AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદીઓને મળશે નવી સુવિધા, આ સ્થળે બનાવાશે ફૂટ ઓવરબ્રીજ

આ કામની સમય મર્યાદા 12 માસ ચોમાસા સહિતની રાખવામાં આવેલ છે. આ કામમાં સિવિલ વર્કની આઇટમોનો ખર્ચ આશરે 2.41 કરોડ તેમજ ઇલેકટ્રીક વર્કની આઇટમનો ખર્ચ આશરે 1.52 કરોડ જેટલો થાય તેમ છે.આ કામમાં ચાર કોન્ટ્રાકટર દ્વારા બીડ ભરવામાં આવેલ છે

અમદાવાદીઓને મળશે નવી સુવિધા, આ સ્થળે બનાવાશે ફૂટ ઓવરબ્રીજ
Ahmedabad Foot Over Bridge
Jignesh Patel
| Edited By: | Updated on: May 07, 2023 | 11:53 PM
Share

અમદાવાદમાં(Ahmedabad)  દિવસે દિવસે ટ્રાફિકની(Traffic)  સમસ્યા વધી રહી છે રસ્તા પર પૂર ઝપાટે દોડતા વાહનોને કારણે રાહદારીઓને રસ્તો ઓળંગવામાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ જ બાબતને ધ્યાન પર રાખી શાહીબાગ ડફનાળાથી એરપોર્ટ જતા વી.આઇ.પી. રોડને ક્રોસ કરી કેન્ટોનમેન્ટ બોર્ડની પ્રીમાઇસીસમાં કેમ્પના હનુમાન મંદીરના ગેટ પાસે ફૂટ ઓવર બ્રીજ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં કેમ્પ હનુમાન મંદિરના ગેટ પાસે ફુટઓવર બ્રીજ બનાવવાનુ આયોજન કરવામાં આવેલ છે.જેમાં 600 એમ.એમ ડાયાની પાઇલ તેમજ તેની ઉપર પાઇલ કેપ કરી સ્ટીલ સ્ટ્રક્ચરની કામગીરી કરવાની થાય છે. આ ફુટ ઓવર બ્રીજનો કલીયર સ્પાન 24.95 મી છે.તેમજ આ ફુટ ઓવર બ્રીજની પહોળાઇ ૩.૦૦ મીટર રાખવામાં આવેલ છે.તેમજ તેની ઉંચાઇ ૫.૫ મીટર રાખવામાં આવેલ છે.તેમજ ફુટ ઓવર બ્રીજના બંન્ને છેડા ઉપર સીડીની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

પાઇલ કેપ કરી સ્ટીલ સ્ટ્રકચરની કામગીરી કરાશે

આ ઓવર બ્રીજમાં બંન્ને બાજુ ૨૦ પેસેન્જેસની લીફટનું પ્રોવિઝન રાખવામાં આવેલ છે.મધ્યઝોનના શાહીબાગ વોર્ડમાં રાજસ્થાન હિન્દી હાઇસ્કુલ થી સ્વામીનારાયણ સંસ્થા મંદિરના ઉતારા પાસેની જગ્યામાં રસ્તો ઓળંગવા માટે ફુટ ઓવર બ્રીજ બનાવવાનું કામ કરવામાં આવ્યું છે. આ કામ સ્વામીનારાયણ મંદિરના ગેટ પાસે ફુટઓવર બ્રીજ બનાવવાનુ આયોજન કરવામાં આવેલ છે.જેમાં 600 એમ.એમ ડાયાની પાઇલ તેમજ તેની ઉપર પાઇલ કેપ કરી સ્ટીલ સ્ટ્રકચરની કામગીરી કરવાની થાય છે.

કમ્બાઇન્ડ ફુટ ઓવરબ્રીજનો અંદાજીત ખર્ચ આશરે રૂપિયા 3.94 કરોડ

આ ફુટ ઓવર બ્રીજનો કલીયર સ્પાન 24,.00મી છે.તેમજ સદર ફુટ ઓવર બ્રીજની પહોળાઇ 3.50 મીટર રાખવામાં આવેલ છે.તેમજ તેની ઉંચાઇ 5.5 મીટર રાખવામાં આવેલ છે.તેમજ ફુટ ઓવર બ્રીજના બંન્ને છેડા ઉપર સીડીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ફુટ ઓવર બ્રીજમાં બંન્ને બાજુ 20 પેસેન્જેસની લીફટનું પ્રોવિઝન રાખવામાં આવેલ છે. આ કમ્બાઇન્ડ ફુટ ઓવરબ્રીજનો અંદાજીત ખર્ચ આશરે રૂપિયા 3.94 કરોડનો થાય તેમ છે.

આ કામની સમય મર્યાદા 12 માસ ચોમાસા સહિતની રાખવામાં આવેલ છે. આ કામમાં સિવિલ વર્કની આઇટમોનો ખર્ચ આશરે 2.41 કરોડ તેમજ ઇલેકટ્રીક વર્કની આઇટમનો ખર્ચ આશરે 1.52 કરોડ જેટલો થાય તેમ છે.આ કામમાં ચાર કોન્ટ્રાકટર દ્વારા બીડ ભરવામાં આવેલ છે.જેમાં સૌથી ઓછા ભાવના એલ-1 કોન્ટ્રાકટર યમુનેશ કંનસ્ટ્રકશન એલએલપી દ્વારા અંદાજીત ભાવથી 19.31 ટકા વધુ એટલે કે રૂપિયા 4.70 કરોડનું ભાવનું ભરવામાં આવેલ છે. હાલમાં આ ટેન્ડરની રોડ એન્ડ બિલ્ડીગ કમિટીની મંજુરીમાં છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">