દેશના આધુનિક પોલીસ હેડક્વાર્ટર્સ માનું એક અમદાવાદ પોલીસ કમિશનર ભવન બનીને તૈયાર, જુઓ Photos

દેશના સૌથી આધુનિક પોલીસ હેડક્વાર્ટર્સમાંની એક અમદાવાદના પોલીસ કમિશનર ભવન તૈયાર થઈ ગયું છે.  કોર્પોરેટ ઓફિસને પણ ટક્કર મારે તેવું સાત માળનું આધુનિક પોલીસ કમિશનર ભવન તૈયાર. જુવો શું છે વિશેષતાઓ.

દેશના આધુનિક પોલીસ હેડક્વાર્ટર્સ માનું એક અમદાવાદ પોલીસ કમિશનર ભવન બનીને તૈયાર, જુઓ Photos
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Oct 02, 2024 | 8:02 PM

સાત માળનું નવનિર્મિત ભવન લગભગ ₹146 કરોડના ખર્ચે 18,068.67 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ હશે પોલીસ કંટ્રોલ રૂમ, ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ, વીડિયો એનાલિટિક્સ, ડેટા સેન્ટર, ઇમરજન્સી કૉલ બોક્સ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને વન સિટી એપ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.

પોલીસકર્મીઓના ત્યાગ અને બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ. તમામ માળ પર સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી અને સેન્ટ્રલાઇઝડ એસીની વ્યવસ્થા. બીજા માળ પર હશે જિમ્નેશિયમ. સખીમંડળની બહેનો કેન્ટીનનું સંચાલન કરશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બુધવારે 3 ઓક્ટોબરના રોજ અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક સહિત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

Cloves Chewing Benefits : 15 દિવસ સુધી લવિંગ ચાવવાના 5 ફાયદા જાણી ચોંકી જશો
નવરાત્રીમાં ખવાતી આ વસ્તુથી શરીરમાં ઝડપથી વધે છે B12, જાણો નામ
અમદાવાદમાં આ 10 ફરવાલાયક જગ્યાઓ છે શહેરીજનોની પહેલી પસંદ , જુઓ Photos
બાપુને આઝાદી કરતાં સ્વચ્છતા વધુ પસંદ હતી... PM મોદીએ ગાંધી જયંતિ પર આવું કેમ કહ્યું?
વિદેશ બાદ ગુજરાતમાં ધુમ મચાવવા તૈયાર છે, ગુજરાતી સિંગર
Coconut : રોજ સવારે નાળિયેર ખાશો તો શું થશે? ફાયદા જાણીને લાગશે નવાઈ

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા જે.ડી. નગરવાલા સ્ટેડિયમ, પોલીસ હેડક્વાર્ટર ખાતે 3 ઓક્ટોબર, 2024ના રોજ સાંજે 5.00 વાગે ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવશે. લગભગ ₹146 કરોડના ખર્ચે 18,068.45 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવેલું આ સાત માળનું નવનિર્મિત ભવન અનેક અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ છે. અમદાવાદ પોલીસના આ નવા હેડક્વાર્ટરના નિર્માણથી પોલીસ કર્મચારીઓને ફક્ત કામકાજમાં જ સરળતા નહીં રહે, પરંતુ શહેરની સુરક્ષા અને કાયદા વ્યવસ્થાનું કામ પણ વધુ સારી રીતે થઈ શકશે.

અમદાવાદ શહેર ખૂબ ઝડપથી વિકસી કહ્યું છે અને વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. જૂની કચેરીમાં અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ માટે બેસવા સહિત અન્ય વ્યવસ્થાઓ માટે જગ્યાની અછત વર્તાતી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે નવી પોલીસ કમિશ્નર કચેરીના નિર્માણની મંજૂરી આપી હતી. વર્ષ 2018માં નવા ભવનના નિર્માણનું કાર્ય શરૂ થઈ ગયું હતું, પરંતુ કોરાનાકાળ અને અન્ય કારણોસર તેના નિર્માણમાં થોડો વિલંબ થયો.

આધુનિક ટેકનોલોજી થી સજ્જ કંટ્રોલ રૂમ

નવી પોલીસ કમિશ્નર કચેરીમાં અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ પોલીસ કંટ્રોલ રૂમ છે, જેને એડવાન્સ કોમ્યુનિકેશન નેટવર્ક સાથે એકીકૃત કરવામાં આવ્યો છે. તેના કારણે રિયલ ટાઇમ મોનિટરિંગ અને ઘટનાઓ પર પ્રતિક્રિયા સંભવ થઈ શકશે. આ ઉપરાંત, આ કચેરીમાં ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ, વીડિયો સમરાઇઝેશન, વીડિયો એનાલિટિક્સ, ડેટા સેન્ટર, ઇમરજન્સી કૉલ બોક્સ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને વન સિટી એપ જેવી અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ કચેરીને વીડિયો વૉલ, વીડિયો વોલ કંટ્રોલર, ડેટા સેન્ટર અને નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત સોફ્ટવેર અને એપ્લીકેશન જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. આ આખા ભવનમાં વાઇફાઇ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.

કોન્ફરન્સ હોલ, જીમ, વાઇફાઇ, સોલારની સુવિધા

આ નવનિર્મિત ભવનમાં એક મલ્ટિપર્પઝ હોલ અને ૩ કોન્ફરન્સ રૂમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ક્લીન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ ભવનમાં 15 કિલોવોટ ક્ષમતાની રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે, 100 કિલોવોટ ક્ષમતાની રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનું કામ પ્રગતિમાં છે. આ ઉપરાંત, પોલીસકર્મીઓની વ્યસ્ત દિનચર્યા અને તેમની આરોગ્ય સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ નવી કચેરીના ભવનના બીજા માળ પર જિમ્નેશિયમની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. કચેરીમાં જ જિમ્નેશિયમની સુવિધા ઉપલબ્ધ થવાથી પોલીસકર્મીઓને પોતાની ફિટનેસ જાળવી રાખવામાં મદદ મળશે.

આ ઉપરાંત, નવી પોલીસ કમિશ્નર કચેરીના તમામ માળ પર સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી અને સેન્ટ્રલાઇઝડ એસીની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય લોકોની સુવિધા અને તેમની સાથે સુચારૂ સંવાદ માટે ગ્રાઉન્ડ ફ્લોર પર જનસેવા કેન્દ્રની સુવિધા શરૂ કરવામાં આવી છે. જૂની કચેરીમાં પાર્કિંગની સમસ્યા બહુ મોટી હતી, એટલે નવા ભવનના નિર્માણમાં પાર્કિંગની સુવિધાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. બેઝમેન્ટ પાર્કિંગ સિસ્ટમના કારણે પોલીસ કર્મચારીઓ સહિત અહીં આવતા સામાન્ય લોકોને પોતાના વાહનો પાર્ક કરવામાં કોઈ મુશ્કેલી નહીં થાય. આખા ભવનમાં 24 કલાક નિબંધ વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે જનરેટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

સખી મંડળની બહેનો કેન્ટીનનું સંચાલન કરશે

એક નવી પહેલ તરીકે આ પોલીસ કમિશ્નરની કચેરીમાં કેન્ટીનનું સંચાલન સખીમંડળની બહેનોને સોંપવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ મહિલાઓને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનો છે.

શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ

સમાજ અને રાજ્યની સુરક્ષા માટે પોતાની અંગત જિંદગી અને પરિવારની પરવા ન કરીને, પૂરી તત્પરતા અને નિષ્ઠાથી કામ કરનારા પોલીસ કર્મચારીઓના ત્યાગ અને બલિદાનની સ્મૃતિમાં અહીંયા શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. નાગરિકોની રક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનાર શહીદ પોલીસકર્મીઓના બલિદાનને ઉજાગર કરવા અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે બનાવવામાં આવેલા શહીદ સ્મારકને કારણે અહીંયા આવનારા લોકોને આ પોલીસકર્મીઓના ત્યાગ અને શૌર્ય અંગે જાણકારી મળશે. ગુજરાત આજે દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં પોતાની શાંતિ અને સુરક્ષા માટે જાણીતું છે. રાજ્યના ઝડપી વિકાસ અને સમૃદ્ધ ઉદ્યોગ જગતના પાયામાં આ જ શાંતિ અને સુરક્ષા મુખ્ય ઘટકો છે.

ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિ માટે કાયદો-વ્યવસ્થા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા માટે દિવસ-રાત કાર્યરત રહેતી પોલીસની મુખ્ય ભૂમિકા છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એવી આ નવી પોલીસ કમિશ્નર કચેરી, દિવસ-રાત, તમામ તહેવારો અને તમામ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાના કર્તવ્યો નિભાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના કામકાજ પર પણ સકારાત્મક અસરો કરશે. અમદાવાદની આ નવી પોલીસ કમિશ્નર કચેરી દેશના સૌથી આધુનિક પોલીસ હેડક્વાર્ટર્સમાંની એક હશે.

CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ
Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ
મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો
મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો
ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો
ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો
અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી
અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
g clip-path="url(#clip0_868_265)">