્યારે ફ્લેટમાં કોઈએ ગેસનો ઉપયોગ કર્યો ન હતો. આવું બિલ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

Ahmedabad : બે મહિનાથી ઘર બંધ, કંપનીએ 43 હજાર રૂપિયાનું ગેસ બિલ મોકલ્યું
Ahmedabad: Home closed for two months, the company sent a large amount of gas bill
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 11:07 PM

Ahmedabad : આ દિવસોમાં એલપીજી દેશભરમાં ખૂબ મોંઘો છે. શહેરોમાં, LPGને પાઇપલાઇનની મદદથી સિલિન્ડરો દ્વારા બદલવામાં આવે છે, જેને સ્થાનિક PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) કહેવામાં આવે છે. તેનું બિલ (BILL) પીએનજીના વપરાશ પ્રમાણે આવે છે, પરંતુ ગુજરાતના અમદાવાદ શહેરમાંથી એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં બે મહિનાથી બંધ પડેલા ફ્લેટમાં ગેસ કંપનીએ પીએનજીનું 43,668 રૂપિયાનું બિલ મોકલ્યું હતું. બિલ મળ્યા બાદ ઘરના માલિકે આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

બે મહિનાનું બિલ 43,668 રૂપિયા આવ્યું

મળતી માહિતી મુજબ, આ મામલો અમદાવાદ શહેરના દક્ષિણ બોપલ વિસ્તારનો છે. અહીંના એક એપાર્ટમેન્ટમાં રહેતી હીના પટેલને તાજેતરમાં ડિસેમ્બર 2021થી જાન્યુઆરી વચ્ચે 43,668 રૂપિયાનું ઘરેલું PNG બિલ મળ્યું હતું. તેમનું અદાણી ટોટલ ગેસ લિમિટેડ સાથે જોડાણ હતું. હીના આટલું ઊંચું બિલ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેણે કંપનીમાં ફરિયાદ નોંધાવી. જોકે, ફરિયાદ બાદ કંપનીએ બિલમાં સુધારો કર્યો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

બે મહિનાથી ઘર બંધ હતું

જે એપાર્ટમેન્ટને PNG બિલ મળ્યું છે તે સન સાઉથ પાર્કમાં આવેલ છે. ફ્લેટના માલિક હીના પટેલે જણાવ્યું કે, ફ્લેટ છેલ્લા બે મહિનાથી બંધ છે. ભાડુઆતએ નવેમ્બર 2021માં ફ્લેટ ખાલી કર્યો હતો. આ બિલ જોઈને અમે ચોંકી ગયા છીએ. મેં શનિવારે કંપનીના ગ્રાહક સંભાળમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ બાદ કંપનીએ બિલમાં સુધારો કર્યો

તેમણે કહ્યું કે ઇન્વોઇસમાં 3 ડિસેમ્બર, 2021 અને 30 જાન્યુઆરી, 2022 વચ્ચે 29.5 MMBTU (મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ)નો ગેસનો વપરાશ દર્શાવવામાં આવ્યો છે. જે 19 ફેબ્રુઆરીએ ભરવાની છે. મીડિયા સાથે શેર કરવામાં આવેલ બિલ અગાઉના મહિનાઓ માટે ગેસ વપરાશ પેટર્ન દર્શાવે છે. જેમાંથી જાણવા મળ્યું હતું કે એપાર્ટમેન્ટના માલિકે જૂનથી ડિસેમ્બર 2021 વચ્ચે 0.266 mmBtu અને PNGનો 0.87 mmBtu વપરાશ કર્યો હતો.

ઘરના માલિકની ફરિયાદ બાદ કંપનીએ બિલમાં સુધારો કર્યો. કંપનીના જણાવ્યા અનુસાર, કેટલીક ટેકનિકલ સમસ્યાના કારણે ખોટું રીડિંગ મોકલવામાં આવ્યું હતું. બાદમાં નવા બિલમાં 0.41 MMBTU રીડિંગ છે. જેનું બિલ 25.52 રૂપિયા આવ્યું હતું.

સૌજન્ય : ઝી મીડિયા

આ પણ વાંચો : આણંદ : દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત છેલ્લા 4 વર્ષમાં રૂ. 19.24 કરોડથી વધુની સાધન-સહાયના લાભ અપાયા

આ પણ વાંચો : નવસારી નગરપાલિકાના વેરામાં વધારાને લઇને પ્રજાજનોમાં રોષ, પ્રાથમિક સુવિધાના નામે મિંડુ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

g clip-path="url(#clip0_868_265)">