AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ભગવાન જગન્નાથનો આજે યોજાશે નેત્રોત્સવ, પરંપરાગત ધાર્મિક વિધિ અને મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવની કરાશે ઉજવણી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 8:52 AM
Share

પ્રભુ જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા, ત્યારે કેરી અને જાંબુ ખાવાને લીધે ભગવાનને આંખો આવી હતી. જેના કારણે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે.

અમદાવાદમાં જગન્નાથની રથયાત્રા (Rath Yatra) આ વખતે સાદગાઈથી નિકળશે. આ રથયાત્રા પહેલા પરંપરાગત વિધિ (Traditional Ritual) યોજાશે. જમાલપુરખાતે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજવામાં આવશે.

પ્રભુ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા, ત્યારે કેરી અને જાંબુ ખાતા ભગવાનને આંખો આવી હતી. જેના કારણે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. નેત્રોત્સવ પહેલા ભગવાન જગન્નાથની પરંપરાગત વિધિ પ્રમાણે પુજા અર્ચના કરવામાં આવશે. ઉપરાંત નેત્રોત્સવ વિધિ દરમિયાન હર્ષ ઉલ્લાસની સાથે નિયમોનું પણ પાલન કરવામાં આવશે.

આજની ધાર્મિક વિધિની વાત કરવામાં આવે તો સવારે રત્નવેદી પર ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. ત્યારબાદ નેત્રોત્સવ વિધિની શરૂઆત કરવામાં આવે છે. ત્યારબાદ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નેત્રોત્સવ વિધિ બાદ ભગવાનની મહાઆરતી કરવામાં આવે છે.

આ નેત્રોત્સવ વિધિમાં ભગવાન જગન્નાથ (Lord Jagannath) સહિત ભાઈ બલભદ્ર અને સુભદ્રાજીની આંખો પર પાટા બાંધવામાં આવે છે, ત્યારે ભક્તોને મન આ નેત્રોત્સવ વિધિના દર્શન વિશેષ મહત્વ ધરાવતા હોય છે.

અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને રાજ્ય સરકારે કોરોના નિયમોના પાલન સાથે મંજૂરી (Approval) આપી છે. રથયાત્રામાં રથ સહિત માત્ર 5 જ વાહન અને 60 જેટલા ખલાસી ભાઈઓ જોડાઈ શકશે. ઉપરાંત પરંપરાગત રથયાત્રાના રૂટ પર સવારે રથયાત્રાનો પ્રારંભ થશે. ભગવાન જગન્નાથની રથયાત્રાના ઈતિહાસમાં પ્રથમવાર ભક્તો, ગજરાજ, ભજનમંડળી કે અખાડા વિના આ રથયાત્રા યોજાશે.

 

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah શનિવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે

Published on: Jul 10, 2021 08:49 AM
g clip-path="url(#clip0_868_265)">