Ahmedabad: પોલીસને મળ્યો એક મેસેજ અને અટકાવી દફનવિધિ, પરિવાર પીએમ રિપોર્ટ વગર જ કરી રહ્યો હતો દફનવિધિ- યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા
Ahmedabad: અમદાવાદ પોલીસને એક એવો મેસેજ મળ્યો કે તેમણે યુવકની દફનવિધિ અટકાવવી પડી. જે યુવકની દફનવિધિ કરાઈ રહી હતી તેનુ પીએમ કરવામાં આવ્યુ ન હતુ અને યુવકની હત્યાની આશંકા વ્યક્ત કરાઈ હતી. આ મેસેજ મળતા જ પોલીસ દોડતી થઈ હતી.

Ahmedavbad : અમદાવાદમાં એક એવો બનાવ સામે આવ્યો કે જેનાથી પોલીસ (Police) પણ દોડતી થઈ ગઈ હતી. પોલીસને એક મેસેજ મળ્યો કે કોઈ પુરુષની હત્યા થઈ છે અને તેનું પીએમ રિપોર્ટ કર્યા વગર કે પોલીસને જાણ કર્યા વગર દફન વિધિ કરવામાં આવી રહી છે. બસ આ મેસેજ મળતાં જ પોલીસ તાત્કાલિક મૃતદેહ રાખેલો હતો તે ઘરે પહોંચી અને પૂછપરછમાં ખુલ્યા અનેક રાઝ.
પત્નીએ માર મારતા નીચે પટકાતા થયુ હતુ મોત
અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જેનાથી પોલીસ પણ દોડતી થઈ ગઈ. શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલી ફતેવાડી કેનાલની પાછળ આવેલી એવન સોસાયટીમાં એક ઘરમાં યુવકનો મૃતદેહ હતો અને તેની દફનવિધિ કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી. ત્યારે અચાનક જ પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું કે મૃતકનું નામ યુસુફ ખોખર છે. યુસુફ ખોખર તેના પરિવાર સાથે બિસ્મિલ્લાહ બેકરીની બાજુમાં રહે છે. ગઇકાલે રાત્રે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્નીએ પતિને પગના ભાગમાં માર મારતાં યુસુફભાઈ નીચે પટકાયા હતા અને તેને માથામાં ભાગે ઇજા થતાં મૃત્યુ થયું હતું. જોકે પોલીસે સમગ્ર મામલે ઘટનાની હકીકત જાણવા તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Iskcon Bridge Accident: લો બોલો તથ્યએ 31st ડિસેમ્બરે પણ કર્યો હતો અકસ્માત, એક બાદ એક ખુલી રહ્યા છે નબીરાના કારસ્તાન!
મૃતક દારૂ પીવાના વ્યસની હોવાનો ખૂલાસો
યુસુફભાઈનાં પરિવારમાં તેની પત્ની બે બાળકો અને બે દીકરીઓ છે. જેમાંથી બંને દીકરી પરિણિત છે અને એક દીકરો યુસુફભાઈની માતા સાથે અલગ રહે છે. પોલીસને તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે યુસુફભાઈ દારૂ પીવાની ટેવ ધરાવતા હતા જેને કારણે પતિ પત્ની વચ્ચે અનેક વખત ઝઘડો થતો હતો. ગઇકાલે રાત્રે ઘરે ઝઘડો થતાં યુસુફભાઈનું મોત નિપજ્યું હતું કે બાદ તેના મૃતદેહને તેની દીકરીને ઘરે એવન સોસાયટીમાં લઇ આવ્યા હતા ત્યારે અને ત્યાંથી કોઈ પણ જાતના પોસ્ટમોર્ટમ કે પોલીસને જાણ કર્યા વગર તેની દફનવિધિ કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી.
હાલતો સમગ્ર મામલે યુસુફભાઈના પરિવારજનો વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ યુસુફભાઇની પત્ની અને પુત્રીની અટકાયત કરી યુસુફભાઈના મુત્યુ પાછળનું હકીકત જાણવા કવાયત હાથ ધરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો