‘રાષ્ટ્રીય અંગદાન દિવસ’, ઓર્ગન ડોનેશન શા માટે છે જરૂરી ? રાષ્ટ્રીય અંગદાન દિવસ પર જાણો તેનું મહત્વ

અંગદાન દિવસનો મુખ્ય હેતુ લોકોને જાગરૂક કરવા અને મૃતદેહને સ્વાસ્થ્ય સેવા અને માનવ જાતિમાં કરવામાં આવેલા નિસ્વાર્થ યોગદાનને ઓળખવું છે. સાથે જ માનવતા ઉપર આપણો વિશ્વાસને ફરીથી સ્થાપિત કરવો છે.

'રાષ્ટ્રીય અંગદાન દિવસ', ઓર્ગન ડોનેશન શા માટે છે જરૂરી ? રાષ્ટ્રીય અંગદાન દિવસ પર જાણો તેનું મહત્વ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 4:14 PM

ભારતમાં છેલ્લા 10 વર્ષથી દર વર્ષ 27 નવેમ્બરે રાષ્ટ્રીય અંગદાન દિવસ (National Organ Donation Day 2021 )મનાવામાં આવે છે. અંગદાન દિવસનો મુખ્ય હેતુ લોકોને જાગરૂક (Aware) કરવા અને સ્વાસ્થ્ય સેવા અને માનવ જાતિમાં કરવામાં આવેલા નિસ્વાર્થ યોગદાનને ઓળખવું છે. સાથે જ માનવતા ઉપર આપણા વિશ્વાસને ફરીથી સ્થાપિત કરવો છે.

પહેલીવાર અંગદાન દિવસ વર્ષ 2010 માં મનાવામાં આવ્યો હતો. આ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય અંગ અને પેશી ટ્રાન્સપ્લાન્ટ સંસ્થા (NOTTO) દ્વારા આયોજીત કરવામાં આવે છે. ભારતમાં અંગદાન હંમેશાથી ઓછુ રહ્યું છે. અનુમાન મુજબ દેશમાં પ્રતિ મિલિયન વસ્તીએ માત્ર 0.65 અંગદાન થાય છે. જ્યારે તેની સરખામણીએ સ્પેનમાં 35 અને અમેરિકામાં 26 અંગદાન કરવામાં આવે છે.

કોવિડ-19 ના કારણે અંગદાનમાં આવ્યો ઘટાડો

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કોરોના મહામારી (Covid19 Pandemic)ના કારણે છેલ્લા અમુક મહિનામાં ભારત સહિત દુનિયાભરમાં અંગદાનમાં ઘણો ઘટાડો આવ્યો છે. એક અહેવાલ મુજબ ઉંચા સંક્રમણ દર ધરાવતા દેશોમાં અંગદાન (Organ Donation) માં 50 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.

ખાસ કરી માર્ચથી લગાવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉન દરમિયાન 70 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે. મહામારી દરમિયાન મોટભાગે લોકો હોસ્પિટલોમાં જવાથી બચતા રહ્યા છે જેના કારણે અંગદાન વધુ મુશ્કેલ થઈ ગયું છે.

કેટલી જરૂરીયાત ?

ભારતમાં માત્ર 3 ટકા રજિસ્ટર્ડ ઓર્ગન ડોનર (Organ Donor) છે. મહામારી પહેલા પણ ભારતમાં અંગદાન હંમેશા ઓછુ રહ્યું છે. AIIMS દ્વારા 2019 માં જાહેર કરેલા આંકડાઓ અનુસાર 1.5-2 લાખ લોકોને વર્ષમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરીયાત હોય છે, પરંતુ તેમાથી માત્ર 8,000 (4 ટકા) દર્દીઓને મળી શકે છે. આ જ પ્રમાણે દર વર્ષ લગભગ 80,000 દર્દીઓને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂરીયાત હોય છે. પરંતુ તેમાંથી માત્ર 1,800 જ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.

વર્ષમાં લગભગ 1 લાખ દર્દીઓને કોર્નિયલ અથવા આંખ ટ્રાન્સપ્લાન્ટની જરૂરીયાત રહેતી હોય છે પરંતુ અડધાથી પણ ઓછા લોકોને મળી શકે છે. ત્યાં સુધી કે દર્દીઓ માટે જે 10,000 ને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ (Heart Transplant) ની જરૂરીયાત હોય છે. જેમાં માત્ર 200 જ દાતાઓ સાથે મળી શકે છે.

અંગદાનમાં ઘટાડાનું કારણ

અંગદાનમાં ઘટાડાનું મુખ્ય કારણ લોકોમાં દાનની પ્રક્રિયા વિશે જાગરૂકતાનો અભાવ છે. જોકે, અનેક બિન સરકારી સંસ્થાઓ અને સાર્વજનિક સંગઠન આ વિશે જાગરૂકતા ફેલાવાનો પ્રયાસ કરી રહ્યા છે. છતાં પણ વસ્તીનો એક મોટો ભાગ તેનાથી અજાણ છે. અંગદાન કરવાની ઈચ્છા ધરાવતા લોકોને ઓનલાઈન પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવાનું રહે છે.

આ પણ વાંચો: આધુનિક ટેકનોલોજીથી આરોગ્ય ક્ષેત્રનુ ભવિષ્ય બદલાઈ જશે, મેઘાલયના દુર્ગમ વિસ્તારમાં ડ્રોનથી પહોચાડાઈ જીવનરક્ષક દવા

આ પણ વાંચો:શેર બજારમાં કડાકાથી બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાના 753 કરોડ રૂપિયા ધોવાયા, ટાટાના આ શેરથી થયું નુકસાન

g clip-path="url(#clip0_868_265)">