AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચમત્કારથી ઓછું નથી.. Ahmedabad Plane Crash માં 8 મહિનાનું બાળક દાઝ્યું હતું, હવે માતાની ચામડી વડે ફરી ગુલાબી ગાલે હસતું થયું બાળક

અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં 8 મહિનાના ધ્યાનેશ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમની માતા મનીષાબેનના સાહસ અને ડોક્ટરોની સતત સારવારથી બાળકનો જીવ બચી ગયો. જોકે આ ચમત્કાર વિશે જાણી ચોંકી જશો..

ચમત્કારથી ઓછું નથી.. Ahmedabad Plane Crash માં 8 મહિનાનું બાળક દાઝ્યું હતું, હવે માતાની ચામડી વડે ફરી ગુલાબી ગાલે હસતું થયું બાળક
| Updated on: Jul 28, 2025 | 7:56 PM
Share

ગુજરાતના અમદાવાદમાં તાજેતરમાં થયેલી વિમાન દુર્ઘટનામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. આ દુર્ઘટનામાં માત્ર 8 મહિનાનો બાળક ધ્યાનેશ ગંભીર રીતે દાઝી ગયો હતો. તેનો ચહેરો, માથું અને બંને હાથ ગંભીર રીતે બળી ગયા હતા. પરંતુ હવે આ બાળકે ફરી હસવાનું શરૂ કર્યું છે. તેનો ચહેરો ચમકી રહ્યો છે અને તે સામાન્ય જીવન તરફ વળી રહ્યો છે. આ બધું શક્ય બન્યું તેની માતા મનીષાબેનના બહાદુર પ્રયાસો અને તબીબોની અસરકારક સારવારને કારણે.

માતાની બહાદુરીથી બાળકનો જીવ બચાવ્યો

જ્યારે દુર્ઘટના બની ત્યારે મનીષા પોતાના બાળક સાથે બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પાસે રહેતી હતી. મનીષાએ કહ્યું, “એક ક્ષણમાં બધું કાળું થઈ ગયું. પછી ઘરમાં ગરમી પ્રવેશી હતી. હું મારા બાળકને પકડીને તાત્કાલિક બિલ્ડિંગની બહાર દોડી ગઈ. ચારે બાજુ ધુમાડો અને આગ હતી. એમ લાગ્યું કે હવે અમે બચીશું નહીં – પણ મારા બાળક માટે મારે કંઈ પણ થવા દેવું ન હતું.”

બાળક અને માતા બંને દાઝી ગયા હતા

દુર્ઘટનામાં મનીષાના ચહેરા અને હાથ 25% બળી ગયા હતા, જ્યારે બાળક ધ્યાનેશ 36% જેટલો દાઝી ગયો હતો. તેના ચહેરા, હાથ, છાતી અને પેટને ગંભીર નુકસાન થયું હતું. બંનેને તરત જ કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધ્યાનેશને પીડિયાટ્રિક ઈન્ટેન્સિવ કેર યુનિટ (PICU) માં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને વેન્ટિલેટર સપોર્ટ અને ખાસ સારવાર આપવામાં આવી.

ડોક્ટર્સની ટીમે જીવન બચાવ્યું

ડૉ. કપિલ કાછડિયા, જે યુરોલોજિસ્ટ છે અને બાળકના પિતા પણ છે, તેઓ સતત સારવાર દરમિયાન હાજર રહ્યાં. તેઓ મધરાતે પણ તપાસ કરતા કે પાટો યોગ્ય રીતે બદલવામાં આવ્યો છે કે નહીં.

કેડી હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. અદિત દેસાઈએ જણાવ્યું કે, “માતાએ જે રીતે બાળકને બચાવ્યું એ અત્યંત પ્રેરણાદાયક છે. દરેક તબીબી વિભાગે એક ટીમ તરીકે કામ કર્યું.”

ડૉ. રૂત્વિજ પરીખ, પ્લાસ્ટિક સર્જને જણાવ્યું કે બાળકના ઘાવ માટે માતાની અને બાળકની પોતાની ત્વચાનો ઉપયોગ કરીને ગ્રાફ્ટિંગ કરવામાં આવ્યું હતું. “અઠવાડિયાઓ સુધી ચેપથી બચાવવી અને સામાન્ય વિકાસ સુનિશ્ચિત કરવો, એ મોટો પડકાર હતો.”

ગંભીર દાઝ પછી શ્વાસની સમસ્યા

ડૉ. સ્નેહલ પટેલ મુજબ, દુર્ઘટનાથી બાળકના ફેફસાં લોહીથી ભરાઈ ગયા હતા. તેને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો અને ઇન્ટરકોસ્ટલ ડ્રેનેજ ટ્યુબના માધ્યમથી સારવાર કરવામાં આવી. આ ટ્યુબ દ્વારા ફેફસાંમાંથી પ્રવાહી કાઢી શકાય છે, જેથી ફેફસાં ફરીથી યોગ્ય રીતે કાર્ય કરે.

આજે ધ્યાનેશ સ્વસ્થ છે

છેલ્લા 5 અઠવાડિયાની સતત સારવાર પછી, બાળક હવે સંપૂર્ણ સ્વસ્થ છે. તેનો ચહેરો ફરીથી ઝળહળતો જોવા મળે છે. માતા મનીષાની હિંમત અને ડોક્ટર્સની સમર્પિતતા આજે બાળકના નવા જીવન માટે આધારશીલ બની છે.

કોણ છે ગુજરાતના એ PI કે જેના એક દિવસમાં બદલીના બે બે ઓર્ડર થયા, પોલીસ બેડામાં એક PI ની કેમ છે ચર્ચા ? જાણવા માટે અહીં ક્લિક કરો..

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">