AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: લ્યો બોલો ! એક લાખથી વધુ ગુજરાતીઓ વિદેશ પ્રવાસે પહોંચ્યા, ભારતીય પ્રવાસન સ્થળો કરતા પણ સસ્તા વિદેશ પ્રવાસ ગુજરાતીઓની પહેલી પસંદ

Ahmedabad: વિશ્વભરમાં ફરવાના શોખીન ગુજરાતીઓ ભારતીય પ્રવાસન સ્થળોને છોડી સસ્તા વિદેશ પ્રવાસને વધુ પસંદ કરી રહ્યા છે. આ વર્ષે એક લાખ કરતા વધુ ગુજરાતીઓ વિદેશ પ્રવાસે પહોંચ્યા છે. ભારતના ડોમેસ્ટીક પ્રવાસન સ્થળોને છોડી થાઇલેન્ડ, સિંગાપોર, મોલદિવ્સ, વિયેતનામ અને થાઈલેન્ડના પ્રવાસે વધુ જઈ રહ્યા છે.

Ahmedabad: લ્યો બોલો ! એક લાખથી વધુ ગુજરાતીઓ વિદેશ પ્રવાસે પહોંચ્યા, ભારતીય પ્રવાસન સ્થળો કરતા પણ સસ્તા વિદેશ પ્રવાસ ગુજરાતીઓની પહેલી પસંદ
Narendra Rathod
| Edited By: | Updated on: May 18, 2023 | 3:41 PM
Share

કોવિડના નિયંત્રણો હળવા થયા બાદ આ વર્ષે એક લાખથી વધુ ગુજરાતી વિદેશ પ્રવાસે પહોંચ્યા છે. ગુજરાતીઓ વિશ્વ પ્રવાસીઓ તરીકે જાણીતા છે અને તેમને પ્રવાસ કરવાથી કોઈ બાબતો રોકી નથી શકતી એ ફરીવાર પુરવાર થયું છે. કોવિડકાળથી અત્યાર સુધી યુરોપ-અમેરિકા સહિતના વિદેશ પ્રવાસ (Foreign Tour) 30 ટકાથી પણ વધુ મોંઘા થયા હોવા છતાં આ સીઝનમાં ગુજરાતી પ્રવાસીઓ એક લાખથી વધુની સંખ્યામાં વિદેશ પહોંચ્યા છે.

વિદેશ પ્રવાસ બન્યા ગુજરાતીઓની પહેલી પસંદ

2020 થી અત્યાર સુધી યુરોપ-યુએસએની ફ્લાઇટમાં 20 થી 25 ટકાનો વધારો અને પ્રવેશની કિંમતમાં સરેરાશ 30 ટકા જેટલો વધારો થયો હોવા છતાં મોટા પ્રમાણમાં ગુજરાતીઓ વિદેશ પ્રવાશે જઈ રહ્યા છે. એપ્રીલથી જુન સુધીની સીઝનમાં ગુજરાતીઓ વિદેશ પ્રવાસે જતા હોય છે. આ વર્ષે અમેરીકા, યુરોપ, કેનેડા, જેવા દેશ લોકપ્રિય છે. તો એશીયાના દેશોમાં થાઇલેન્ડ, સિંગાપોર, દુબઇ, મોલદિવ, વિયેતનામ, કંબોડીયા, મોરેશીયસ, મલેશીયા જેવા દેશો પર પસંદગી ઉતારી રહ્યા છે. જાણકારોના જણાવ્યા મુજબ કોવિડ બાદ આ પ્રથમ ઉનાળુ સિઝન છે કે યુરોપ-અમેરિકામાં કોઈ નિયંત્રણો નથી. એટલે અપર અને મિડલ કલાસ એ પ્રવાસો પર પસંદગી ઉતારી રહ્યા છે. તો મિડલ કલાસ પરિવારો એશિયન પ્રવાસો પર જઈ રહ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: કર્ણાટકમાં ભવ્ય જીત બાદ ગુજરાત કોંગ્રેસ કાર્યાલયે કરાઈ ઉજવણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોરે કહ્યુ, ભાજપ છોડે નફરતની રાજનીતિ

ભારતના પ્રવાસન સ્થળો કરતા પણ સસ્તા વિદેશ પ્રવાસ

ભારતના ફરવા લાયક સ્થળોમાં કશ્મીર, દાર્જીલીગ, શિમલા-મનાલીના ટુર પેકેજની સરખામણીએ એશીયન દેશોના ટુર પેકેજ સસ્તા હોવાથી લોકો વિદેશ પ્રવાસ વધુ પસંદ કરી રહ્યા છે. કાશ્મીર, ગેંગટોક, દરજીલિંગની ફ્લાઇટના ભાડા 30 થી 32 હજારની સામે એશિયાઈ દેશોની ફ્લાઇટ ટીકીટ 22 થી 25 હજાર રૂપિયા છે. આ સિવાય ભારતના ડોમેસ્ટીક પ્રવાસન સ્થળોની સરખામણીએ થાઇલેન્ડ, સિંગાપોર, મોલદિવ, વિયેતનામ, થાઈલેન્ડમઆ હોટેલના ભાડા પણ ઓછા હોવાથી લોકોએ વિદેશયાત્રાનો માર્ગ અપનાવ્યો હોવાનું ગુજરાત ચેપ્તર ઓફ ઘી ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TAFI) ના ચેરમેન મનીષ શર્મા જણાવી રહ્યા છે. તેમનો એ પણ દાવો છે કે દેશમાં પ્રવાસ કરતા 100 ટકા માં 33 ટકા લોકો ગુજરાતી સમુદાયના છે. ગુજરાતનું પ્રવસાન ક્ષેત્રનું વાર્ષીક ટર્નઓવર 1200 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે.

ગુજરાત સહિત અમદાવાદ શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">