AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : અમદાવાદ એરપોર્ટ પર યોજાઈ ફાયર સેફટી મોકડ્રીલ, આકસ્મિક સંજોગોમાં મુસાફરોની સલામતી માટે તાલીમ અપાઈ

અમદાવાદ એરપોર્ટ પર  ફાયર સેફટી મોકડ્રીલનું (Mock drill)  આયોજન કરાયુ હતું.ડોમેસ્ટિક એરપોર્ટના રનવેના સાઈડના ભાગમાં એક જુના ભંગાર જેવા નાના પ્લેનમાં આગ લગાડી પ્લેન લેન્ડિંગ વખતે ક્રેસ થયા જેવી પરિસ્થિતિ ઉભી કરવામાં આવી હતી.

Ahmedabad : અમદાવાદ એરપોર્ટ પર યોજાઈ ફાયર સેફટી મોકડ્રીલ, આકસ્મિક સંજોગોમાં મુસાફરોની સલામતી માટે તાલીમ અપાઈ
Ahmedabad Airport Mock Drill
Darshal Raval
| Edited By: | Updated on: Jun 22, 2022 | 10:26 PM
Share

અમદાવાદનું(Ahmedabad) સરદાર વલ્લભભાઈ પટેલ(SVPI)એરપોર્ટ મુસાફરોને સુવિધા આપવા સાથે સુરક્ષાને લઈને પણ વધુ ભાર મૂકી રહ્યું છે. જેને લઈને એરપોર્ટ સંચાલન કરતાએ અલગ અલગ એજન્સીઓને કામ પણ સોંપ્યું છે. તેમજ મુસાફરોની સુવિધા માટે એરપોર્ટ પર વિશેષ વ્યવસ્થા સાથે સતત દેખરેખ પણ રખાઈ રહી છે. તેમજ સ્ટાફને જરૂરી તાલીમ અને સૂચન પણ અપાયા છે. એટલું જ નહીં પણ પ્લેનમાં પણ મુસાફરોની સુરક્ષાને લઈને તમામ વ્યવસ્થા સાથે સ્ટાફને જરૂરી તાલીમ પણ અપાઈ છે. જોકે જ્યારે પ્લેન લેન્ડિંગ વખતે કે ક્રેસ વખતે મુસાફરોના જીવ કેવી રીતે બચાવવા તે પ્રશ્નને પહોંચી વળવા માટે આજે અમદાવાદ એરપોર્ટ પર  ફાયર સેફટી મોકડ્રીલનું (Mock drill)  આયોજન કરાયુ હતું.

ડોમેસ્ટિક એરપોર્ટના રનવેના સાઈડના ભાગમાં એક જુના ભંગાર જેવા નાના પ્લેનમાં આગ લગાડી પ્લેન લેન્ડિંગ વખતે ક્રેસ થયા જેવી પરિસ્થિતિ ઉભી કરવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર સાથે વિવિધ ટીમોને જાણ કરાઈ. અને ટિમોએ સ્થળ પર પહોંચી પ્લેન માં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ મોકડ્રીલ માં કેટલાક લોકોનું રેસ્ક્યુ પણ કરાયુ જેથી ઘટના સાચી બની હોય તેમ લાગે.

જે ઘટનામાં કટોકટીના સમયમાં સ્ટાફને સંવેદનશીલ બનાવવા માટે તથા વિમાન બાબતે કોઈ ઘટના બને ત્યારે તેમાં ઈમરજન્સી રિસ્પોન્સ પ્રોટોકોલ ની ચકાસણી કરવા માટે 22 જૂનના રોજ બપોરે એક મોકડ્રીલ કવાયતનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 600થી વધુ સભ્યોનો એરપોર્ટ સ્ટાફ, સીટી પોલિસ, નજીકનુ ફાયરબ્રિગેડ તંત્ર તથા 3 મોટી હૉસ્પિટલોના એમ્બ્યુલન્સના કાફલાને આ કવાયતમાં સામેલ કરવામાં આવ્યો હતો. જે ઘટનામાં અમદાવાદ ફાયર બ્રિગેડના રોબોનો પણ ઉપયોગ કરાયો. તેમજ ઘટનામાં ગંભીરતા ઉભી કરવા કેટલાક લોકોનું મોત થયાનું પણ દર્શાવવામાં આવ્યું હતું. તો મોટા ભાગના લોકોનું રેસ્ક્યુ બતાવાયું હતું. તો કેટલાકને સ્થળ પર જરૂરી સારવાર પણ અપાઈ હતી.

એરપોર્ટ ખાતે આ મોકડ્રીલ આ પ્રકાર ની ઘટના બને ત્યારે પ્લેનમાં સવાર મુસાફર અને સ્ટાફને કેવી રીતે અને કેટલા ઝડપી બચાવી શકાય તેના આયોજનના ભાગ રૂપે યોજી હતી.મોકડ્રીલમાં વિવિધ ટિમના રિસ્પોન્સ ટાઈમનું પણ નિરીક્ષણ કરાયુ હતું. જેથી ભવિષ્યમા આવી કોઈ ઘટના બને તો ટીમ ઝડપી પહોંચી શકે તેના માટે શું આયોજન કરી શકાય તેના પર પણ ધ્યાન અપાયું હતું.

એરપોર્ટની રોજબરોજની કામગીરીને કોઈ ખલેલ પડે નહી તે અંગે ધ્યાન રાખીને આ કવાયત વિમાનની આવનજાવન ના હોય તેવા સમયે હાથ ધરવામાં આવી હતી. એરપોર્ટની કામગીરીને, અમારા પેસેન્જર્સને અને સ્થાનિક લોકોને કોઈ અગવડ પડે નહી તે રીતે સફળતાપૂર્વક  કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટ ખાનગી એરપોર્ટને સોપાયા બાદ આ પ્રકારે પ્રથમમોકડ્રીલ યોજાઈ કે જેમાં એક સાથે આટલી બધી એજન્સી એક સાથે જોડાઈ હોય. જેના કારણે આ મોકડ્રીલ વિશેષ મોકડ્રીલ માનવામાં આવી રહી છે.

પ્લેનમાં ખામી કે પછી રન વે પર વરસાદી પાણીના કારણે લેન્ડિંગ વખતે સમસ્યા સર્જાતી હોય છે. તેમજ ક્યારેક ક્રેસ જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. અને હવે ચોમાસાની પણ શરૂઆત થઈ ચુકી છે. ત્યારે ચોમાસા દરમિયાન જો આવી પરિસ્થિતિ સર્જાય તેની પહેલા સ્ટાફ અને વિવિધ એજન્સીઓની તાલીમ અને એક વ્યવસ્થાના ભાગ રૂપે મોકડ્રીલનું આયોજન કરાયું.

શરૂઆતમાં મોકડ્રીલને લઈને એરપોર્ટ સ્ટાફ એજન્સીઓ સિવાય કોઈને ખ્યાલ ન હતો કે આ એક મોકડ્રીલછે. જેને લઈને જ્યારે પ્લેનમાં આગ લગાવવામાં આવી જેના ધુમાડા અને આગ જોતા એરપોર્ટ પાસેના રસ્તેથી નીકળતા લોકો આગની ઘટનાને અને વિવિધ એજન્સીઓની કામગીરી ને જોવા ઉભા રહી ગયા હતા અંર કેટલાકે ઘટના સાચી સમજી મોબાઈલ માં વિડિઓ પણ બનાવ્યા હતા.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">