AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં પણ NEET-PG કાઉન્સેલિંગ મુદ્દે રેસિડેન્ટ તબીબોનો વિરોધ

અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં પણ NEET-PG કાઉન્સેલિંગ મુદ્દે રેસિડેન્ટ તબીબોનો વિરોધ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 7:14 AM
Share

તબીબોની માંગ છે કે નીટ પીજી કાઉન્સેલિંગ તાત્કાલિક શરૂ કરવામાં આવે.કારણ કે નીટ પીજી કાઉન્સેલિંગની તારીખ વારંવાર પાછળ ઠેલાતા ડૉક્ટર્સની અછત સર્જાઈ છે

અમદાવાદની(Ahmedabad)શારદાબેન હોસ્પિટલમાં(Sardaben Hospital)રેસિડેન્ટ તબીબોએ(Resident Doctors) વિરોધ નોંધાવ્યો છે. જેમાં નીટ પીજી(NEET-PG)કાઉન્સેલિંગ ચાર સપ્તાહ માટે મોકૂફ રખાતા રેસિડેન્ટ તબીબોએ સરકાર સામે બાંયો ચડાવી છે.. આગામી 29 નવેમ્બરે બીજે મેડિકલ સહિત તમામ રેસિડેન્ટ ડૉક્ટર્સ OPD તેમજ વોર્ડમાં કામકાજથી અળગા રહેશે.

આ તબીબોની માંગ છે કે નીટ પીજી કાઉન્સેલિંગ તાત્કાલિક શરૂ કરવામાં આવે.કારણ કે નીટ પીજી કાઉન્સેલિંગની તારીખ વારંવાર પાછળ ઠેલાતા ડૉક્ટર્સની અછત સર્જાઈ છે.. જેને પગલે રેસિડેન્ટ ડૉક્ટર્સનો કામનો બોજો વધ્યો છે.. આ અંગે વારંવાર કેન્દ્ર સરકાર સુધી રજૂઆતો કરવા છતાં હકારાત્મક પગલાં ન લેવાતાં તબીબો રોષે ભરાયા છે.

આ ઉપરાંત અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ ખાતે જુનિયર ડોકટર એસોસીએશને સરકાર સામે વધુ એક વખત વિરોધ કર્યો છે.. NEET PG કાઉન્સેલિંગ 4 સપ્તાહ માટે મોકૂફ રાખતા નવા ડોકટરની અછત સર્જાઈ છે. જેથી અત્યારના રેસીડેન્ટ ડોકટરની કામગીરીનો બોજો વધ્યો છે. ત્યારે કાઉન્સેલિંગની પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબના કારણે ઓલ ઈન્ડિયા એસો.ના તમામ ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જે અંતર્ગત બી.જે.મેડિકલ કોલેજના ડોક્ટરોએ પીજી ડાયરેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ છે.

કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરવા છતાં કોઇ હકારાત્મક પગલાં ન લેવાતા વિરોધ પ્રદર્શન કર્યુ છે. જ્યારે  સોમવારે બી.જે. મેડિકલ સહિત તમામ રેસિડેન્ટ ડોકટરો OPDના કામકાજથી અળગા રહી હડતાળ પર ઉતરશે અને માત્ર ઈમરજન્સી સેવાઓ જ શરૂ રાખવા ચિમકી આપી છે.

આ પણ વાંચો : ગાંધીનગર સરગાસણ નજીક ફ્લેટમાં દારૂની મહેફિલ માણતા 13 નબીરાઓની પોલીસે ધરપકડ કરી

આ પણ વાંચો : Mumbai : ઓમિક્રોન વેરિયન્ટને પગલે BMC એક્શનમાં, સાઉથ આફ્રિકાથી આવતા લોકોને 14 દિવસ સુધી કરાશે ક્વોરેન્ટાઈન

Follow Us
g clip-path="url(#clip0_868_265)">