સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભાની પેટાચૂંટણી, 30 ઓક્ટોબરે યોજાશે મતદાન
દેશના દાદરા અને નગર હવેલી સહિત લોકસભાની ત્રણ બેઠકો પર 13 રાજ્યોમાં ફેલાયેલી વિધાનસભાની 29 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે શનિવારે મતદાન થશે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli)ની લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે 30 ઓક્ટોબરે મતદાન યોજાશે. જેને લઈ પ્રશાસને તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત અને શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર વિરુદ્ધ ખરાખરીનો અને પ્રતિષ્ઠા ભર્યો જંગ જામ્યો છે.ત્યારે મતદાન પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ ઇવીએમ સાથે મતદાન મથકો પર રવાના થયા છે.
આ ચૂંટણીમાં પ્રદેશના 2.58 લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.મતદાન માટે 333 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી યોજાય તે માટે 10 પેરામિલિટરી ફોર્સની કંપનીઓ તૈનાત કરાઈ છે. સાથે સાથે બોર્ડર એરિયામાં 18 સ્ટ્રેટિક ટિમ, 33 સેકટર મેજિસ્ટ્રેટ અને 27 સેકટર પોલીસ ઓફિસરો નજર રાખશે.ત્યારે આવતીકાલે યોજાનાર મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે પ્રશાસને તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.
દેશના દાદરા અને નગર હવેલી સહિત લોકસભાની ત્રણ બેઠકો પર 13 રાજ્યોમાં ફેલાયેલી વિધાનસભાની 29 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે શનિવારે મતદાન થશે.મતદાન પ્રક્રિયા દરમિયાન પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થાની સાથે કોવિડના નિવારણ માટેના પગલાં પણ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. મોટાભાગની સીટો પર મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થશે.