AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: 75માં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ યુવકના હ્રદયનું દાન, પાટણના યુવકને મળ્યુ નવું જીવન

Ahmedabad: આઝાદીના 75મા અમૃત મહોત્સવની પૂર્વ સંધ્યાએ અમદાવાદના 38 વર્ષીય બ્રેઈનડેડ વ્યક્તિના હ્રદયના દાનથી પાટણના 38 વર્ષીય યુવક વર્ષોની પીડામાંથી આઝાદ થયા અને તેમને નવજીવન મળ્યુ છે.

Ahmedabad: 75માં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ યુવકના હ્રદયનું દાન, પાટણના યુવકને મળ્યુ નવું જીવન
બ્રેનડેડ યુવકના હ્રદયનું દાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 9:20 PM
Share

સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં બ્રેઈનડેડ અમિત તરૂણભાઈ શાહના પરિવારજનોએ તેમના અંગોના દાનનો ઉમદા નિર્ણય કર્યો હતો. અમદાવાદ (Ahmedabad)ના બાપુનગર વિસ્તારમાં રહેતા 38 વર્ષિય અમિત શાહ ઊંચાઈ પરથી પડી જતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જેમને સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના તબીબો જ્યારે તેમના બ્રેઈન ડેડ શરીરમાંથી અંગોના દાન માટે રિટ્રાઈવલ સેન્ટરમાં લઈ ગયા અને ત્યારે 7થી 10 કલાકની મહેનત અને ભારે જહેમત બાદ તેમના હ્રદય (Heart) અને બે કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી હતી.

હ્રદય, ફેફસા જેવા અંગોનું બ્રેઈનડેડ થચા બાદ જ દાન થઈ શકે

આપને જણાવી દઈએ કે કોઈપણ બ્રેઈનડેડ વ્યક્તિના શરીરમાંથી અન્ય અંગોની સાપેક્ષે હ્રદય, ફેફસા, નાનુ આંતરડુ જેવા અંગોનું દાન મળવુ તબીબી જગતમાં અતિ મહત્વનું માનવામાં આવે છે. કારણ કે અંગદાનમાં મળતા 9 અંગોમાંથી કિડની, લીવર, જીવિત વ્યક્તિ પણ દાન કરી શકે છે, પરંતુ હ્રદય, ફેફસા જેવા અંગે બ્રેઈનડેડ થયા બાદ જ દાન કરવા શક્ય બને છે. જેમાં અન્ય અંગોની સરખામણીએ હ્રદયને અતિ મહત્વનું માનવામાં આવે છે. જેને ગણતરીના 4થી5 કલાકમાં રિટ્રાઈવ કર્યા બાદ અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરવાની તાતી જરૂરિયાત ઉભી થતી હોય છે.

સિવિલની અંગદાન ઝુંબેશમાં અત્યાર સુધીમાં 22 હ્રદયના દાન મળ્યા

સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ રાકેશ જોષીના જણાવ્યા મુજબ અંગદાનના સર્વ અંગોમાં હ્રદય અતિ મહત્વનું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં થયેલા 83 અંગદાનમાં 136 કિડની અને 70 લીવરના દાન મળ્યા છે, જ્યારે હ્રદયનું દાન મેળવવામાં 22 કિસ્સામાં સફળતા મળી છે. જે દર્શાવે છે કે 22 હ્રદયનું દાન પ્રાપ્ત થવુ એ પણ એક આગવી સિદ્ધિ જ છે. રાકેશ જોષીએ ઉમેર્યુ કે અમારા તબીબોની ભારે મહેનત અને કર્તવ્ય નિષ્ઠાએ શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.

સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ અમિતભાઈ શાહના મળેલા હ્રદયના દાનને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં પ્રત્યાર્પણ માટે લઈ જવામાં આવ્યુ હતુ. આ તકે સિમ્સ હોસ્પિટલના સર્જન ડૉ. ધિરેન શાહે જણાવ્યુ કે અંગદાનમાં મળેલા હ્રદયને પાટણના 38 વર્ષિય દર્દીમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યુ છે. જેમાં 5 કલાકની જટિલ સર્જરીના અંતે સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં સફળતા મળી છે. દર્દી લાંબા સમયથી હ્રદયને લગતી સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા આ દર્દીને પીડામાંથી ઉગારવા અને પ્રત્યારોપણ માટે અનેક સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા આર્થિક મદદ પુરી પાડવામાં આવી છે.

ઈનપુટ ક્રેડિટ- જિજ્ઞેશ પટેલ- અમદાવાદ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">