Breaking News: ચોમાસુ સત્રના અંતિમ દિવસે પબ્લિક યુનિવર્સિટી બિલ- 2023 વિધાનસભામાં પાસ, કોંગ્રેસે ખાનગી યુનિવર્સિટીને પણ બિલમાં સમાવવા કરી માગ

Gandhinagar: કોંગ્રેસના વિરોધ વચ્ચે ચોમાસુ સત્રના અંતિમ દિવસે પબ્લિક યુનિવર્સિટી બિલ વિધાનસભામાં પાસ થયુ છે. આ બિલ પાસ હવે રાજ્યની 11 યુનિવર્સિટીની સત્તા સરકાર પાસે રહેશે. બિલ અંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં જણાવ્યુ કે તમામ 11 યુનિવર્સિટીઓ અલગ અલગ બંધારણ હેઠળ ચાલતી હોવાથી એકસૂત્રતા જાળવવા આ બિલ લવાયું છે. આ બિલથી યુનિવર્સિટીઓને સંપૂર્ણ સ્વાયત્તતા મળશે. બોર્ડ ઓફ મેનેજમેન્ટનું માળખુ IIT, IIM જેવુ રહેશે. આ તરફ કોંગ્રેસના શૈલેષ પરમારે સરકારને વળતો સવાલ કર્યો હતો કે જો પ્રજાહિતની જ વાત હોય તો પ્રાઈવેટ યુનિવર્સિટીઓનો સમાવેશ કેમ નહીં. રાજ્યની 90થી વધારે ખાનગી યુનિવર્સિટીને આ બિલ અંતર્ગત કેમ સમાવાઈ નથી.

Breaking News: ચોમાસુ સત્રના અંતિમ દિવસે પબ્લિક યુનિવર્સિટી બિલ- 2023 વિધાનસભામાં પાસ, કોંગ્રેસે ખાનગી યુનિવર્સિટીને પણ બિલમાં સમાવવા કરી માગ
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 16, 2023 | 7:19 PM

Gandhinagar: વિધાનસભાના ચોમાસુ સત્રના ચોથા અને અંતિમ દિવસે પબ્લિક યુનિવર્સિટી બિલ વિધાનસભામાં પાસ થયુ છે. કોંગ્રેસ પહેલેથી જ આ બિલના વિરોધમાં છે અને ગૃહમાં પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ બિલની જોગવાઈઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિધાનસભામાં પબ્લિક યુનિવર્સિટી એક્ટ પર અંદાજીત 6 કલાકની ચર્ચા અને 15 થી વધુ સભ્યોએ પોતાના મંતવ્યો આપ્યા બાદ બહુમતીથી પસાર થયો. આ એક્ટ પસાર થયા બાદ પબ્લિક યુનિવર્સિટીની કોમન પરીક્ષા, કોમન પ્રવેશ અને કોમન સિલેબસ સહિતની બાબતમાં એકસૂત્રતા આવશે.

પબ્લિક યુનિવર્સિટી બિલની મહત્વની જોગવાઈ

 • અત્યારે કુલપતિની ત્રણ વર્ષની ટર્મમાં વધારો કરી 5 વર્ષ કરવામાં આવ્યા છે.
 • યુનિવર્સિટીના સંચાલન માટે બોર્ડ ઓફ ગવર્નન્સ, એકેડેમિક અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બનશે
 • બોર્ડ ઓફ ગવર્નન્સમાં સરકારી વ્યક્તિઓની ભૂમિકા નહીં હોય. સમાજના અલગ અલગ વિષયના નિષ્ણાતોને સ્થાન મળશે
 •  રાજ્યની 10 યુનિવર્સિટીઓના ચાન્સેલર રાજ્યપાલ  રહેશે
 • વડોદરાની MS યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીની ગાયકવાડ રહેશે. ગાયકવાડ પરિવારે યુનિવર્સિટી માટે જમીન આપી હોવાથી તેમને સન્માન આપવા આ નિર્ણય
 •  યુનિવર્સિટીઓમાં સેનેટ અને સિન્ડિકેટ સભ્યો ભૂતકાળ બનશે અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ આવશે
 •  11 પબ્લિક યુનિવર્સિટીઓ માટે હવે એક બંધારણ રહેશે
 • યુનિવર્સિટીના પોતાના સક્ષમ સત્તામંડળની મંજૂરીથી નવા પ્રોગ્રામ્સ, નવા સિલેબસ શરૂ કરવા સ્વાયત્ત રહેશે
 • યુનિવર્સિટી એક્ટર્નલ તરીકે વિદ્યાર્થીઓને ડિગ્રી આપી શકશે
 • ઓનલાઈન કોર્સ તૈયાર કરી દૂરવર્તી પાઠ્યક્રમો પણ ચલાવી શકશે

સરકારના મંત્રી ઋષિકેશ પટેલે બિલ અંગે જણાવ્યુ કે પબ્લિક યુનિવર્સિટી એક્ટ બાદ 11 યુનિવર્સિટીની સત્તા સરકાર પાસે રહેશે. જેમા આ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

 •  મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા
 •  ગુજરાત યુનિવર્સિટી
 • સરદાર પટેલ યુનિવર્સિટી
 •  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
 • મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનર્વિસટી
 • હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી
 • ડૉકટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
 • ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનવર્સિટી
 •  ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી
 • ગુરુ ગોવિંદ યુનિવર્સિટી
 • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનવર્સિટી

બિલથી અધ્યાપકોની સ્વાયત્તતા છીનવાય એવી કોઈ જોગવાઈ નહીં- ઋષિકેશ પટેલ

વિધાનસભા ગૃહમાં પબ્લિક યુનિવર્સિટી બિલ પર સભ્યોની ચર્ચા બાદ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે આ બિલથી યુનિવર્સિટીઓને સંપૂર્ણ સ્વાયત્તતા મળશે. બોર્ડ ઓફ મેનેજમેન્ટનું માળખું IIT અને IIM જેવું રહેશે. જે સંપૂર્ણ સ્વાયત્ત હશે. જેમાં સરકારી અધિકારી નહીં હોય. કોઈપણ વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણથી વંચિત ના રહે એ બાબતને ધ્યાને રાખતા આજે 108 યુનિવર્સિટી છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટ સંપૂર્ણ સ્વાયત્ત હશે. વધુમાં ઋષિકેશ પટેલે ઉમેર્યુ કે સરકારી કોલેજોના છેલ્લા પાંચ વર્ષમાં 379 અધ્યાપકોની ભરતી અને ગ્રાન્ટેડ કોલેજોના 654 અધ્યાપકોની ભરતી કરાઈ છે. મંત્રીએ સ્પષ્ટ કર્યુ કે આ બિલમાં અધ્યાપકોની સ્વાયત્તતા છીનવાય એવી કોઈપણ જોગવાઈ નથી. યુનિવર્સિટીની મિલકતો તબ્દિલ કરવાની જોગવાઈ પણ આ બિલમાં નથી.

Rathyatra 2024 : અમદાવાદમાં જળયાત્રાને લઈને તૈયારીઓ, જાણો શું હશે ખાસ
આજનું રાશિફળ તારીખ : 21-06-2024
ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર વાળા લોકોની લાઈફ કેટલી હોય છે?
ગરમીમાં આ 5 બિયર રૂપિયા 150 સુધીના ભાવમાં મળશે, જાણો નામ
ઘરે કુંડામાં પણ ઉગાડી શકાય છે ચા પત્તીનો છોડ, જાણી લો આ સંપૂર્ણ પ્રોસેસ
ચા પીધા પહેલા પાણી પીવું કેમ જરૂરી છે? જાણી લો

આ પણ વાંચો: Breaking News: વિધાનસભા ગૃહમાં OBC અનામત બિલ રજૂ કરાયુ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે રજૂ કર્યો પ્રસ્તાવ

પ્રાઈવેટ અને પબ્લિક યુનિવર્સિટી માટેનો કાયદો એકસરખો હોવો જોઈએ- શૈલેષ પરમાર

બિલ અંગે કોંગ્રેસના શૈલેષ પરમારે ટકોર કરી કે કોમન એક્ટ ચાલે પરંતુ કોમન સિલેબસ ના ચાલે. તેમણે સરકારને સવાલ કર્યો કે જો પ્રજાહિતની વાત જ હોય તો રાજ્યની 90 થી વધારે ખાનગી યુનિવર્સિટીનો આ બિલમાં કેમ સમાવેશ કરાયો નથી? શૈલેષ પરમારે કહ્યુ પ્રાઈવેટ અને પબ્લિક યુનિવર્સિટી માટેનો કાયદો એકસરખો હોવો જોઈએ. આ સાથે તેમણે જણાવ્યુ કે રાજ્યમાં મેડિકલ યુનિવર્સિટી અંગેના બિલની પણ જરૂર છે. બિલને કમિટીમાં મુકી સુધારા સાથએ રજૂ કરવુ જોઈએ.

બિલથી શૈક્ષણિક કર્મચારી સરકારી કર્મચારી બની જશે- અમિત ચાવડા

અમિત ચાવડાએ પબ્લિક યુનિવર્સિટી બિલની જોગવાઈનો વિરોધ કરતા આક્ષેપ કર્યો કે આ બિલથી 11 યુનિવર્સિટીની સ્વયત્તા છીનવાઈ જશે. બિલ પાસ થવાથી સેનેટ-સિન્ડીકેટ પ્રથા બંધ થશે. જેના કારણે સારું પ્રતિનિધિત્વ નહીં મળે. મેનેજમેન્ટ કાઉન્સિલમાં સરકારના માનીતા લોકોનો સમાવેશ થશે. યુનિવર્સિટીની જમીનો સરકાર ટ્રાન્સફર કે ભાડે આપી શકશે. બિલથી શૈક્ષણિક કર્મચારી સરકારી કર્મચારી બની જશે. યુનિવર્સિટીના કર્મચારી કે અધ્યાપકની અભિવ્યક્તિની આઝાદી છીનવાશે. અધ્યાપકોની ટ્રાન્સફરની જોગવાઈથી તેમને ગુલામ બનાવવાનો પ્રયાસ થશે. ટ્રાન્સફરની જોગવાઈઓના કારણે કર્મચારીઓમાં ડરનો માહોલ ઉભો થશે. વધુમાં ચાવડાએ ઉમેર્યુ કે ગુજરાતના શૈક્ષણિક વારસાને હાનિ પહોંચાડનારુ આ બિલ સાબિત થશે. યુનિવર્સિટીઓની શૈક્ષણિક, ફાયનાન્શિયલ અને એકેડમિક ઓટોનમી ખતમ થશે. યુનિવર્સિટીમાં નિમણૂકો સરકારના યસમેનની જ થશે. વિદ્યાર્થીઓ-યુનિવર્સિટી સ્ટાફના ન્યાય માટે લડતાં લોકો દૂર થઈ જશે. બિલની જોગવાઈઓના કારણે કોંગ્રેસ પક્ષ વિરોધ કરે છે

રાજ્યની 88 યુનિવર્સિટી પાસે નેક એક્રિડેશન નથી- અર્જુન મોઢવાડિયા

પબ્લિક યુનિવર્સિટી બિલ અંગે કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ કે સરકાર શિક્ષણને પોતાનુ દાસ બનાવવા માગે છે. આ બિલથી સેનેટ પ્રથા ખતમ થઈ જશે, કોઈ યુવા નેતા મંત્રી નહીં બની શકે. વધુમાં તેમણે જણાવ્યુ કે અત્યાર સુધી દાતાઓ યુનિવર્સિટીમાં દાન આપી વહીવટમાં જોડાઈ શક્તા હતા. સરકાર ગ્રાન્ટ ફાળવે કે ન ફાળવે સંચાલન યુનિવર્સિટી કરતી હતી.આ બિલ આવતા અધ્યાપકો તેમના જ્ઞાનનો લાભ છાપા કે મીડિયામાં નહીં આપી શકે. શિક્ષણ સાથે અપરાધ કરવાનુ કામ ભાજપ સરકાર કરે છે. ટોપની કોલેજો કે યુનિવર્સિટીઓમાં ગુજરાતની એકપણ કોલેજ નથી. રાજ્યની 108 માંથી 88 યુનિવર્સિટી પાસે નેક એક્રિડેશન નથી. બિલથી અધ્યાપકોમાં સરકારની ચમચાગીરી કરવાની હોડ લાગશે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">