Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad :  ગરમી સાથે જ પાણીજન્ય રોગચાળો વકર્યો, સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓ ઉમટ્યા

Ahmedabad : ગરમી સાથે જ પાણીજન્ય રોગચાળો વકર્યો, સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓ ઉમટ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 11:46 PM

અમદાવાદ શહેરમાં ગરમીના પારાની સાથે પાણીજન્ય રોગચાળો વધતો જઈ રહ્યો છે.દિવસેને દિવસે પાણીજન્ય રોગચાળો માજા મુકી રહ્યો છે..ઝાડા, ઉલટી અને કમળાના કેસમાં વધારો નોંધાયો છે.

અમદાવાદમાં (Ahmedabad) આકરી ગરમી સાથે જ પાણીજન્ય રોગચાળો (water borne Diseases) વકર્યો છે. સોલા સિવિલ હોસ્પિટલની(Civil Hospital) OPDમાં સારવાર માટે દર્દીઓની કતાર જોવા મળી રહી છે. ગરમીમાં ઝાડ-ઉલટી, ચક્કર આવવા કે બેભાન થઈ જવા જેવા કિસ્સા વધ્યા છે. સોલા સિવિલમાં એપ્રિલમાં 29 દર્દી ઓપીડીમાં સારવાર લેવા પહોંચ્યા. જ્યારે 1205 જેટલા બાળકો પણ તાવ કે ડીહાઈડ્રેશનની બીમારીની દવા લેવા આવ્યા. જે પૈકી 50 ટકા બાળકોને તો સારવાર માટે દાખલ કરવાની ફરજ પડી છે. સૂર્ય દેવતાનો પ્રકોપ બાળકોથી લઈ વૃદ્ધોને નિશાન બનાવી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં ગરમીના પારાની સાથે પાણીજન્ય રોગચાળો વધતો જઈ રહ્યો છે.દિવસેને દિવસે પાણીજન્ય રોગચાળો માજા મુકી રહ્યો છે..ઝાડા, ઉલટી અને કમળાના કેસમાં વધારો નોંધાયો છે. ગત વર્ષે એપ્રિલમાં ઝાડા ઉલટીના 110 કેસ નોંધાયા હતા.જ્યારે આ વર્ષે 23 એપ્રિલ સુધી ઝાડા ઉલટીના 624 કેસ નોંધાયા છે.ઝાડા ઉલટીના 624, કમળાના 103 અને ટાઇફોઇડના 116 કેસ નોંધાયા છે.

જ્યારે મેલેરિયાના 35, ડેન્ગ્યુના 5 અને ચિકનગુનિયાના 8 કેસ સામે આવ્યાં છે..તો બહેરામપુરામાં કોલેરાનો એક કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે. મહત્વનું છે કે લાંભા, નારોલ, વટવા, રામોલ, ગોમતીપુર અને મધ્ય ઝોનમાં પ્રદુષિત પાણીની ફરિયાદો સામે આવી છે.પ્રદુષિત પાણીની ફરિયાદો આવતા એએમસી દ્વારા એપ્રિલમાં 944 પાણીના નમૂના લેવાયા છે..જેમાંથી 205 સેમ્પલ અનફિટ આવ્યા છે.

આ પણ વાંચો :  Sabarkantha : પ્રાંતિજમાં અંબાવાડામાં એક જ બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો, છથી વધુ લોકોને ઇજા

આ પણ વાંચો : રેલ્વે મુસાફરોની સુવિધામાં વધારો, મહેસાણા- પાટણ વચ્ચે 29 એપ્રિલથી ત્રણ અનરીઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">