Ahmedabad: નર્કાગાર જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે નરોડાવાસી, ચોમાસામાં ખોદાયેલા ખાડાઓથી મુશ્કેલીઓમાં વધારો

અમદાવાદના (Ahmedabad) નરોડામાં ખોદેલા રોડમાં, ખાડામાં ગટરના અને વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ થતા સ્થાનિક વિસ્તારમાં બીમારી ફાટી નીકળી છે.

Ahmedabad: નર્કાગાર જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે નરોડાવાસી, ચોમાસામાં ખોદાયેલા ખાડાઓથી મુશ્કેલીઓમાં વધારો
નરોડામાં ચોમાસામાં ખોદાયેલા ખાડાથી લોકો પરેશાન
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 22, 2022 | 5:29 PM

ગુજરાતમાં (Gujarat)  ચોમાસુ (Monsoon) શરુ થઇ ગયુ છે. જો કે અમદાવાદમાં (Ahmedabad) હજુ પણ ઠેક ઠેકાણે રોડ ખોદાયેલા જોવા મળે છે. અમદાવામાં નરોડામાં કેટલાક વિસ્તારમાં ખોદાયેલા ખાડા, ગંદકી , ખરાબ રસ્તાઓ જોવા મળી રહ્યા છે. ચોમાસુ નજીક છે ત્યારે અહીં બીમારી વધુ ફેલાવાનો પણ ડર છે. ખોદાયેલા ખાડાઓને કારણે પાણીની લાઇનમાં સમસ્યા સર્જાય છે. જેના કારણે લોકોને પીવાના શુદ્ધ પાણીની સમસ્યા પણ સર્જાય છે.

ખાડાઓમાં પાણી ભરાવાનું શરુ થયુ

અમદાવાદના નરોડામાં આવેલી વ્યાસવાડી નજીક કેનાલ પાસે RCC રોડ બનાવવાને લઈને 20 દિવસ પહેલા AMC દ્વારા રોડ ખોદી નાખવામાં આવ્યો હતો. AMCએ એ પણ ન વિચાર્યું કે ચોમાસુ નજીક છે અને કામ પૂર્ણ નહિ થાય તો સમસ્યા સર્જાઈ શકે છે. આ કજોડકામ બાદ AMC ત્યાં હાલ જોવા પણ નથી જઈ રહ્યું. તેના કારણે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે રોડ ખોદી નખાતા લોકોને તેમના ઘરે જવામાં હાલાકી પડી રહી છે. તો ખોદેલા રોડમાં, ખાડામાં ગટરના અને વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ થતા સ્થાનિક વિસ્તારમાં બીમારી ફાટી નીકળી છે. એટલું જ નહીં પણ રોડના ખોદકામને લઈને પાણીની લાઇનમાં સમસ્યા સર્જાતા લોકોને પીવાનું પાણી મળવામાં પણ સમસ્યા સર્જાય હોવાના લોકોના આક્ષેપ છે.

AMCએ ખોદેલા રોડ પર કપચી પાથરવાનું શરૂ કર્યું

નરોડામાં વ્યાસવાડી નજીક આવેલ કેનાલ પાસે જે ખોદકામ કરવા આવ્યું છે તે માત્ર એક કિલો મીટરની અંદર કરાયુ છે. આ કેનાલ પાસે થોડા દિવસ પહેલા પાણી વાલ્વનું કામ કરવા ખોદકામ કરતા લોકોને હાલાકી પડી હતી. જોકે કામ જલ્દી પૂર્ણ કરી દેવાયું હતુ, પણ આ રોડ તો ત્યાનું ત્યા જ છે. ત્યારે ચોમાસાનો વરસાદ થતા હવે AMCએ ખોદેલા રોડ પર કપચી પાથરવાનું શરૂ કર્યું છે. જેથી લોકોને લાગે કે કામગીરી થઈ રહી છે. પણ લોકો પણ જાણી ગયા કે AMC કોણીએ ગોડ ચોંટાડી રહ્યું છે. જેથી સ્થાનિક લોકોએ આ કામગીરી માટે સમય ખોટો પસંદ કર્યાનું જણાવી લોકોની સમસ્યા દૂર કરવા માગ કરી છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

આ પહેલા નરોડા વિસ્તારમાં સાંઈ ચોક પાસે એક કિલો મીટરના રસ્તામાં હાલાકી સર્જાઇ હતી. જે ચાર વર્ષથી બન્યો નથી. આ રસ્તાની કામગીરીને લઇને AMC વિવાદમાં આવ્યું હતુ અને હવે તેજ વિસ્તાર પાસે આવેલી વ્યાસવાડી SRP તરફ જતા રોડના કામને લઈને AMC વિવાદમાં આવ્યું છે. કેમકે હાલમાં અહી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે હાલના કામને જોતા ચોમાસા દરમિયાન રસ્તાની કામગીરી પૂર્ણ ન થવાની શકયતા લોકોને  લાગી રહી છે. ત્યારે જોવાનું એ રહે છે વરસાદ સમયે AMC સ્થાનિકોની સમસ્યા ક્યારે અને કેવી રીતે દૂર કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">