AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: કિડની રોગોની માવજત અંગે નેફ્રો અપડેટ કોન્ફરન્સનું આયોજન, ઓર્ગન ડોનેશન અંગે પણ થઈ ચર્ચા

કિડનીના રોગોના સંચાલન અને સારવારમાં ફિઝિશિયન્સ તેમજ સિનિયર જનરલ પ્રેક્ટિસનરની મહત્વની ભૂમિકા હોય છે કારણ કે દર્દીઓ હંમેશાં તેમનો સંપર્ક કરતા હોય છે. ને

Ahmedabad: કિડની રોગોની માવજત અંગે નેફ્રો અપડેટ કોન્ફરન્સનું આયોજન, ઓર્ગન ડોનેશન અંગે પણ થઈ ચર્ચા
Jignesh Patel
| Edited By: | Updated on: Mar 13, 2023 | 11:43 PM
Share

ગુજરાતમાં કીડનીના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે કીડનીના રોગો ન થાય તેમજ જો થયા હોય તો તે અંગેની સારવાર અને માવજત અંગે ગુજરાતના 200થી વધુ ફિઝિશિયન્સ તેમજ સિનિયર જનરલ પ્રેક્ટિશનર દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદ, સુરત, નડિયાદ, સુરેન્દ્રનગર, દાહોદ અને અન્ય શહેરોના અંદાજિત 200 જેટલા ફિઝિશિયન્સ તેમજ સિનિયર જનરલ પ્રેક્ટિસનરો અને મેડિકલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ફિઝિશિયન્સ તેમજ સિનિયર જનરલ પ્રેક્ટિસનરોને કિડની રોગની સંભાળના નવા વલણો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.આ કોન્ફરન્સમાં ડો. કમલેશ પરીખે ક્રિએટીનાઈન યુરિયા ઈજીએફઆર પદ્ધતિ અંગે તેમજ તેની મર્યાદા સમજવા માટે રેનલ ફંક્શન ટેસ્ટ વિશે માહિતગાર કર્યા હતા. જ્યારે ડો. કલ્પેશ ગોહિલે CKD એનિમિયા પર તેમના વિચારો શેર કર્યા હતા. ડૉ. વકીલે ડાયાબિટીસ કિડની રોગો માટે ફિનેરેનોન ધ ન્યૂ આર્મમેન્ટેરિયમ વિષય પર વાતચીત કરી હતી. કિડની રોગના સંચાલન અને સારવારના વિવિધ પાસાઓ પર પેનલ ડિસ્કશન પણ યોજાઈ હતી.

આ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે કિડનીના રોગોના સંચાલન અને સારવારમાં ફિઝિશિયન્સ તેમજ સિનિયર જનરલ પ્રેક્ટિશ નરની મહત્વની ભૂમિકા હોય છે કારણ કે દર્દીઓ હંમેશાં તેમનો સંપર્ક કરતા હોય છે. નેફ્રોલોજીમાં તાજેતરના અને સંબંધિત તમામ વિકાસ વિશે ફિઝિશિયન્સ તેમજ સિનિયર જનરલ પ્રેક્ટિસનરોને અપડેટ કરવા માટે દર વર્ષે ‘નેફ્રો અપડેટ’નું આયોજન કરવામાં આવે છે. આ નેફ્રોલોજી સંબંધિત અપડેટ્સ માટે એક મહત્વપૂર્ણ જ્ઞાન શેરિંગ ઇવેન્ટ બની ગઈ છે અને ક્લિનિકલ પ્રેક્ટિસમાં વ્યવહારુ અભિગમ શીખવે છે.

આ કાર્યક્રમમાં અર્થમ હોસ્પિટલના ડૉ.જાવેદ વકીલે જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ એક ઉત્તમ શીખવાની તક હશે. ડૉ વકીલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)માં ભૂતપૂર્વ એસોસિયેટ પ્રોફેસર છે આ કોન્ફરન્સમાં મુંબઈના વરિષ્ઠ નેફ્રોલોજિસ્ટ ડૉ. એ.વી.ઈંગલેએ ક્રોનિક કિડની ડિસીઝ (CKD) નિદાનના મહત્વ કારણો વિશે માહિતગાર કર્યા હતા. એટલું જ નહિ તેમની ચર્ચા સીકેડી મેનેજમેન્ટમાં પ્રી પ્રોબાયોટીક્સ અને કેટોએનાલોગ પર પણ કેન્દ્રિત હતી.

આ પણ  વાંચો : Gujarati Video: કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું, શું કહે છે પરિવારજનો, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">