Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

|

Oct 11, 2024 | 10:18 AM

પોલીસે પકડેલો આરોપી મૂળ આંધ્રપ્રદેશનો રહેવાસી છે અને આરોપીનું નામ અય્યપ્પા સ્વામી છે. સાયબર ક્રાઇમ દ્વારા આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ છેતરપિંડીના રૂપિયા અલગ અલગ ખાતામાંથી મેળવીને તે રૂપિયાને ક્રિપ્ટો કરન્સીમાં બદલીને વિદેશમાં બેઠેલા મુખ્ય આરોપીઓ સુધી મોકલી દીધા હતા.

Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

Follow us on

જો તમે વોટસએપ વાપરી રહ્યા હોય તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. કેમકે હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ ઓપરેન્ડી લાવીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. અમદાવાદ સાઇબર ક્રાઈમમાં એક એવી ફરિયાદ નોંધાઈ જેમાં સાયબર ગઠિયાઓએ ખોટું whatsapp બનાવીને એક વ્યક્તિ સાથે 86 લાખની છેતરપિંડી કરી છે.

આ ઘટનામાં માહિતી મળી છે કે આ રકમ આરોપીઓએ વિદેશ બેઠેલા આકાઓને મોકલી દીધી. હાલ તો ફરિયાદને આધારે સાઇબર ક્રાઇમ એક આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર કેસમાં અનેક ખુલાસાઓ પણ સામે આવ્યા છે.

પોલીસે પકડેલો આરોપી મૂળ આંધ્રપ્રદેશનો રહેવાસી છે અને આરોપીનું નામ અય્યપ્પા સ્વામી છે. સાયબર ક્રાઇમ દ્વારા આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ છેતરપિંડીના રૂપિયા અલગ અલગ ખાતામાંથી મેળવીને તે રૂપિયાને ક્રિપ્ટો કરન્સીમાં બદલીને વિદેશમાં બેઠેલા મુખ્ય આરોપીઓ સુધી મોકલી દીધા હતા. આ કામ કરવા પેટે આરોપીને 5 ટકા કમિશન મળ્યા હોવાનુ સામે આવ્યું છે..

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

શું હતી સમગ્ર ઘટના ?

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફરિયાદી આઇટી કંપનીમાં એકાઉન્ટન્ટને થોડા દિવસ પહેલા અજાણ્યા નંબર પરથી એક વોટસએપ મેસેજ આવ્યો હતો. જે વોટ્સએપના ડીપીમાં કંપનીના માલિકનો ફોટો રાખવામાં આવ્યો હતો અને તે નંબર ઉપરથી કોઈ અન્ય વ્યક્તિએ વાત કરી હતી કે પ્રોજેક્ટ અંતર્ગત એડવાન્સ પેમેન્ટ કરવાનું છે અને આ પ્રોજેક્ટ ખૂબ અગત્યનો છે, તેનું પેમેન્ટ કરવું પણ જરૂરી છે. જો આ પેમેન્ટ કરવામાં આવશે તો જ પ્રોજેક્ટ થઈ શકશે.

અકાઉન્ટન્ટ દ્વારા 86 લાખ રૂપિયા ઓનલાઇન અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ નંબર પર ડીપીમાં તેના માલિકનો ફોટો હોવાથી વિશ્વાસમાં આવી કર્મચારીએ 86 લાખ રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં પૈસા ટ્રાન્સફર નો મેસેજ કંપનીમાં માલિકને આવતા સમગ્ર ઘટનાનો ખ્યાલ આવ્યો હતો. જેમાં આધારે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

જોકે સાઇબર ક્રાઈમ દ્વારા એક ખાતા નંબરમાં તપાસ કરતા સામે આવ્યું કે એકાઉન્ટ મધ્યપ્રદેશનું છે જેના થકી ટ્રાન્સફર થયેલા રૂપિયા અલગ અલગ લેયરમાં આરોપી સુધી પહોંચ્યા હતા. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે જે નંબરથી મેસેજ આવ્યો તે ચાઇના ના કંબોડિયા થી આવ્યા હોવાનુ સામે આવ્યું છે. જેથી વિદેશથી આ ગેંગ સમગ્ર કૌભાંડ ઓપરેટ થતું હોવાનુ પણ સામે આવ્યું છે.
સાયબર ક્રાઇમ હાલ 57 લાખ રૂપિયા ફ્રીઝ કરાવી દીધા છે અને આરોપીની ધરપકડ કરી ને મોબાઇલ, સીમ કાર્ડ, cpu, ડેબિટ વાઉચર સહિત અન્ય મુદ્દામાલ કબ્જે કર્યા છે, બીજી તરફ જે પણ ખાતામાં રૂપિયા આવ્યા તે ખાતા ધારકોને પણ નોટિસ આપી બોલાવવામાં આવ્યા છે.

 

Next Article