Ahmedabad: ઍરલાઈન કંપનીમાં કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી વેપારી સાથે 13.70 લાખની છેતરપિંડી, એક આરોપીની ધરપકડ

Ahmedabad: ઍરલાઈન્સમાં પાણી અને કપડા પુરા પાડવાનો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી ત્રણ ગઠિયાઓએ વેપારી સાથે 13.70 લાખની છેતરપિંડી આચરી હતી વિશ્વાસઘાત કર્યો હતો. જેમા નવરંગપુરા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

Ahmedabad: ઍરલાઈન કંપનીમાં કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી વેપારી સાથે 13.70 લાખની છેતરપિંડી, એક આરોપીની ધરપકડ
આરોપી
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Feb 06, 2023 | 8:58 PM

અમદાવાદમાં ઍરલાઇન્સમાં પાણી અને કપડાં પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ આપવાની લાલચ આપી લાખો રૂપિયાની વેપારી સાથે છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ આરોપીમાંથી એક આરોપીની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી. બે ભાઈઓએ પોતાને ઓર્ડર મળ્યો હોવાનું કહી અડધા-અડધા નાણા ભરી કામ કરવાની લાલચ આપી હતી. જ્યારે ફરાર મુખ્ય આરોપી ખાલીદ એરપોર્ટ ઓથોરિટીમાં જનરલ મેનેજર હોવાની ઓળખ આપી આરોપીઓએ લાખો રૂપિયા પડાવી લીધા.

નવરંગપુરા પોલીસે ત્રણ પૈકી એક આરોપી ધવલ હરસુરાની કરી ધરપકડ

પકડાયેલો આરોપી ધવલ હરસુરા છે. જેમણે તેના ભાઈ કૃણાલ હરસુરા અને ખાલીદ મલેક સાથે મળી નવરંગપુરાના કાપડના વેપારી નિખિલ દેસાઈ સાથે 13.70 લાખની ઠગાઈ આચરી વિશ્વાસઘાત કર્યો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો આરોપીઓએ વેપારીને એરપોર્ટ પર એરલાઈન્સમાં પાણી તથા કપડાંનો કોન્ટ્રાક્ટ આપવાનું કહી ઠગાઈ આચરી હતી. રેડિમેડ કપડાનો વેપાર કરતા અરવિંદ દેસાઈએ ફેબ્રિકેશનનો વેપાર કરતા ધવલ અને તેના ભાઈ કૃણાલ હરસુરાના સંપર્કમાં આવ્યા હતા.

ખાલીદ મલેકે ઍરપોર્ટ ઓથોરિટીમાં જનરલ મેનેજર તરીકેની આપી હતી ઓળખ

બંનેએ ખાલીદ મલેક કે જે એરપોર્ટ ઓથોરિટીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા હોવાનું જણાવી નિખિલભાઈનો સંપર્ક કરાવ્યો હતો. બાદમાં બે સગા ભાઇઓએ પોતાને સમય નથી અને તેઓને એરલાઈનમાં કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહી સાથે મળીને કામ કરવાની લાલચ આપી વેપારી પાસે છ લાખ ભરાવ્યા હતા.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

વેપારી નિખીલ દેસાઈ સાથે આચરી 13.70 લાખની છેતરપિંડી

ભોગ બનનાર વેપારી નિખિલએ પાણીની ડિપોઝિટ પેટે 6 લાખ ટ્રાન્સફર કર્યા એ સમયે ધવલ અને ખાલીદે વધુ 4 લાખ ચૂકવવા કહ્યું હતું. ત્યાર બાદ કપડાંના કોન્ટ્રાક્ટની ડિપોઝિટ પેટે પણ લાખો રૂપિયા ધવલ-ખાલીદે લીધા હતા. આમ નિખિલભાઇએ કુલ 13.70 લાખ ચૂકવ્યા હતા. ત્યાર બાદ નિખિલભાઇએ સ્પાઇસ જેટમાં રૂપિયા જમા કરાવ્યા અંગેનું બેંક સ્ટેટમેન્ટ માગતા બંને આરોપીએ આપ્યું ન હતું અને સ્પાઇસ જેટનો ઓર્ડર પણ ખોટો મોકલ્યો હતો.

જોકે ફરિયાદ નોંધાયા બાદ નવરંગપુરા પોલીસે વસ્ત્રાલથી ઠગ આરોપી ધવલની ધરપકડ કરી પૂછપરછ કરતા તેના બેંક એકાઉન્ટ માં 6 લાખનો ચેક જમા થયો હતો તેવી રીતે તેના ભાઈ કુણાલના બેંક ખાતામાં 6 લાખનો ચેક જમા થયો હતો. પરતું ઠગાઇ કરનાર 3 આરોપી પૈકી માસ્ટર માઈન્ડ વોન્ટેડ આરોપી બિહારનો ખાલીદ મલેક છે. જેને પોતાની ઓળખ એરપોર્ટ ઓથોરિટીમાં જનરલ મેનેજર તરીકે આપી ઠગાઇનું કાવતરું ઘડ્યું હતું.

આ પણ વાંચો: Ahmedabad: લાકડાં વિણવા ગયેલા દેરાણી જેઠાણીના ગળા કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક, પોલીસે પગેરૂ સાધવાની શરૂઆત કરી

પકડાયેલ આરોપી ધવલ હરસુરા વસ્ત્રાલ રહે છે અને ફેબ્રીકેશન લેથ મશીનનું કામ કરે છે. જ્યારે તેનો ભાઈ આરોપી કૃણાલ પુના હોવાનું સામે આવ્યું છે. ત્યારે પકડાયેલ આરોપી હાલ તો પોલીસ તપાસમાં સહયોગ નથી કરી રહ્યો છે. ત્યારે અન્ય ફરાર આરોપીને પકડવા પોલીસ તપાસ તેજ કરી છે. ત્યારે અન્ય આરોપીઓ પકડાયા બાદ આ ગુનામાં શું નવા ખુલાસા થાય છે તે જોવાનું રહેશે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">