AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: વિધાનસભામાં રજૂ થનાર કોમન યુનિવર્સિટી એક્ટનો વિરોધ, NSUI-કોંગ્રેસ દ્વારા સમગ્ર બીલનો વિરોધ, વિદ્યાર્થી પ્રતિનિધિની નાબૂદીથી ABVP ખફા

Ahmedabad: ગુજરાત વિધાનસભામાં રજૂ થનાર કોમન યુનિવર્સિટી એકટને લઈને કોંગ્રેસ લડી લેવાના મૂડમાં જણાઈ રહી છે. કોંગ્રેસ અને NSUI દ્વારા આ સમગ્ર બિલનો વિરોધ કરાઈ રહ્યો છે. તો બીજી તરફ ભાજપની જ વિદ્યાર્થી પાંખ ABVP યુનિવર્સિટીઝમાંથી વિદ્યાર્થી પ્રતિનિધિત્વ રદ થવાની બાબતને લઈને વિરોધ કરી રહી છે.

Ahmedabad: વિધાનસભામાં રજૂ થનાર કોમન યુનિવર્સિટી એક્ટનો વિરોધ, NSUI-કોંગ્રેસ દ્વારા સમગ્ર બીલનો વિરોધ, વિદ્યાર્થી પ્રતિનિધિની નાબૂદીથી ABVP ખફા
Narendra Rathod
| Edited By: | Updated on: Aug 04, 2023 | 12:49 AM
Share

Ahmedabad: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં સરકાર કોમન યુનિવર્સિટી એક્ટ (Common Universities Act) લાગુ કરવા માટેના ડ્રાફ્ટ ની જાહેરાત કરવામાં આવી છે. બહુમતીના જોરે વિધાનસભામાં બિલ પસાર થાય એવી શક્યતા છે. ત્યારે કોંગ્રેસ સાથે સંકળાયેલ પૂર્વ સેનેટ-સિન્ડિકેટ સભ્યો અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તો સામે બાજુ ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP પણ બીલથી અસહમતી દર્શાવતું જોવા મળી રહ્યું છે. ખરડાની જોગવાઈ મુજબ યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થી પ્રતિનિધિત્વ દૂર થશે તેમજ યુનિવર્સીટીની સ્વાયત્તતા પણ ઓછી થવાનો ભય છે.

કોંગ્રેસ, NSUI સહિત ABVP પણ બિલના વિરોધમાં

નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ આગામી વિધાનસભા સત્રમાં રાજ્ય સરકાર કોમન યુનિવર્સિટી એક્ટનું બિલ લઈને આવનાર છે. જેનો વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ સાથે સંકળાયેલ સિન્ડિકેટ સભ્યો અને વિદ્યાર્થી પાંખ NSUI સમગ્ર બિલનો વિરોધ કરે છે, તો સાથે જ ભારતીય જનતા પાર્ટીની જ વિદ્યાર્થી પાંખ આ બિલની જોગવાઈઓનો વિરોધ કરતું જોવા મળી રહ્યું છે. બિલ મુજબ રાજ્યની 8 યુનિવર્સીટીઓમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વ યુનિવર્સિટીમાંથી રદ થશે એ બાબતને લઈ ABVP વિરોધ કરી રહ્યું છે, જ્યારે સમગ્ર બિલનો વિરોધ કોંગ્રેસ સાથે સંકળાયેલ પૂર્વ સિન્ડિકેટ સભ્યો અને NSUI કરી રહ્યું છે.

બિલ પાસ થયા બાદ રાજ્યની વિવિધ યુનિવર્સિટીની સ્વાયત્તતા ખતમ થશે- કોંગ્રેસ

બિલ પાસ થયા બાદ રાજ્યની 8 યુનિવર્સિટીઓના પોતાના અધિનિયમો અને નિયમો ખતમ થઈ જશે. તમામ સરકારી યુનિવર્સિટીમાં એકસમાન અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ થઈ જશે. કોમન યુનિવર્સિટી એક્ટથી પ્રવેશ, પરીક્ષા અને પદવીમાં એકસૂત્રતા આવી જશે. વિવિધ યુનિવર્સિટીની સ્વાયત્તતા ખતમ થશે અને સરકારનું નિયંત્રણ આવી જશે. કોમન યુનિવર્સિટી એક્ટથી વિવિધ યુનિવર્સિટીઓની એકેડેમીક અને ફાઈનાન્સિયલ ઓટોનોમિ ખતમ થઈ જશે. કોમન યુનિવર્સિટી એક્ટ બાદ કુલપતિની ટર્મ 3ના બદલે 5 વર્ષની થશે અને કુલપતિ રિપિટ નહિ થાય. તેમજ યુનિવર્સીટીઓની ચૂંટણીઓના બદલે બોર્ડ ઓફ ગવર્નરન્સ આવી જશે.

આ પણ વાંચો : Breaking News: ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના કુલપતિ તરીકે રાજુલ ગજ્જરની નિમણુક, ગુજરાત યુનિવર્સિટી બાદ GTUને પણ મળ્યા મહિલા કુલપતિ 

કોંગ્રેસ બિલનો વિરોધ કરશે:ઇન્દ્રવીજયસિંહ

આ પ્રથમ વાર નથી કે જ્યારે રાજ્ય સરકાર કોમન યુનિવર્સિટી એક્ટ લઈને આવ્યું હોય. આ અગાઉ 2005, 2007, 201, 2014 માં પણ રાજ્ય સરકાર કોમન યુનિવર્સિટી એક્ટ લઈને આવી હતી જો કે વિરોધના પગલે એ પાસ થઈ શક્યું ન હતું. પરંતુ આ વખતે નેશનલ એજ્યુકેશન પોલીસીના કારણે બિલ પાસ થાય એવી શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે કોંગ્રેસ આ બિલનો વિરોધ કરતું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસે તમામ આઠ યુનિવર્સિટી સાથે સંકળાયેલ પોતાના પૂર્વ સિન્ડિકેટ સભ્યોની બેઠક યોજી હતી. જેમાં શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને જાગૃત કરવાનો નિર્ણય લેવાયો. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને કોંગ્રેસ નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું કે સરકારની નજર યુનિવર્સિટીઓની વિશાળ જગ્યા પર છે. ખાનગી યુનિવર્સિટીઝને મજબૂત બનાવવા સરકાર પહેલાથી જ સરકારી યુનિવર્સિટીને નબળી બનાવી ચુકી છે. હવે બિલ લાવી સરકારી યુનિવર્સિટીની જમીનો પર તેમની નજર છે. ગાંધીનગર પાસે PDPU બનાવી રિલાયન્સને સોંપી દીધું, એમ હવે સરકારી યુનિવર્સિટીઝ પણ બીજાને સોંપવાનો કારસો ઘડાઈ રહ્યો છે. આ સમયે શિક્ષણ સાથે સંકળાયેલ લોકો આગળ આવી બિલનો વિરોધ કરે એ જરૂરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">