દિવાળી આવી તેજી લાવી : સુમસામ ભાસતી અમદાવાદની બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી
Diwali 2021 : અમદાવાદના રાયપુર બજારમાં ફટાકડા સહિત રંગોળી માટેની ખરીદી કરતા નાગરિકો જોવા મળ્યા.
AHMEDABAD : આખરે સુમસામ ભાસતા અમદાવાદના બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી અને વેપારીઓને દિવાળી સારી જવાની આશા બંધાઇ. દિવાળીનો તહેવાર હવે હાથવેંતમાં છે ત્યારે અંતિમ ઘડીએ બજારોમાં દિવાળી નિમિત્તે ખરીદી કરવા ગ્રાહકોની ભીડ જોવા મળી.અમદાવાદના રાયપુર બજારમાં ફટાકડા સહિત રંગોળી માટેની ખરીદી કરતા નાગરિકો જોવા મળ્યા.સાથે જ આવી જ અન્ય બજારોમાં પણ જોવા મળી રહી છે.જોકે આ વર્ષે મોંઘવારીનો માર દિવાળીના તહેવાર પર જોવા મળી રહ્યો છે.
ફટાકડાની કિંમતોમાં 25 ટકાનો વધારો નોંધાયો છે.તો અન્ય ચીજવસ્તુઓના ભાવો પણ વધ્યા છે.જોકે નાગરિકો ઓછી ખરીદી કરીને પણ તહેવારો ઉજવવા મક્કમ જોવા મળી રહ્યા છે. દિવાળી અને અન્ય તહેવારો પર રાજ્યના 8 મહાનગરોના નાગરિકોને દિવાળી પર્વે રાજ્ય સરકારે નિયમોમાં મોટી રાહત આપી છે અને રાત્રી કરફ્યૂના નિયમોમાં ફેરફાર કર્યો છે. રાજ્યના 8 મહાનગરોમાં હવે રાત્રીના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી જ કરફ્યૂ રહેશે. એટલે કે દિવાળી, બેસતુ વર્ષ અને છઠ્ઠ પૂજા જેવા કાર્યક્રમોની નાગરિકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકશે. પ્રતિબંધોમાં છૂટછાટ સાથે સિનેમાગૃહો હવે 100 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. તો સ્નેહમિલન કાર્યક્રમોમાં પણ 400 લોકોને એકઠાં થવાની છૂટ આપવામાં આવી છે.
બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
