AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch : પ્રિવેડીંગ શુટ નહી સુખપરની યુવતીએ પોતે ગોબરથી સજાવ્યો લગ્નનો માંડવો, જુઓ Video

Kutch : પ્રિવેડીંગ શુટ નહી સુખપરની યુવતીએ પોતે ગોબરથી સજાવ્યો લગ્નનો માંડવો, જુઓ Video

Jay Dave
| Edited By: | Updated on: May 07, 2023 | 7:14 PM
Share

કહેવત છે ને કે દિકરી ને ગાય દોરે ત્યાં જાય " દિકરી નો ગાય પ્રત્યેના પ્રેમ નો અનોખો કિસ્સો ભુજ તાલુકા ના સુખપર ગામે જોવા મળ્યો. છે. કેમકે લગ્ન પહેલા જ્યા આજના સમયમાં પ્રિવેડીંગ નું શુટિંગ અને ફોટોગ્રાફી થતી હોય એવા સમયે પરિવારની " નિશા " માતા સવિતાબેન, નાનપણ ની સખીઓ અને પરિવારજનો સાથે ગાયના ગોબરથી પોતાના જ લગ્ન નો ગોબરમય માંડવો તૈયાર કરતી હતી

એક સમય હતો જ્યારે લગ્ન(Marriage)  ખુબ સાદગી અને પારંપરીક રીતે થતા જો કે આજે ક્યાક પરંપરા તો ક્યાક ભપકાદાર લગ્નની ઉજવણીનો દોર ચાલી રહ્યો છે. જેમાં ડેસ્ટીનેશન વેડીંગ સાથે લગ્નમાં કંઇક નવુ કરવાનો યુવક-યુવતી અને તેના પરિવારજનો પ્રયત્ન કરતા હોય છે. જો કે તે વચ્ચે કચ્છની (Kutch) સુખપર ગામની એક યુવતી અને તેના પરિવારે હટકે લગ્ન કરવાનુ નક્કી કર્યુ. યુવતી સોમવારે લગ્નના બંધનમાં બંધાશે પરંતુ આજે ગોબરથી સજાવેલ મંડપમાં યુવતીના માંડવો બંધાયો હતો. ગાયનો મહિલા સમજાવવા માટે ગોબરથી તૈયાર કરાયેલ મંડળ લગ્ન માટે સજાવાયો હતો અને તેમાં યુવતીએ પણ તેની સાથી મિત્રો અને પરિવાર સાથે મળી ગોબરથી મંડપ શણગારવાનુ કામ જાતે કર્યુ હતુ.

યુવતીએ જાતે સજાવ્યો ગોબરથી માંડવો

મોંધા સંગીત કાર્યક્રમ,ડેસ્ટીનેશન વેડીંગ અને ભપકેદાર લગ્ન આજની યુવતીઓ મોટાભાગે આવા લગ્ન કરવા માટે ઉત્સાહીત હોય છે. પરંતુ સુખપરની એક યુવતીએ અનોખી રીતે લગ્ન કરવાનુ નક્કી કર્યુ નાનપણથીજ પરિવારમાં ગાય પ્રત્યે અપાર પ્રેમ તો પછી લગ્ન સમયે કેમ તેને ભુલાય અને તેથીજ પહેલા લગ્ન માટેની કંકોત્રી ગાયના છાણમાંથી બનાવાઇ અને ત્યાર બાદ લગ્ન માટેનો જે મંડપ તૈયાર થયો તે પણ ગાયના છાણમાંથી રવજીભાઇની પુત્રી નિશાના લગ્ન કચ્છમાંજ સુરેશ સાથે નક્કી થયા તેઓ સોમવારે લગ્નના તાંતણે બંધાશે પરંતુ આજે મંડપ રોપણ થયુ તે આખુ ગાયના છાણમાંથી બનાવવામા આવ્યુ છે અને તેને ખુદ નિશા તેની માતા સવિતાબેન અને તેના મિત્રોએ તૈયાર કર્યુ લગ્નમાં ખુદના સાજ સજાવટ કરતા ગાયનો મહિલા અને તેના પ્રત્યેનો પ્રેમ દર્શાવવા માટે 12 દિવસ સુધી ખુદ પરિવારના સભ્યોએ મહેનત કરી મંડપનો શણગાર કર્યો

ગૌ મહિમા દર્શાવાનો પ્રયત્ન

કહેવત છે ને કે દિકરી ને ગાય દોરે ત્યાં જાય ” દિકરી નો ગાય પ્રત્યેના પ્રેમ નો અનોખો કિસ્સો ભુજ તાલુકા ના સુખપર ગામે જોવા મળ્યો. છે. કેમકે લગ્ન પહેલા જ્યા આજના સમયમાં પ્રિવેડીંગ નું શુટિંગ અને ફોટોગ્રાફી થતી હોય એવા સમયે પરિવારની ” નિશા ” માતા સવિતાબેન, નાનપણ ની સખીઓ અને પરિવારજનો સાથે ગાયના ગોબરથી પોતાના જ લગ્ન નો ગોબરમય માંડવો તૈયાર કરતી હતી. કચ્છમાં ગાયનો મહિમાં દર્શાવવા માટે ધણા પ્રયત્નો થઇ રહ્યા છે હાલમાં જ પૂર્ણ થયેલ ભુજના શ્રી નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ માં ગાયના વિષયને લઈને આકર્ષણનું કેન્દ્ર બનેલ ગો મહિમા પ્રદર્શન માં એક લાખ ફુટ કંતાનના ગોબરના લીપણ અને વિવિધ તોરણના શણગાર તૈયાર કરાયો હતો તેમાં પણ અતી મહત્વની ભુમિકા નિશા અને તેમની બહેનપણીઓએ સાથે મળી ભજવી હતી ત્યારે હવે લગ્નમાં પણ ગૌ મહિમાનો અનેરો સંદેશ આપવાનો પ્રયત્ન કરાયો છે.

સુખપરના રાવજીભાઇ મેપાણી પરીવારનો ઉમેરો થયો

ભારતીય સંસ્કૃતિ સાથે ગો-પ્રેમ ને આજે પણ જીવંત છે. કેમકે કચ્છમાં ધણા એવા લગ્નો પાછલા વર્ષોમાં થયા જેમાં ગાયનો મહિમાં દર્શાવવાનો પ્રયત્નો થયો છે તે પછી લગ્નમાં દિકરીને ગાયની ભેટ આપવાની વાત હોય કે પછી ગાયના છાણમાંથી તૈયાર થયેલ આવા માંડવા અને પારંપરીક લગ્નની ઉજવણી હોય સુખપરના સામાજીક આગેવાન રામજી વેલાણી કહે છે. સુખપરમાં આવી રીતે ગાયનો મહિમાં દર્શાવતા અનેક લગ્ન થયા છે. જેમાં સુખપરના રાવજીભાઇ મેપાણી પરીવારનો ઉમેરો થયો છે ગાયનો મહિમા વધારવાનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 07, 2023 07:09 PM
g clip-path="url(#clip0_868_265)">