અમદાવાદમાં લો ગાર્ડન પાથરણા બજાર શનિવારથી ફરી શરૂ થશે, પોલીસે આપી મંજૂરી

અમદાવાદના લો ગાર્ડન પાથરણા બજારના વેપારીઓ દ્વારા છેલ્લા પાંચ દિવસથી ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું હતું. તેમજ છેલ્લા બે મહિનાથી પોલીસે ધંધા રોજગાર બંધ કરાવ્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Oct 30, 2021 | 6:56 AM

અMદાવાદના (Ahmedabad) લો- ગાર્ડન (Law Garden) વિસ્તારમાં પાથરણા બજારના(Street Hawkers) વેપારીઓ દ્વારા ધંધા રોજગાર શરૂ કરવા કરેલા આંદોલનની જીત થઈ છે. જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા ધરણાં પર બેઠેલા લોકોને શુક્રવારે મોડી સાંજે પારણા કરાવવામાં આવ્યા હતા. તેમજ શનિવારથી ધંધા રોજગાર શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ વેપારીઓ દ્વારા છેલ્લા પાંચ દિવસથી ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું હતું. તેમજ છેલ્લા બે મહિનાથી પોલીસે ધંધા રોજગાર બંધ કરાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનાથી પોલીસ દ્વારા પાથરણા બજાર બંધ કરાવી દેવામાં આવ્યું હતું. જેની માટે પાથરણા ધારકોએ આખરે ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગાવ્યું હતું. જેમાં 10 લોકો છેલ્લા પાંચ દિવસથી ભૂખ હડતાળ પર બેઠા હતા તેમાંથી પાંચ લોકોની હાલત બગડી હતી. તેમજ આ લોકોની પોલીસ તંત્ર દ્વારા કોઇ પણ લેવામાં આવી ન હતી. જો કે ભૂખ હડતાળ બાદ એક મહિલાની હાલત લથડતા તેમને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જો કે આ મામલે આખરે પોલીસે આગળ આવીને ઉપવાસ પર બેઠેલા લોકોને પારણા કરાવ્યા હતા તેમજ કોરોના ગાઈડ લાઇનના પાલન સાથે ફ્રી બજાર શરૂ કરવા માટે મંજૂરી આપી હતી , આમ છેલ્લા બે મહિનાથી બંધ લો ગાર્ડન પાથરણા બજાર શનિવારથી ફરી શરૂ થશે.

આ પણ વાંચો : દિવાળી આવી તેજી લાવી : સુમસામ ભાસતી અમદાવાદની બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી

આ પણ વાંચો : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભાની પેટાચૂંટણી, 30 ઓક્ટોબરે યોજાશે મતદાન

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati