Ahmedabad: રાજસ્થાનથી ડ્રગ્સ લઈને અમદાવાદ આવતા ત્રણ ડ્રગ્સ પેડલરની SOGએ કરી ધરપકડ, ફરાર સપ્લાયરની શોધખોળ હાથ ધરાઈ

|

Feb 06, 2023 | 10:11 PM

Ahmedabad: રાજસ્થાનથી ડ્રગ્સ લઈને અમદાવાદ આવતા ત્રણ ડ્રગ્સ પડલરની અમદાવાદ SOGએ ધરપકડ કરી છે જો કે આ ગુનામાં અજય ગેહલોત નામનો સપ્લાયર ફરાર થઈ જતા SOGએ તેની શોધખોળ હાથ ધરી છે.

ગુજરાતમાં દારુબંધીને મુદ્દે રાજસ્થાન સરકાર હંમેશા ગુજરાત સામે આક્ષેપ કરતી રહે છે. પરંતુ રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી વધી છે. તેવા જ 3 ડ્રગ્સ પેડલરની એસઓજીએ ધરપકડ કરી છે. જો કે આ ગુનામાં અજય ગેહલોત નામનો સપ્લાયર ફરાર હોવાનું સામે આવ્યુ છે. જેને લઈ અમદાવાદ SOG એ તેની શોધખોળ હાથ ધરી છે.

11.82 લાખના MD ડ્રગ્સ સાથે ત્રણ આરોપીની ધરપકડ

અમદાવાદ SOGએ 11.82 લાખના એમડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલ ડ્રગ્સ પેડલર હિમેશ ગારંગે, નોમેશ ગારંગે અને ચાણક્ય ઘમંડે છે. આ ત્રણે આરોપી રાજસ્થાનથી 12 લાખનું એમડી ડ્રગ્સ લઈ અમદાવાદ આવી રહ્યા હતા. જેથી SOGએ ઈન્દિરાબ્રિજ સર્કલ પાસેથી એક ગાડીમાં તમામને ઝડપી લીધા. જોકે ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી અંગે તપાસ કરતા રાજસ્થાનના અજય ગહેલોતનું નામ સામે આવ્યું હતું. જેને લઈ અમદાવાદ એસઓજીએ તેની શોધખોળ હાથ ધરી છે.

આરોપીઓ સરદારનગર, કૃષ્ણનગરમાં ડ્રગ્સનું વેચાણ કરતા હોવાનું તપાસમાં ખૂલ્યુ

એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણ આરોપીની પૂછપરછ કરતા સરદારનગર અને કૃષ્ણનગર વિસ્તારમાં ચોરી છૂપીથી ડ્રગ્સનું વેચાણ કરતા હોવાની હકીકત સામે આવી છે. જેમાં ડ્રગ્સનો જથ્થો લાવી છૂટક પડીકી વેચતા હતા. જેથી અમદાવાદ એસઓજીએ આ ત્રણ ડ્રગ્સ પેડલરોની સાથે સંકળાયેલા અન્ય સપ્લાયરોની તપાસ શરૂ કરી છે અને ઝડપાયેલ આરોપીઓ કેટલા સમયથી આ નેટવર્ક ચલાવે છે. તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

સરદારનગરના લિસ્ટેડ બુટલેગરના બંને દીકરા

આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે તેઓ રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં વેચવાના હતા. ચાણક્ય ગાડીનો ડ્રાઈવર છે. જ્યારે હિમેશ અને મોનેશ સગા ભાઈ છે. બંનેના પિતા સરદારનગરના લિસ્ટેડ બુટલેગર છે. પકડાયેલા આરોપીઓ વિરૂદ્ધ અગાઉ કોઈ ગુના નોંધાયા છે કે નહીં તથા આરોપીઓ અગાઉ ડ્રગ્સ લાવ્યા હતા કે કેમ અને કોને વેચવાના હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Crime News : રામોલમાં કારમાંથી ઝડપાઇ ડ્રગ્સની હેરાફેરી, યુવક અને યુવતી સહિત રુપિયા 11.43 લાખનો મુદ્દામાલ જપ્ત

એક તરફ ગુજરાત એટીએસ દ્વારા દેશમાં આવતા કરોડોના ડ્રગ્સના કંસાઈનમેન્ટ ઝડપી લેવામાં આવે છે. બીજી બાજુ અન્ય રાજ્યોમાંથી આવતા ડ્રગ્સના જથ્થા અને સપ્લાયરો પર લોકલ એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો સતત કાર્યવાહી કરી રહી છે. તેમ છતા રાજ્યમાં આવતા નશાના સામાનને રોકવામાં સફળતા મળી નથી. જે ચિંતાનો વિષય છે.

Next Article