AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકી એમ્બ્યુલન્સને રસ્તો આપવામાં આવ્યો, માનવતાનું ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યું

Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો અમદાવાદથી ગાંધીનગર રાજભવન તરફ જવા રવાના થઈ રહ્યો હતો ત્યારે એક એમ્બ્યુલન્સને ઉભેલી જોઈ વડાપ્રધાને તેમની કાર રોકી એમ્બ્યુલન્સને જવા માટે જગ્યા કરી આપી હતી. એમ્બ્યુલન્સ પસાર થઈ ગઈ ત્યાં સુધી વડાપ્રધાનની કાર રોકાઈ હતી.

Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકી એમ્બ્યુલન્સને રસ્તો આપવામાં આવ્યો, માનવતાનું ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યું
પ્રધાનમંત્રીએ કાફલો રોકી એમ્બ્યુલન્સને આપી જગ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 3:14 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નો કાફલો જઈ રહ્યો હતો ત્યારે તેમણે એમ્બ્યુલન્સ માટે જગ્યા કરી આપી હતી. વડાપ્રધાન મોદીનો કાફલો જઈ રહ્યો હતો ત્યારે એમ્બ્યુલન્સ(Ambulance)ને જવા માટે રસ્તો કરી દેવામાં આવ્યો હતો અને પીએમ મોદીની કાર થોડી ક્ષણો માટે રોકાઈ ગઈ હતી. વડાપ્રધાનની કાર રોકાઈ જતા એમ્બ્યુલન્સ સરળતાથી પસાર થઈ ગઈ હતી. એક વ્યક્તિના જીવથી વિશેષ કંઈ ન હોય શકે તેનુ જીવતુ જાગતુ ઉદાહરણ પૂરુ પાડ્યુ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. એમ્બ્યુલન્સમાં રહેલી વ્યક્તિને તાત્કાલિક સારવાર મળતી થાય, દર્દીનું નિદાન થઈ શકે, તેનો જીવ બચી શકે આ બધી બાબતોને ધ્યાને રાખી વડાપ્રધાન મોદીના કાફલાએ (PM Convoy) એમ્બ્યુલન્સ માટે જગ્યા કરી આપી હતી.

પીએમએ પ્રોટોકોલ બાજુ પર રાખી આપ્યુ માનવતાનુ ઉદાહરણ

અમદાવાદમાં મેટ્રોના ઉદ્દઘાટન સમારોહ સંપન્ન કરી વડાપ્રધાનનો કાફલો ગાંધીનગર રાજભવન તરફ જવા નીકળ્યો હતો. આ દરમિયાન એક પ્રોટોકોલ મુજબ રોડ પર માત્ર અન્ય કોઈ વાહનોને જવાની અનુમતી નથી હોતી. જે રોડ પરથી વડાપ્રધાનનો કાફલો પસાર થવાનો હોય ત્યાંથી એકપણ વાહન જ્યાં સુધી પીએમનો કાફલો પસાર ન થઈ જાય ત્યાં સુધી પસાર થતુ નથી. આ જ કડીમાં ગાંધીનગરથી અમદાવાદ જવાના માર્ગેથી વડાપ્રધાનના કાફલાની સાથે એમ્બ્યુલન્સને રાહ જોવા દેવાઈ ન હતી અને વડાપ્રધાનની કારને રોકીને પણ એમ્બ્યુલન્સને પસાર થઈ જવા દેવામાં આવી હતી.

વડાપ્રધાનની સિક્યોરિટી માટે અનેક પ્લાનિંગ કરવામાં આવતો હોય છે. પીએમ જ્યાંથી પસાર થવાના હોય એ રૂટ સંપૂર્ણપણે ક્લિયર કરી દેવામાં આવતો હોય છે. આ તમામ આયોજનો કોન્વોય પસાર થવાના એક કલાક અગાઉથી કરી નાખવામાં આવતા હોય છે.

વડાપ્રધાને આપ્યુ માનવતાનું ઉમદા ઉદાહરણ

આ જ દરમિયાન પીએમ મોદી રાજભવન ગાંધીનગર જવા રવાના થઈ રહ્યા હતા ત્યારે તેમના રૂટ પર એક એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. ત્યારે પીએમ મોદીએ તેમની કાર સાઈડમાં કરાવી એમ્બ્યુલન્સને પસાર થવા માટે જગ્યા કરી આપી હતી. આ સાથે વડાપ્રધાન મોદીએ એક માનવતાનું ઉદાહરણ પણ પૂરુ પાડ્યુ છે. તેમણે એજ રૂટ પર એમ્બ્યુલન્સને આગળ જવા માટે રસ્તો કરી આપ્યો હતો. જ્યારે ઘણી બધી સિક્યોરિટી એજન્સી પીએમની સુરક્ષા માટે લાગેલી હોય છે એ સમયે એક કન્ટ્રોલ મેસેજ પાસ કરી આ રૂટ પરથી એમ્બ્યુલન્સને પસાર થવા દેવામાં આવી હતી. આ પ્રકારનું એક ઉમદા ઉદાહરણ ખુદ દેશના પ્રધાનમંત્રીએ પૂરુ પાડ્યુ છે.

ઈનપુટ ક્રેડિટ- મિહિર ભટ્ટ- અમદાવાદ

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">