Operation Kaveri 2023: સુદાનથી અત્યાર સુધીમાં 798 ભારતીયો પરત ફર્યા, દિલ્હી પહોચતા લોકોએ નરેન્દ્ર મોદી જિંદાબાદના લગાવ્યા નારા, જુઓ દિલધડક VIDEO
અત્યાર સુધીમાં 798 ભારતીય નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાનું એક C-130J લશ્કરી પરિવહન વિમાન ગુરુવારે 128 ભારતીયો સાથે જેદ્દાહ પહોંચ્યું હતું. તે જ સમયે, 360 નાગરિકો ગઈકાલે રાત્રે કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા જેદ્દાહથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યા હતા.
સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો સામસામે છે અને બંને વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હાલમાં 72 કલાક માટે યુદ્ધવિરામ ચાલી રહ્યો છે. આ દરમિયાન ભારતે સુદાનમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટે મોટા પાયા પર પ્રયાસો તેજ કર્યા છે. ત્યારે ભારતીયોને પરત લાવવા ઓપરેશન કાવેરી ચલાવામાં આવી રહ્યું છે.
જેમાં અત્યાર સુધીમાં 798 ભારતીય નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાનું એક C-130J લશ્કરી પરિવહન વિમાન ગુરુવારે 128 ભારતીયો સાથે જેદ્દાહ પહોંચ્યું હતું. તે જ સમયે, 360 નાગરિકો ગઈકાલે રાત્રે કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા જેદ્દાહથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યા હતા.
ઓપરેશન કાવેરી દ્વારા ભારતીયો પરત લવાયા
દિલ્હી પહોંચતાની સાથે જ આ નાગરિકોએ ભારત માતા, નરેન્દ્ર મોદી, ભારતીય વાયુસેનાના નારા લગાવ્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું કે તમામ ભારતીય નાગરિકોનું દિલ્હી પરત ફરવા પર સ્વાગત કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે પ્રથમ ફ્લાઈટમાં 360 ભારતીય નાગરિકો ઘરે પરત ફર્યા છે. સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે સૌ પ્રથમ તેમને સાઉદી અરેબિયાના શહેર જેદ્દાહ લઈ જવામાં આવી રહ્યા છે. આ પછી, ત્યાંથી કેટલાક દિલ્હી લઈ જવામાં આવ્યા હતા.
પ્રથમ બેચમાં 278 ભારતીયો પરત આવ્યા
ભારતે જેદ્દાહમાં ટ્રાન્ઝિટ સુવિધા સ્થાપી છે અને વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન સ્થળાંતર મિશનનું નેતૃત્વ કરી રહ્યા છે. મંગળવારે 278 ભારતીયોની પ્રથમ બેચ બહાર કાઢવામાં આવી હતી. ભારતીય નૌકાદળના જહાજ INS સુમેધાને સુદાન બંદરેથી બહાર કાઢવામાં આવ્યું હતું. સુદાનની સેના અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) વચ્ચે 72 કલાકના યુદ્ધવિરામ પર સહમત થયા બાદ ભારતે ખાલી કરાવવાની કામગીરી ઝડપી કરી હતી.
સુદાન યુદ્ધમાં લગભગ 400 લોકોના મોત
સૂત્રોનું કહેવું છે કે ભારતીય વાયુસેનાનું મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-17 બુધવારે જેદ્દાહથી મુંબઈ માટે રવાના થયું હતું. આ ફ્લાઈટ આજે મુંબઈ પહોંચશે. ભારતે તેના નાગરિકોના સ્થળાંતર માટેની આકસ્મિક યોજનાના ભાગરૂપે જેદ્દાહમાં ભારતીય વાયુસેનાના બે લશ્કરી પરિવહન વિમાન અને પોર્ટ સુદાનમાં નૌકાદળના જહાજ INS સુમેધા તૈનાત કર્યા હતા. સુદાનની સેના અને આરએસએફ વચ્ચે ઘાતક લડાઈ ચાલી રહી છે. આ લડાઈમાં લગભગ 400 લોકોના મોત થયા છે. રસ્તાઓ પર ગોળીઓથી છિન્નભિન્ન મૃતદેહો જોવા મળી રહ્યા છે.