Ahmedabad: IIM બ્રિજ પાસે થયેલી 25 લાખની લૂંટ મામલે ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા, લૂંટમાં સામેલ મહિલા આરોપીની ધરપકડ

Ahmedabad: IIM બ્રિજ પાસે થયેલી 25 લાખની લૂંટ મામલે ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. લૂંટમાં સામેલ મહિલા આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. મહિલાએ તેના સાગરીત સાથે મળી શહેરમાં બે લૂંટને અંજામ આપ્યો હતો. ક્રાઈમ બ્રાંચે મહિલા પાસેથી 10 લાખ કેશ પણ કબ્જે કર્યા છે. IIM બ્રિજ નજીક બાઈક પર જઈ રહેલા આંગડિયાકર્મી સાથે અકસ્માત બાબતની માથાકૂટ કરી 25 લાખ ભરેલી બેગ લઈ ફરાર ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા. જેમા આ મહિલા પણ સામેલ હતી.

Ahmedabad: IIM બ્રિજ પાસે થયેલી 25 લાખની લૂંટ મામલે ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા, લૂંટમાં સામેલ મહિલા આરોપીની ધરપકડ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Sep 16, 2023 | 10:38 PM

Ahmedabad: IIM બ્રિજ પાસે થયેલી 25 લાખની લૂંટ મામલે ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. લૂંટના ગુનામાં સંડોવાયેલી મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી, જોકે ડૉક્ટરના વેશમાં ફરતી મહિલાએ બે લૂંટને અંજામ આપી હોવાની હકીકત સામે આવી છે. સાથે જ મહિલા આરોપી પાસેથી દસ લાખની રોકડ રકમ પણ કબજે કરવામાં આવી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલી મહિલા આરોપીનું નામ રેખા માલી છે. મૂળ સરદારનગર છારાનગરની મહિલા જે હાલ ખોખરા ભાઈપુરા વિસ્તારની રહેવાસી છે. આ શાતિર મહિલાએ તેના સાગરીત નકુલ તમંચે સાથે મળી શહેરના અલગ અલગ વિસ્તારમાં બે લૂંટને અંજામ આપી ચુકી છે.

ક્રાઈમ બ્રાંચે મહિલા આરોપી પાસેથી જપ્ત કર્યા 10 લાખ કેશ

મહિલા આરોપી પાસેથી ક્રાઈમ બ્રાન્ચે દસ લાખની રોકડ કબજે કરી છે. સાથે જ તેની પૂછપરછમાં એલિસ બ્રિજ વિસ્તારમાં થયેલી સાડા ત્રણ લાખની લૂંટ અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આઇઆઇએમ બ્રિજ પાસે થયેલી 25 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. જોકે આ ગુનામાં તેનો સહ આરોપી નકુલ તમંચે ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આંગડિયાકર્મી સાથે થયેલી 25 લાખની લૂંટ કેસનો અન્ય આરોપી નકુલ તમંચે હજુ ફરાર

ઝડપાયેલ આરોપી રેખા તેના અન્ય ત્રણ સાગરીતો સાથે મળી આંગડિયા પેઢીની બહાર વોચ રાખતી હતી અને જેવો કોઈ શખ્સ તેમના ધ્યાને આવે તરત જ તેની રેકી કરી લૂંટને અંજામ આપતા હતા. રેખાની સાથે રહેલા અન્ય ત્રણ આરોપીઓમાં નકુલ તમંચે તેનો ડ્રાઇવર રહેતો અને અન્ય વાહન પર બીજા બે યુવકો રહેતા હતા. તેઓ કોઈપણ બહાને ભોગ બનનારને રોકી અકસ્માત કર્યાનો ડોળ કરી વાતોમાં રાખતા અને નકુલ તથા રેખા રોકડ ભરેલો થેલો લઈને ફરાર થઈ જતા હતા. સાથે જ રેખા ડૉક્ટરો પહેરે તેવું સફેદ કલરનું એપ્રોન પહેરતી હતી. જેથી કોઈને તેના પર શક ન જાય અને ગુનાને અંજામ આપી તેઓ ફરાર થઈ શકે. CCTV ફુટેજને આધારે મહિલા આરોપી રેખાની ધરપકડ કરાઈ છે.

આ પણ વાંચો: Breaking News: ચોમાસુ સત્રના અંતિમ દિવસે પબ્લિક યુનિવર્સિટી બિલ- 2023 વિધાનસભામાં પાસ, કોંગ્રેસે ખાનગી યુનિવર્સિટીને પણ બિલમાં સમાવવા કરી માગ

સહઆરોપી નકુલ અલગ અલગ આઠ પોલીસ સ્ટેશનના લૂંટના ગુનાઓમાં સંડોવાયેલો

રેખા માલીની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તેની સાથે રહેલો સહ આરોપી નકુલ અલગ અલગ આઠ પોલીસ સ્ટેશનના લૂંટના ગુનાઓમાં સંડોવાયેલો છે.  તેના બે અન્ય સાગરિતો વિશે પોતે કંઈ ન જાણતી હોવાનું જણાવી રહી છે. ત્યારે નકુલની ધરપકડ બાદ લૂંટ તથા નજર ચૂકવી ચોરી કરવાની અન્ય ગુનાઓના પણ ભેદ ઉકેલાય તેવી શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video