Ahmedabad: જન્મજાત ખૂંધની બિમારીથી પીડાતી સગીરાને ખૂંધની તકલીફમાંથી 15 વર્ષે મળી મુક્તિ, સિવિલના સર્જને પાર પાડી જટીલ સર્જરી

Ahmedabad: બનાસકાંઠાના અંતરિયાળ ગામમાં જન્મેલી જીજ્ઞાને 15 વર્ષની અસહ્ય તકલીફો સહન કર્યા બાદ ખૂંધની પીડામાંથી મુક્તિ મળી છે. અનેક તબીબોએ જ્યારે તેની ખૂંધનું ઓપરેશન કરવા માટે તૈયાર ન હતા ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઈન સર્જન જીજ્ઞા માટે દેવદૂત સાબિત થયા અને ખૂંધનું સફળ ઓપરેશન કરી પીડામુક્ત કરી.

Ahmedabad: જન્મજાત ખૂંધની બિમારીથી પીડાતી સગીરાને ખૂંધની તકલીફમાંથી 15 વર્ષે મળી મુક્તિ, સિવિલના સર્જને પાર પાડી જટીલ સર્જરી
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: May 21, 2023 | 11:26 PM

અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રીન્ટેન્ડેન્ટ અને જાણીતા સ્પાઈન સર્જન ખૂંધથી પીડાતી બનાસકાંઠાની એક સગીરા માટે દેવદૂત સાબિત થયા છે. બનાસકાંઠાના અંતરિયાળ ગામની ખેડૂત માતાપિતાની દીકરી જન્મથી ખૂંધની બીમારીથી પીડાઈ રહી હતી. તેણે સંખ્યાબંધ તબીબોનો સંપર્ક સાધ્યો હતો. પરંતુ ઉકેલ આવ્યો ન હતો અને ખૂંધ વધતા તે હેરાન-પરેશાન થઈ ગઈ હતી.  ત્યારે તે પૂર્વ સિવિલ સુપરિટેન્ડેન્ટ અને જાણીતા સ્પાઇન સર્જન ડો.જે.પી.મોદીને મળી હતી. ડો.મોદીએ બાળકીની જટીલ સર્જરી કરી તેને 15 વર્ષની પીડાથી મુક્ત કરી છે.

ખૂંધને કારણે જીજ્ઞાને રોજીંદા જીવનમાં ભારે હાલાકી સહન કરવી પડતી હતી

બનાસકાંઠાના નાના ગામડામાં જન્મેલી ગરીબ ખેડૂત પરિવારની દીકરી જીજ્ઞાને નાનપણથીજ દોરસોલંબર કાયફોસિસ થયો હતો. જેને મણકામાં ટી.બીનું ઇન્ફેક્શન અથવા જન્મજાત ખૂંધ તરીકે ઓળખવામાં આવે છે. આ બિમારીના કારણે ધીરે ધીરે ખૂંધ બહાર નીકળવા લાગી હતી જેના કારણે તેને રોજીંદા જીવનમાં હાલીકીનો સામનો કરવો પડતો હોય છે. જીજ્ઞા બે વર્ષની હતી ત્યારથી ખૂંધ હતી. જે ધીરે ધીરે ઉંમરની સાથે વધતી ગઈ. જેથી તેની તકલીફોમાં વધારો થતો ગયો હતો. જેના કારણે જીજ્ઞાને ટટ્ટાર ચાલવામાં, સીધા સુવામાં તકલીફો થવા લાગી હતી. જિજ્ઞાની તકલીફોને કારણે તેના માતા પિતા પણ ચિંતામાં મુકાયા હતા.

સંખ્યાબંધ તબીબો પાસેથી સાંપડી હતી નિરાશા

માતા પિતા દ્વારા દીકરીની યોગ્ય સારવાર કરવાનું નક્કી કર્યું હતું. જો કે, માસિક 7 હજાર કમાતા પિતાએ દીકરીની તકલીફો દૂર કરવા તબીબો પાસે લઈ જવાનું નક્કી કર્યું. પહેલા તેવો બનાસકાંઠાની ખાનગી હોસ્પિટલોમાં લઇ ગયા જ્યાં તેમને ધાનેરા,પાલનપુર અને ડીસાની હોસ્પિટલોમાં બતાવ્યું પરંતુ તેમને ત્યાં યોગ્ય પરિણામ ન મળતા તેવો દીકરીને લઈ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પહોચ્યા હતા. જ્યાં પણ તેઓને સંતોષકારક સારવાર ન મળતા અંતે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપરિટેન્ડેન્ટ અને ગુજરાતના જાણીતા સ્પાઈન સર્જન ડૉ.જે.વી.મોદી પાસે પહોચવાની સલાહ મળતા તેઓ તાત્કાલીક ડૉ મોદી પાસે પહોંચ્યા હતા.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

સિવિલના સ્પાઈન સર્જન ડૉ જે.વી. મોદી અને તેમની ટીમે પાર પાડી જટિલ સર્જરી

તેમને પ્રાથમિક તપાસ કરતા કરોડરજ્જુની “દોરસોલંબર કાયફોસિસ” નામની બીમારી હોવાનું જાણવા મળ્યું હતું. પીઠના ભાગે 90 ડિગ્રી અંશે ખુંધ થઈ જતાં તેના કરોડરજ્જુ પર દબાણ સર્જાતું હતું. જેને લઇ ડૉ.જે.વી.મોદી અને તેમની ટીમે સગીરાની સફળ સર્જરી કરી પીડા મુક્ત કરી હતી.

આ પણ વાંચો : Ahmedabad : અમૂલ દ્વારા નિર્મીત દેશની સૌપ્રથમ ઓર્ગેનિક લેબોરેટરીનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ ઉદ્દઘાટન, અનાજ, શાકભાજી અને ફળોનું થશે ટેસ્ટિંગ

આ અંગે ડો. જે.વી.મોદીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની દોરસોલંબર કાઇફોસીસ જન્મજાત અથવા તો નાની વયે મણકામાં ટી.બીના કારણે મણકાના આગળના ભાગનો વિકાશ અટકી જાય છે. જેથી પાછળ નો વિકાસ ચાલુ રહે છે જેના કારણે ખૂંધ થાય છે અને બહાર આવતી હોય છે જેના કારણે દર્દીને રોજીંદા કાર્યો કરવા સહિતની તકલીફો ઉભી થયા છે. પરંતુ જટીલ સર્જરી દ્વારા તેને દૂર કરી શકાય છે. જીજ્ઞા અને તેનો પરિવાર સર્જરી બાદ ખુશ છે અને થોડા દિવસો બાદ તે સામાન્ય વ્યક્તિની જેમ પોતાના કામો કરી શકશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">