AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: સગીરાને મોડેલ અને હિરોઈન બનાવવાની લાલચ આપી દેહ વ્યાપારના ધંધામાં ધકેલી, પોલીસે 3 મહિલાની કરી ધરપકડ

અમદાવાદમાં વટવા પોલીસે દેહ વ્યાપારના ધંધામાં સંકળાયેલી 3 મહિલાઓની ધરપકડ કરી છે. જેમણે 6 વર્ષની સગીરાને મુંબઈમાં ફિલ્મની હિરોઈન બનાવવાની લાલચ આપી અપહરણ કરી દેહ વ્યપારમાં ધકેલી હતી. આ રેકેટમાં અનેક યુવતીઓ ફસાઈ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.

અમદાવાદ: સગીરાને મોડેલ અને હિરોઈન બનાવવાની લાલચ આપી દેહ વ્યાપારના ધંધામાં ધકેલી, પોલીસે 3 મહિલાની કરી ધરપકડ
Harin Matravadia
| Edited By: | Updated on: Sep 13, 2024 | 1:29 PM
Share

વટવા પોલીસની ગિરફતમાં રહેલી મહિલાઓ અફસાનાબાનું શેખ, સિરીનાબાનુ શેખ અને ઝરીનાબાનુ શેખ છે. આ ત્રણેય મહિલાઓ દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલી છે. જેણે એક સગીરને ફિલ્મમાં હિરોઈન બનાવવાની લાલચ આપી દેહ વેપાર ધકેલી દીધી છે.

સગીરાને લાલચ આપી અપહરણ કરી દેહવ્યાપારમાં ધકેલી

ઘટનાની વાત કરીએ તો 10 ઓગસ્ટના રોજ સગીરા ગુમ થઈ હોવાની વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ સગીરાની માતાને વટવામાં રહેતી અફસાનાબાનું શેખ પર શંકા વ્યક્ત કરી હતી. જેની તપાસમાં વટવા પોલીસે હ્યુમન ટ્રાફિકિંગ અને દેહ વેપારના રેકેટ ઝડપી પાડ્યું. આ રેકેટમાં અફસાના બાનું દાણીલીમડાથી, સિરીનાબાનુ શેખ અને રીલીફ રોડની ઝરીનાબાનુ શેખ સંડોવાયેલા છે. આરોપી સગીરાને મોડલ અને ફિલ્મમાં હિરોઈન બનાવવાની લાલચ આપીને વિશ્વાસ કેળવી અપહરણ કરીને દેહ વેપારમાં ધકેલી હતી. વટવા પોલીસે સગીરાને આરોપી મહિલા ઝરીના ઘરેથી સલામત છોડાવી ત્રણેય મહિલા આરોપીની ધરપકડ કરી છે.

સગીરા કંટાળીને ભાગી ગઈ તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પરત બોલાવી

પોલીસ તપાસમાં સામે આવ્યું કે ત્રણેય મહિલાઓ સગીર પાસે છેલ્લા 3 મહિનાથી દેહવ્યાપારનો ધંધો કરાવતા હતા. મુખ્ય સૂત્રધાર અફસાના બાનુએ સગીરાને પોતાનો ભાઈ દુબઈમાં મોડલિંગનું અને મુંબઈમા સિરિયલ લાઈનમા લઈ જવાના બહાને સગીરાનું અપહરણ કરીને દેહ વેપારમાં ધકેલી દીધી હતી. જેમાં જુદી જુદી હોટલમાં ગ્રાહકો સાથે મોકલતા હતા. આ દરમિયાન કોરેક્સ સીરપ પીવડાવી નશામાં રાખતા હતા. આ સગીરા મહિલા આરોપીથી કંટાળીને 22 જુલાઈના રોજ પોતાના વતન નાસી ગઈ હતી, ત્યારે મહિલા આરોપીએ સગીરાનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પરત બોલાવી હતી. સગીરા 8 ઓગસ્ટના રોજ પોતાના ઘરે અમદાવાદ આવી હતી અને 10 ઓગસ્ટનાં રોજ ફરીથી ઘરે નીકળી ગઇ હતી, ત્યારબાદ ફરિયાદ નોંધાતા હ્યુમન ટ્રાફિકિંગનો મામલો સામે આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે પકડાયેલ મહિલા આરોપી દેહ વેપારમાં છેલ્લા ઘણા સમયથી સંકળાયેલી છે.

મહત્વ નું છે કે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ મહિલા આરોપીઓ અન્ય યુવતીઓ અને સગીરાને અલગ અલગ લાલચ આપી દેહ વ્યાપારનાં ધંધામાં ધકેલી રહી છે અથવા તો તેને વેચી દેવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે કે કેમ. આ ઉપરાંત પોલીસ મહિલાઓના મોબાઈલ નંબર અને તેમની સાથે સંડોવાયેલા લોકોને પૂછપરછ શરૂ કરી છે. જેથી મહિલા આરોપીના રિમાન્ડ મેળવીને તપાસ કરી રહ્યા છે, ત્યારે મુખ્ય આરોપી અફસાના બાનુ બે વખત કોર્પોરેટર તરીકે અપક્ષમાંથી ચૂંટણી લડી ચૂકી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">