અમદાવાદ પ્લેન ક્રેશમાં પાયલોટ સુમિત સભરવાલને જવાબદાર ગણાવતા 91 વર્ષિય પિતાનું છલકાયુ દર્દ, AAIBના રિપોર્ટ પર ઉઠાવ્યા સવાલ
અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનામાં AAIBના રિપોર્ટ પર પાયલટ સુમિત સભરવાલના 91 વર્ષિય પિતાએ સવાલ ઊઠાવ્યા છે. તેમણે વિમાન દુર્ઘટના અંગે નિષ્પક્ષ તપાસની માગ કરી છે. AAIBનો રિપોર્ટમાં સુમિત સભરવાલની છબી ખરડવાનો આરોર લગાવતા સરકાર સમક્ષ સ્વતંત્ર કમિટી બનાવવાની માગ કરી છે.

અમદાવાદમાં 12 જૂને થયેલી ગોજારી પ્લેન ક્રેશ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનાની તપાસને લઈને હવે વિવાદ થઈ રહ્યો છે. ફ્લાઈટના પાયલટ કેપ્ટન સુમિત સભરવાલના 91 વર્ષિય પિતા પુષ્કરાજ સભરવાલે કેન્દ્ર સરકાર સમક્ષ તટસ્થ અને નિષ્પક્ષ તપાસની માગ કરી છે. તેમનુ કહેવુ છે કે વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો ની પ્રાથમિક રિપોર્ટમાં તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. જેનાથી તેમના પુત્રની છબી ખરડાઈ રહી છે.
12 જૂને અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહેલી ઍર ઈન્ડિયાની બોઈંગ 787-8 ડ્રીમલાઈનર ફ્લાઈટ (AI171) ટેકઓફના તુરંત બાદ ક્રેશ થઈ ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં 241 યાત્રિકો અને ક્રુ મેમ્બર્સ સહિત 260 લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ શરૂ થયેલી તપાસમાં કેટલાક ચોંકાવનારા દાવા સામે આવ્યા, જે હવે સભરવાલના પરિવાર માટે વધુ એક મોટા આઘાતજનક છે.
લીક થયેલી જાણકારીથી ખરડાઈ છબી
પુષ્કરાજ સભરવાલે નાગરિક ઉડ્ડયન સચિવ અને AIB પ્રમુખને લખેલા તેમના પત્રમાં જણાવ્યુ હતુ કે તપાસ રિપોર્ટમાં કેટલાક હિસ્સા મીડિયામાં લીક થઈ ગયા. આ લીકમાં એવો દાવો કરાયો છે કે કેપ્ટન સુમિત માનસિક દબાણમાં હતા અને આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા હતા. પુષ્કરાજે આવા દાવાને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા. તેમણે જણાવ્યુ કે આ પરિવાર અટકળો મારા પરિવાર માટે અત્યંત દુખદ છે. મારા દીકરાની ઈમેજને ખરાબ કરવામાં આવી રહી છે. આ તેના બંધારણીય અધિકારોનો ભંગ છે. જે આર્ટિકલ 21માં આપેલા છે.
માનસિક સ્વાસ્થ્ય પર ઉઠાવ્યા સવાલ
પુષ્કરાજ સભરવાલે સુમિત સભરવાલ ડિપ્રેશનમાં હોવાની અફવાનો છેદ ઉડાડતા કહ્યુ કે સુમિતના ડિવોર્સ 15 વર્ષ પહેલા થયા હતા અને ત્યારબાદ તેમની કોઈ માનસિક સમસ્યા રહી ન હતી. તેમના માતાનું નિધન પણ ત્રણ વર્ષ પહેલા થયુ હતુ. પરંતુ તેમ છતા સુમિતે 100 થી વધુ ફ્લાઈટ્સને બહુ કુશળતાથી ઓપરેટ કરી હતી. પુષ્કરાજે કહ્યુ મારો દીકરો એક પ્રોફેશનલ પાયલટ હતો અને તેના કામ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠાવાન હતો. એવામાં તેના પર આ પ્રકારના આરોપ લગાવવા અયોગ્ય છે.
Ahmedabad Plane Crash Captain Sumit Sabharwal’s Father Alleges Mishandling Seeks Fresh Probe | TV9Gujarati#AhmedabadPlaneCrash #CaptainSumitSabharwal #AviationNews #Boeing #AirSafety #BreakingNews #Gujarat #TV9Gujarati pic.twitter.com/TGtEHeFWeG
— Tv9 Gujarati (@tv9gujarati) September 18, 2025
પાયલટ સભરવાલના પિતાએ કરી આ મોટી માગ
પુષ્કરાજ સભરવાલે સરકાર સમક્ષ માગ કરી છે કે આ દુર્ઘટનાની તપાસ માટે એક સ્વતંત્ર અને પારદર્શી કમિટી બનાવવામાં આવે, જે તથ્યોને કોઈ દબાવ કે પ્રભાવ વિના લોકો સમક્ષ લાવે. તેમણે કહ્યુ તેમના પુત્રની શાખને તેઓ દાવ પર નહીં લાગવા દે. આ વચ્ચે AAIBએ પણ આ પત્ર અંગે હજુ કોઈ ઓફિશિયલ જવાબ નથી આપ્યો. આ કેસ હવે ન માત્ર ટેકનિકલ તપાસનો રહ્યો છે પરંતુ એક માનવીય લાગણીઓ અને નૈતિક્તા પર પણ સવાલ ઉઠાવે છે. શું કેપ્ટન સુમિતને આ દુર્ઘટના માટે જવાબદાર ઠેરવવા યોગ્ય છે કે પછી અસલી કારણ કંઈક બીજુ જ છે. આ તમામ સવાલો દરેકને પરેશાન કરી રહ્યા છે.
પિતા પુષ્કરાજ સભરવાલ દ્વારા પત્રમાં જણાવાયુ છે કે કેપ્ટન સભરવાલ પાસે લગભગ 15,368.22 કલાક પ્લેન ઉડાડવાનો અનુભવ હતો. જેમા 8,596 કલાકો બોઈંગ 787-8 વિમાન ઉડાડ્યા છે. વધુમાં તેમણે કહ્યુ કે કેપ્ટન સભરવાલને પાયલટ પ્રશિક્ષક એટલે કે ‘લાઈન ટ્રેનિંગ કેપ્ટન’ ના પદ પર પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા અને આ ઉદ્દેશ્ય માટે તેમની પાસે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA)નું લાઈસન્સ પણ હતુ.
નિયમ 12 અંતર્ગત તપાસ થાય
પત્રમાં, પુષ્કરાજે જણાવ્યું કે નિયમ 12 અંતર્ગત તપાસ ન કરવી અને મીડિયાને ન કરવાની માહિતી લીક કરવી તેમના માટે પીડાદાયક છે. તેમજ તેમના મૌલિક અધિકારોનું પણ હનન છે. તેમના દિવંગત દીકરાની દીકરાની પ્રતિષ્ઠાનો અધિકાર પણ સામેલ છે. પુષ્કરાજે પત્રમાં માગ કરી છે કે કેન્દ્ર સરકાર વિમાન દુર્ઘટનાઓ અને ઘટનાઓના તપાસ નિયમ 2007 અને નિયમ 12 અંતર્ગત તપાસના આદેશ આપે.
અભાવ અને મીડિયાને આપવામાં આવેલી પસંદગીની માહિતી તેમના માટે અત્યંત ચિંતાજનક અને હાનિકારક છે અને તેમના મૃત પુત્રની પ્રતિષ્ઠાના અધિકાર સહિત તેમના મૂળભૂત અધિકારોને અસર કરે છે. પુષ્કરાજે માંગ કરી હતી કે કેન્દ્ર સરકાર વિમાન અકસ્માતો અને ઘટનાઓની તપાસ નિયમો, ૨૦૧૭ ના નિયમ ૧૨ હેઠળ અકસ્માતની ઔપચારિક તપાસનો આદેશ આપે. નિયમ ૧૨ હેઠળ, કેન્દ્ર સરકાર જો જરૂરી લાગે તો ભારતમાં નોંધાયેલા વિમાનને લગતા અકસ્માતની પરિસ્થિતિઓની ઔપચારિક તપાસનો આદેશ આપી શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને AAIB એ પત્ર પર તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી.
