AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : કોરોના મહામારી વચ્ચે સ્વાઇન ફ્લૂથી એક દર્દીનું અવસાન

અમદાવાદના(Ahmedabad) નારણપુરાનાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દર્દી બાયપેપ પર સારવાર હેઠળ છે. એક તરફ કોરોનાનાં કેસોમાં વધારો તો બીજી તરફ સ્વાઇન ફ્લૂથી એક દર્દીનાં મોતે તંત્રની ચિંતા વધારી દીધી છે.

Ahmedabad : કોરોના મહામારી વચ્ચે સ્વાઇન ફ્લૂથી એક દર્દીનું અવસાન
Ahmedabad Swine Flu
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 10:26 PM
Share

કોરોના મહામારી વચ્ચે અમદાવાદીઓ (Ahmedabad) માટે ફફડાટ ફેલાય તેવા સમાચાર મળી રહ્યા છે. સ્વાઇન ફ્લૂથી(Swine Flu)અમદાવાદમાં એક દર્દીનું મોત થયું છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા એક દર્દીનું મોત થયું છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં બે સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર હેઠળ હતા. 26 જુલાઈએ નારણપુરા અને 27 જુલાઈએ સરખેજ વિસ્તારમાંથી સ્વાઇન ફ્લૂના પોઝિટિવ દર્દીઓને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 27 જુલાઈએ દાખલ થયેલા સરખેજના દર્દીની હાલત ગંભીર જણાતી હતી એટલે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો.

જેમાં દર્દીનું આજરોજ મોત નિપજ્યું છે. જ્યારે નારણપુરાનાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દર્દી બાયપેપ પર સારવાર હેઠળ છે. એક તરફ કોરોનાનાં કેસોમાં વધારો તો બીજી તરફ સ્વાઇન ફ્લૂથી એક દર્દીનાં મોતે તંત્રની ચિંતા વધારી દીધી છે.

સ્વાઈન ફ્લૂ

સ્વાઈન ફ્લૂ એચવનએનવન (H1N1) એક એવો વાયરસ છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બને છે. હકીકતમાં આ વાયરસના લક્ષણો એપ્રિલ- 2009માં યુ.એસમાં મળી આવ્યાં હતાં. અન્ય શહેરો જેવા કે, મેક્સિકો અને કેનેડામાં પણ આ વાઈરસના કારણે અસંખ્ય લોકો તાવમાં સપડાયાં હતાં. આ એક વાયરસ છે જેનો ચેપ લાગવાથી તે અત્યત ઝડપી રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી જાય છે.માર્ચ-2009 ના અંતમાં અને એપ્રિલ માસની શરૂઆતમાં સ્વાઈન ફ્લૂ ઈંફ્લુએન્ઝા એ (H1N1) દક્ષિણ કેલિફોર્નિયા અને સેંટ એન્ટોનિયો (ટેક્સાસ)માં પ્રવેશ કર્યો. શરૂઆતી તબક્કામાં એ જાણવું ખુબ જ મુશ્કેલ રહ્યું કે, વ્યક્તિ આ વાયરસનો ભોગ બન્યો છે.

એચવનએનવન એક જીવલેણ વાયરસ છે જેના વિષે દેશ-વિદેશના ઘણા બધા લોકો જાણતા નથી. આ વાયરસ તાવના વાયરસથી બિલકુલ મળતો આવે છે. અહીં પણ દરદી સામાન્ય તાવ, કફ, ગળામાં ખરાશ, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો અનુભવે છે. એચવનએનવનના કારણે કેટલાક લોકોને આ વાયરસના કારણે ઝાડા-ઉલટી અને ન્યૂમોનિયા પણ થઈ જાય છે.

સ્વાઈન ફ્લૂના લક્ષણો

ઝડપથી શ્વાસ લેવો અથવા શ્વાસ લેવામાં પરેશાની વારંવાર ઉલટી થવી ચાલી ન શકવું, ક્રિયા પ્રતિક્રિયા ન આપવી મૂંઝવણ અને વારંવાર રડવું તાવ અને શરદીનો ભોગ બનવું પૂરતું પ્રવાહી ન પીવું વયસ્કોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણોના ચિન્હો શ્વાસ લેવામાં પરેશાની પેટ અને છાતીમાં દબાણ- દુ:ખાવાની ફરિયાદ વારંવાર ઉલટી થવી અચાનક ચક્કર આવવા

g clip-path="url(#clip0_868_265)">