AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : SVPI એરપોર્ટ પર આજથી સમર કાર્નિવલ 2023 શરુ, 70 દિવસ સુધી મળશે ખરીદી અને મુસાફરીને યાદગાર બનાવતી વિવિધ ઓફર્સ

Ahmedabad News : વેકેશનમાં 100થી વધુ જાતના ડિસ્કાઉન્ટ્સ સાથે ખરીદી અને મુસાફરીને યાદગાર બનાવવા એરપોર્ટ તરફથી વિવિધ ઓફર્સ સાથે આ કાર્નિવલની આજથી શરુઆત થઇ છે. ગત વર્ષે ખૂબ વખાણાયેલો સમર કાર્નિવલ આ વર્ષે 23મી એપ્રિલથી 70 દિવસ સુધી ચાલશે.

Ahmedabad : SVPI એરપોર્ટ પર આજથી સમર કાર્નિવલ 2023 શરુ, 70 દિવસ સુધી મળશે ખરીદી અને મુસાફરીને યાદગાર બનાવતી વિવિધ ઓફર્સ
Darshal Raval
| Edited By: | Updated on: Apr 23, 2023 | 7:37 AM
Share

ઉનાળુ વેકેશનમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સમર કાર્નિવલ 2023 શરુ થયુ છે. વેકેશનમાં 100થી વધુ જાતના ડિસ્કાઉન્ટ્સ સાથે ખરીદી અને મુસાફરીને યાદગાર બનાવવા એરપોર્ટ તરફથી વિવિધ ઓફર્સ સાથે આ કાર્નિવલની આજથી શરુઆત થઇ છે. ગત વર્ષે ખૂબ વખાણાયેલો સમર કાર્નિવલ આ વર્ષે 23મી એપ્રિલથી 70 દિવસ સુધી ચાલશે.

આ પણ વાંચો-Narmada: એકતાનગરમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં જોવા મળ્યો એક ભારત શ્રેષ્ઠ ભારતનો નજારો

મુસાફરોને મળશે વિવિધ ઓફર્સ

કાર્નિવલ અંતર્ગત શોપોહોલિક અને ખાણીપીણીના રસીયાઓ માટે 100+ ઑફર્સ સાથે સમર કાર્નિવલ 2જી જુલાઈ સુધી ચાલુ રહેશે. મુસાફરોને ફૂડ એન્ડ બેવરેજીસ કોમ્બોઝ, કોમ્પ્લિમેન્ટરી એડ-ઓન્સ, ડિસ્કાઉન્ટ સાથે નવી પ્રોડક્ટ લોન્ચ, પેકેજ ડીલ્સ, BOGO વગેરે જેવી પસંદગીઓ મળશે. એટલું જ નહી, ઑફર્સની સાથો-સાથ મુસાફરોને અવનવી સરપ્રાઈઝ પણ મળશે.

એરપોર્ટ પર વિવિધ આકર્ષણો ઊભા કરાયા

મુસાફરીના અનુભવને વધુ આનંદદાયક બનાવવા એરપોર્ટ પર સેલ્ફી બૂથ, એન્ગેજમેન્ટ ઝોન અને એન્ગેજમેન્ટ કિઓસ્ક જેવા આકર્ષણો આકર્ષક સજાવટ સાથે ઉભા કરવામાં આવ્યા છે. સમર કાર્નિવલમાં પ્રવાસીઓને ખાદ્યપદાર્થો, પીણાં અને રિટેલના વિવિધ આઉટલેટ્સની મજા માણી શકશે. જેમાં વિવિધ બ્રાન્ડના 30થી વધુ આઉટલેટ્સ ઉપલબ્ધ હશે. જે T-1 અને T-2 બંને ટર્મિનલના વિવિધ વિસ્તારોમાં રહેશે.

ડિજિટલ શોપિંગની મજા માણી શકાશે

એરપોર્ટ પર શોપિંગને વધુ સરળ બનાવવા અદાણી વન એપ્લીકેશનનો ઉપયોગ પણ કરી શકે છે. જેમાં મુસાફરો ખરીદીનો અનોખો અનુભવ કરી શકશે. ઝડપી શોપિંગ માટે એરપોર્ટ પર QR કોડ રાખવામાં આવશે. જેને સ્કેન કરવાથી એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા અનેક ઑફર્સ મોબાઈલ પર જાણી શકશો.

SVPI એરપોર્ટ અમદાવાદને 39 ડોમેસ્ટિક અને 19 ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન્સ સાથે 9 ડોમેસ્ટિક અને 17 ઈન્ટરનેશનલ એરલાઈન્સ સાથે જોડે છે. વળી ઉનાળુ સમયપત્રકની શરૂઆતથી અમાવાદીઓને આ ઉનાળામાં મુસાફરી કરવા માટે પૂરતા વિકલ્પો પૂરા પાડવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
g clip-path="url(#clip0_868_265)">