AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : શહેરમાં વધુ એક ઓક્સિજન પાર્ક બન્યો, હેબતપુરમાં 12 હજાર વૃક્ષ સાથે PPP મોડલથી પાર્ક વિકસિત કરાયો

અમદાવાદ(Ahmedabad) શહેરમાં વધુ એક ઓક્સિજન પાર્ક(Oxygen Park)બની ગયો છે . શહેરના થલતેજ વોર્ડના હેબતપુર પાસે 12 હજાર વૃક્ષ સાથે PPP મોડલથી આ પાર્ક બનાવ્યો છે. જેમાં બુધવારે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે ઓક્સિજન પાર્કને પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવશે.

Ahmedabad : શહેરમાં વધુ એક ઓક્સિજન પાર્ક બન્યો, હેબતપુરમાં 12 હજાર વૃક્ષ સાથે PPP મોડલથી પાર્ક વિકસિત કરાયો
Ahmedabad Oxygen Park
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 5:05 PM
Share

અમદાવાદ(Ahmedabad) શહેરમાં વધુ એક ઓક્સિજન પાર્ક(Oxygen Park)બની ગયો છે. જેમાં શહેરના ગ્રીન કવરને વધારવ  માટે થલતેજ વોર્ડના હેબતપુર પાસે 12 હજાર વૃક્ષ સાથે PPP મોડલથી આ પાર્ક બનાવ્યો છે. જેમાં બુધવારે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે ઓક્સિજન પાર્કને પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવશે.આ ઓક્સિજન પાર્કની વિશેષતા એ છે કે, 5થી6 ડિગ્રી ગરમી ઓછી લાગશે.કુલ 128 ઓક્સિજન પાર્ક ઉભા કરાયા છે..અંદાજીત 15 લાખ રૂપિયાના ખર્ચે આશરે 4 હજાર 200 ચોરસ મીટર વિસ્તારમાં પાર્ક તૈયાર થયો છે. જેમાં મિયાવાંકી પદ્ધતિનો ઉપયોગ કરીને વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. આ પાર્કના બીજા આકર્ષણ વિશે વાત કરીએ તો અહીં એક વોક વે અને ઓપન જીમ હશે.

અર્બન ફોરેસ્ટ ડેવલપનો નવતર પ્રયોગ હાથ ધરાયો

આ સમગ્ર ઓક્સિજન પાર્કને મિયાવાંકી પદ્ધતિથી વિકસિત કરવામાં આવ્યું છે. જ્યારે શહેરના કુલ ભૌગોલિક વિસ્તારના 4.66 ટકા ગ્રીન ક્વરને 15 ટકા સુધી લઈ જવા માટે કોર્પોરેશને 2019-20થી દર વર્ષે 10 લાખ વૃક્ષો ઉગાડવાનું આયોજન હાથ ધર્યું છે. જેના ભાગરૂ અર્બન ફોરેસ્ટ ડેવલપનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. છેલ્લા 5 વર્ષમાં 128 જેટલા અર્બન ફોરેસ્ટ ડેવલપ કરાયા છે. જે વ્યક્તિ વનમાં પ્રવેશે એટલે બહાર કરતા 5થી 6 ડિગ્રી ઓછી ગરમી અનુભવશે. અમદાવાદ શહેરમાં તૈયાર થયેલા ઓક્સિજન પાર્ક અંગે વાત કરીએ તો શહેરના મધ્ય ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 55, પશ્ચિમ ઝોનમાં 17, ઉત્તર ઝોનમાં 11, દક્ષિણમાં 07, ઉત્તર દક્ષિણમાં 12, દક્ષિણ ઝોનમાં 22 ઓક્સિજન પાર્ક સહિત સમગ્ર અમદાવાદમાં કુલ 128 ઑકિસજન પાર્ક તૈયાર થયા છે.

અમદાવાદ કોર્પોરેશન  પ્લોટથી લઈ ખુલ્લી જગ્યામાં વૃક્ષો વાવી રહ્યું છે 

અમદાવાદ કોર્પોરેશન શહેરમાં  કોર્પોરેશનના  પ્લોટ હોય કે વિશાળ જગ્યા હોય ત્યાં વૃક્ષો વાવી અને શહેરમાં ગ્રીન કવર વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર હોય દરેક જગ્યાએ નાનું વન બનાવી અને તેનું જતન કરવામાં આવી રહ્યું છે.

દર વર્ષના 10 લાખ વૃક્ષારોપણના બદલે આ વર્ષે 13  લાખનો લક્ષ્યાંક મૂક્યો

અમદાવાદ શહેરમાં વધી રહેલા રિયલ એસ્ટેટના વ્યાપ વચ્ચે મહાનગર પાલિકાએ પણ શહેરના ગ્રીન કવર વધારીને પર્યાવરણ જાળવણી માટે પ્રયાસ શરૂ કર્યા છે. જેના મહાનગરપાલિકાએ દર વર્ષના 10 લાખ વૃક્ષારોપણના બદલે આ વર્ષે 13  લાખનો લક્ષ્યાંક મૂક્યો છે. જેમાંથી 10 લાખ વૃક્ષો લગાવી દેવામાં આવ્યા છે.  કોર્પોરેશન દ્વારા શહેરમાં 5.18 લાખ જેટલા મોટા વૃક્ષો અને 4.88 લાખ જેટલા ફૂલ છોડનો સમાવેશ થાય છે. જેમાં અત્યાર સુધીમાં 10.07 લાખ વૃક્ષો ફુલ- છોડ વાવ્યા છે. શહેરના વિવિધ ગાર્ડનમાં પણ 1.77 લાખ જેટલા ફૂલ છોડ વાવવામાં આવ્યા છે. જ્યારે રોડ સાઇડ પર પણ 1 લાખ ફુલ છોડ તથા તુલસીના રોપા પણ 1 લાખ જેટલા વિતરણ કરવામાં આવ્યા છે. શહેરમાં ખાસ કરીને મિયાવાકી પદ્ધતિ તેમજ ગીચ વૃક્ષારોપણથી ગીચ જંગલ ઉભા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">