Ahmedabad: કર્ણાટકમાં ભવ્ય જીત બાદ ગુજરાત કોંગ્રેસ કાર્યાલયે કરાઈ ઉજવણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોરે કહ્યુ, ભાજપ છોડે નફરતની રાજનીતિ

Ahmedabad: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો જ્વલંત વિજય થયો છે. આ ભવ્ય જીત બાદ દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે કોંગ્રેસના કાર્યકરોએ ઢોલ નગારાના તાલે ઝુમી ઉઠ્યા અને જીતની ઉજવણી કરતા જોવા મળ્યા.

Ahmedabad: કર્ણાટકમાં ભવ્ય જીત બાદ ગુજરાત કોંગ્રેસ કાર્યાલયે કરાઈ ઉજવણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોરે કહ્યુ, ભાજપ છોડે નફરતની રાજનીતિ
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: May 13, 2023 | 8:42 PM

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત બાદ ગુજરાત કોંગ્રેસે ભવ્ય ઉજવણી કરી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય સહિત અલગ અલગ જગ્યા પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ એકબીજાને મોઢું મીઠું કરાવી તેમજ ઢોલ-નગારાના તાલે ઝૂમી જીતની ઉજવણી કરી હતી. ઉજવણી પૂર્વે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું કે કોંગ્રેસે જે કહ્યું હતું એ કરી બતાવ્યું, અન્ય રાજ્યોમાં જ્યાં અમારી સરકાર ચાલે છે ત્યાં વચનો આપી તેનું પાલન કર્યું છે. એની અસર કર્ણાટકમાં જોવા મળી. આ જીત બાદ ભાજપ (BJP)ને વિનંતી કે નફરતની રાજનીતિ છોડે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોર કાર્યકરો સાથે ઝુમ્યા

કર્ણાટક ચૂંટણીના પરિણામો ગુજરાત કોંગ્રેસ કાર્યાલયે ખુશીની પળો લઈને આવ્યું. છેલ્લા રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ ચૂંટણીના પરિણામો કોંગ્રેસ તરફી આવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે ઉજવણી જોવા મળી હતી. ત્યારપછી આજે કર્ણાટક ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયે ઉજવણીના દ્રશ્યો જોવા મળ્યા. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત તમામ કાર્યકરો જીતની ઉજવણીમાં ઝૂમી ઉઠ્યા.

ભાજપ છોડે નફરતની રાજનીતિ – જગદિશ ઠાકોર

ઉજવણી પૂર્વે જગદીશ ઠાકોરે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો, નેતાઓ, કાર્યકર્તાઓએ સાથે મળી ટીમ કોંગ્રેસ તરીકે કામ કરી કર્ણાટકની જનતાના આશીર્વાદ સાથે અદ્વિતીય ઐતિહાસિક જીત મેળવી છે. કર્ણાટકના લોકોએ અમને બતાવ્યું કે આ દેશ પ્રેમને પસંદ કરે છે અને પ્રેમની દુકાનો ખુલ્લી છે. મોંઘવારીમાંથી રાહત માટે મહિલાઓને દર મહિને 2,000 રૂપિયા, 200 યુનિટ વીજળી ફ્રી, 10 કિલો ચોખા, મહિલાઓને નિઃશુલ્ક પરિવહન સહિતની જનલક્ષી યોજનાઓને કર્ણાટકની જનતાએ ઉમળકાભેર આવકારી છે. આ સિવાય 40% કમિશન વાળી ભાજપની ભ્રષ્ટ સરકારનો મુદ્દો પણ ચૂંટણીમાં કામ કરી ગયો. કર્ણાટકની જનતાને આપેલા પાંચ વચનો કોંગ્રેસ પક્ષ પ્રથમ કેબિનેટમાં જ પૂર્ણ કરશે. જે પ્રકારે રાજસ્થાન, છત્તીસગઢમાં પ્રજાને આપેલા વચન પૂર્ણ કર્યા તેમ કોંગ્રેસ કર્ણાટકમાં પણ વચનો પૂર્ણ કરશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

કોંગ્રેસ કાર્યકરોનો ઉત્સાહ વધશે

રાજકીય પંડિતો 2024 લોકસભા ચૂંટણી પૂર્વે કર્ણાટક ચૂંટણીને ક્વાર્ટર ફાઇનલ તરીકે જોઈ રહ્યા હતા. જેમાં કોંગ્રેસની જીત થઈ છે. ત્યારે જગદીશ ઠાકોરને જણાવ્યું કે આગામી સમયે આવી રહેલ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન સહિતની ચૂંટણીઓ તેમજ લોકસભાની ફાઇનલ ચૂંટણી એમ બંનેમાં કોંગ્રેસ વધારે મજબૂતીથી લડશે. કર્ણાટક ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો છે. આ પરિણામો નવી દિશા ચીંધવાનું તેમજ મહેનત કરવાથી પરિણામ શક્ય છે એમ કોંગ્રેસનો કાર્યકર માનતો થશે.

ગુજરાત સહિત અમદાવાદ શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">