Ahmedabad: કાંકરિયા પ્રાણી સંગહાલયમાં પશુપક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા કરાઈ વિશેષ વ્યવસ્થા, પ્રાણીઓના પાંજરા બહાર મુકાયા એરકુલર

Ahmedabad: હાલ કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ત્યારે અબોલ પશુપક્ષીઓની હાલત પણ કફોડી બની છે. ત્યારે આ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રહેલા પશુપક્ષીઓને અસહ્ય તાપ અને ગરમીથી રાહત આપવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમા પ્રાણીઓ ગ્રીન નેટ માટે કૂલર સહિતની વ્યવસ્થા કરાઈ છે.

Ahmedabad: કાંકરિયા પ્રાણી સંગહાલયમાં પશુપક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા કરાઈ વિશેષ વ્યવસ્થા, પ્રાણીઓના પાંજરા બહાર મુકાયા એરકુલર
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 14, 2023 | 5:37 PM

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આકાશમાં સૂર્યનારાયણ દેવ અગનગોળા વરસાવી રહ્યા છે. લોકો ગરમી અને તાપથી તોબા પોકારી ઉઠ્યા છે. તેમાં પણ રાજ્યમાં 44.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર નોંધાયુ છે. હાલ લોકો ગરમીથી બચવા વિવિધ પ્રયાસો કરી રહ્યા છે તો બીજી તરફ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે અબોલ પશુપક્ષીઓને ગરમીમાં રાહત આપવા તેમજ મુલાકાતીઓને બહાર કરતા ઓછી ગરમી લાગે તે માટે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો કરાઈ રહ્યા છે. અબોલ પશુ પક્ષીઓ માટે ઍરકુલર મુકવામાં આવ્યા છે. અબોલ પશુ-પક્ષીઓ અને લોકો માટે સીધી ગરમી ન લાગે તે માટે ગ્રીન નેટ પણ લગાવવામાં આવી છે. નેટ પર સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

પ્રાણીઓના પાંજરા ઉપર ગ્રીન નેટ મુકી તાપમાન ઘટાડવાનો પ્રયાસ

સતત પાણીના છંટકાવ અને ગ્રીન નેટને કારણે બહાર કરતા પ્રાણીઓના પાંજરાના તાપમાનમાં ઘટાડો લાવી લોકોને ગરમીમાં રાહત આપી શકાય છે. એક અંદાજ પ્રમાણે તંત્રની આ વ્યવસ્થાથી બહારના તાપમાન કરત અંદરના તાપમાનમાં અંદાજે પાંચ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. જેથી લોકોને ગરમીમાં સારી એવી રાહત મળે છે અને માટે જ ગરમી વચ્ચે પણ કાકરીયા પ્રાણી સંગ્રહાલય ખાતે મુલાકાત માટટે લોકોની ભીડ પણ જોવા મળે છે.

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી રાહત આપવા વિશેષ વ્યવસ્થા કરાઈ

છેલ્લા 10 દિવસથી રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હાલ અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યુ છે તેમજ અમદાવાદમાં આજે ઓરેંજ એલર્ટ અને આવતીકાલથી યલો એલર્ટ પણ આપવામાં આવ્યુ છે. એટલે કે હજુ પણ ગરમી યથાવત રહેવાની છે. જે ગરમી દરમિયાન કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે આવનારા સહેલાણીઓએ પણ ગરમીમાં રાહત મળી હોવાનુ જણાવી રહ્યા છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

સિઝનની સૌથી વધુ ગરમી અમદાવાદમાં નોંધાઈ

આ તરફ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર અમદાવાદ રહ્યુ છે. સિઝનની સૌથી વધુ ગરમી અમદાવાદમાં નોંધાઈ છે. અમદાવાદમાં 44.7 ડિગ્રી તાપમાન પહોંચ્યુ છે. અમદાવાદ ઍૅરપોર્ટ પર 45.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે ગાંધીનગરમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમરેલી, રાજકોટ અને વડોદરામાં 43 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ભુજમાં 41 ડિગ્રી, ીસામાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ તરફ સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં 42 ડિગ્રી, કંડલામાં 40 ડિગ્રી તાપમાન રહ્યુ જ્યારે ભાવનગરમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમદાવાદમાં આજે પણ ઓરેન્જ એલર્ટ અપાયુ છે.

આ પણ વાંચો: Gujarat Weather Forecast : રાજ્યમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત, આજે પારો 1-2 ડિગ્રી ગગડશે

રાજ્યમાં 13 મે સુધીમાં હીટ સ્ટ્રોકના 30 કેસ નોંધાયા

ગરમીને કારણે હીટસ્ટ્રોકના કેસમાં પણ વધારો થયો છે. 108 ઈમરજન્સી દ્વારા જાહેર કરાયેલા હીટ સ્ટ્રોકના આંકડા મુજબ રાજ્યમાં 13 મે ના રોજ 7 હીટસ્ટ્રોકના કેસ નોંધાયા. આ 7 પૈકી 3 કેસ પોરબંદરના, વડોદરાના 2 અને મોરબી અને પંચમાલમાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં 13 સુધીમાં 30 હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા છે.

ગુજરાત સહિત  અમદાવાદ શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">