Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લંડનના ફેશન સ્ટાર્ટઅપ ‘મટેરા’ને ગુજરાતમાં માન્યતા મળી, ગુજરાતમાં કામગીરી શરૂ કરનાર પ્રથમ વિદેશી સ્ટાર્ટઅપ બન્યું મટેરા

લંડન સ્થિત સ્ટાર્ટ-અપ મટેરા કપાસની ખેતીમાં અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરી ભારતમાં ખેડૂતોને વધુ આવક અપાવવા પ્રયત્નશિલ છે. હાલમાં તે ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ (GUSEC) ખાતે ઇન્ક્યુબેશન લઈ રહ્યું છે.

લંડનના ફેશન સ્ટાર્ટઅપ 'મટેરા'ને ગુજરાતમાં માન્યતા મળી, ગુજરાતમાં કામગીરી શરૂ કરનાર પ્રથમ વિદેશી સ્ટાર્ટઅપ બન્યું મટેરા
Ahmedabad: London-based fashion startup Matera has gained recognition in Gujarat
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Feb 19, 2022 | 2:57 PM

સસ્ટેનેબિલિટી પર આધારિત (UK) યુકેનું ફેશન સ્ટાર્ટઅપ (Fashion startup) મટેરાને (Matera)ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ અને આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ (GUSEC)ની માન્યતા મળી છે. આ સ્ટાર્ટઅપ જીયુસેકના ઇન્ક્યુબેશન અને અન્ય સપોર્ટનો લાભ લઈ રહ્યું છે.

લંડન સ્થિત સ્ટાર્ટ-અપ મટેરા કપાસની ખેતીમાં અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરી ભારતમાં ખેડૂતોને વધુ આવક અપાવવા પ્રયત્નશિલ છે. હાલમાં તે ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ (GUSEC) ખાતે ઇન્ક્યુબેશન લઈ રહ્યું છે. ભારતમાં કામગીરી કરવા માટે સ્ટાર્ટઅપે તાજેતરમાં ભારતીય પેટાકંપનીની સ્થાપના કરી છે.

એડવર્ડ બ્રાયલ, એડવર્ડ હિલ અને જ્હોન બર્ટોલાસો દ્વારા સ્થપાયેલું મટેરા ટેક્નોલોજી અને સંશોધન આધારિત ગ્રીનહાઉસ દ્વારા ભારતીય ખેડૂતોને એક્સ્ટ્રા લોન્ગ સ્ટેપલ (ELS) એટલે કે વધુ લાંબા રેસાવાળું કપાસ ઉગાડવામાં અને તેમને વધુ સારી આવક મેળવવામાં મદદ કરે છે. પાકની પર્યાવરણ પર થતી અસરથી પણ તે ગાર્મેન્ટ બ્રાન્ડ્સને જાગૃત કરી પારદર્શિતા અને જવાબદેહી સુનિશ્ચિત કરે છે.

આજનું રાશિફળ તારીખ 20-03-2025
ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કેવી રીતે કરવી ? જાણી લો
'અમીર-ગરીબ...જાડા-પાતળા...', યુઝવેન્દ્ર ચહલને ડેટ કરવા પર RJ મહવાશે તોડ્યું મૌન, ધનશ્રી પર સાધ્યું નિશાન !
Divorce : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે લેવાશે નિર્ણય..જાણો ક્યારે
Tejpatta Water Benefits : દરરોજ તેજપતાનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
સુનિતા વિલિયમ્સનું અવકાશયાન જમીન નહી પરંતુ પાણીમાં કેમ ઉતારવામાં આવ્યું,જાણો

ભારતમાં કામકાજના વિસ્તરણ વિશે મટેરાના, સહ-સ્થાપક એડવર્ડ હિલ કહે છે કે, “અમારા માનવા પ્રમાણે ખેતીમાં રહેલા પડકારોને કોઈ એક વૈશ્વિક હલ નથી. વિવિધ સ્થળે એટલી ભિન્નતા હોઈ શકે છે કે એક ખેતરમાંનો ઉકેલ બીજા ખેતરને નુકસાન પણ કરી શકે છે. તેથી જ અમે ગુજરાતમાં સ્થાનિક ખેડૂતો સાથે વાતચીત કરીને અને તેઓ જે પરિસ્થિતિમાં રહે છે તે સમજવામાં ખૂબ જ ઉત્સાહિત છીએ. તેમની પાસેથી શીખવાની અને સ્થાનિક સ્તરે તેમને કામ લાગે તેવા ઉકેલો તૈયાર કરવાની આ અદ્ભુત તક છે.”

ફેશન ફોર ગુડ, કેરીંગ, પીવીએચ કોર્પોરેશન અને અરવિંદ લિમિટેડ જેવા સસ્ટેનેબલ ફેશનના પ્રણેતાઓ સાથે મટેરાનો બે વર્ષનો પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. “બ્રાન્ડ્સની સોર્સિંગ વ્યૂહરચનામાં મેટેરાના સોલ્યુશન્સ ચાવીરૂપ ભૂમિકા ભજવશે તેમ અમને લાગે છે. તેમની ટેક્નોલોજીમાં ચોકસાઇવાળી ખેતી અને નિયંત્રિત વાતાવરણના સમન્વયથી ખેડૂતો પોતાના સંશાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકશે. આના પરિણામે પાણી અને જમીનનો ઉપયોગ, કાર્બન ઉત્સર્જન તેમજ જંતુનાશકોનો વપરાશ ઘટશે. અમે આ કન્સોર્ટિયમ પ્રોજેક્ટ પર અમારા સાથી ભાગીદારો ફેશન ફોર ગુડ સાથે સહયોગ કરવા માટે ઉત્સાહિત છીએ અને અમારી સપ્લાય ચેઇનમાં આ સોલ્યુશનનો ઉપયોગ તબક્કાવાર વધારવા માટે આતુર છીએ,” તેમ અરવિંદ લિમિટેડના સસ્ટેનેબિલિટીના વડા અભિષેક બંસલ કહે છે.

કપાસની ખેતીમાં ઇનોવેશનની વધતી જરૂરિયાતન અંગે મટેરાના સહ-સ્થાપક જ્હોન બર્ટોલાસો કહે છે કે, “વિશ્વભરમાં કપાસ એ સૌથી મોટો બિન-ખાદ્ય પાક છે અને 10 કરોડથી વધુ ખેડૂતો તેની ખેતી કરે છે તે ધ્યાનમાં લેતા પણ તેને પૂરતું મહત્ત્વ અપાતું નથી. આ ક્ષેત્રે ઇનોવેશનની જરૂરિયાતને પારખી કપાસની ખેતીની સામાજિક અને પર્યાવરણીય અસરો વિશે વધુ સંવાદ થાય તેવો અમારો હેતુ છે. જ્યારે આપણે ક્લાઇમેટ ચેન્જની પ્રતિકૂળ અસરો જોઈ રહ્યાં છીએ અને આ અસરો ભવિષ્યમાં વધારે ઘેરી બને તેમ છે તેવા વખતે આ એક મહત્ત્વનું પગલું છે.”

વૈશ્વિક સ્તરે કપાસના ઉત્પાદનમાં 22 ટકા હિસ્સા સાથે ભારત સૌથી મોટું ઉત્પાદક છે. તેમ છતાં, તે ELS કપાસનું ઉત્પાદન માંગની સરખામણીએ ખૂબ જ ઓછું છે. “ભારતની વિષમ આબોહવામાં ઉચ્ચ ગુણવત્તાનું કપાસ ઉગાડવાનું મુશ્કેલ છે. ગ્રીનહાઉસ સિસ્ટમ્સ દ્વારા, અમે પાક માટે જરૂરી આદર્શ વાતાવરણ બનાવીએ છીએ, તેમજ હવામાનમાં ભારે ફેરફારના કારણે થતા નુકસાનથી બચાવીએ છીએ,” તેમ મેટેરાના ચીફ સાયન્ટિફિક ઓફિસર હિલ કહે છે. મટેરાના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ આ ગ્રીનહાઉસીસ મારફતે ઉગાડવામાં આવેલું કપાસ ખાસ મટેરા કોટનના ટ્રેડમાર્ક તરીકે ઓળખાય છે અને વેચાય છે.

“પરંપરાગત રીતે માનવામાં આવે છે કે કુશળ ખેડૂતોના અભાવ અને સપ્લાય ચેઇનમાં ખામીઓવાળા દેશોમાં ખાસ પ્રકારના ગ્રીનહાઉસ અને સંલગ્ન વ્યવસ્થા ઊભી કરવી મુશ્કેલ છે. જોકે કેન્યામાં મટેરા સાથે કામ કરતી વખતે બ્રાયલને સમજાયું હતું કે તે સાચું નથી અને માત્ર ઉપકરોના વધારે કાર્યક્ષમ ઉપયોગ દ્વારા ખેડૂતોને લાભ આપી શકાય છે,” તેમ હિલે જણાવ્યું હતું.

હવામાનની આડઅસરોથી પાક પ્રભાવિત થાય નહીં તેવા ઉકેલ શોધવાનું મટેરાનું લક્ષ્ય છે. “અમે તૈયાર કરી રહ્યાં છીએ તે ઉકેલના પરીક્ષણના બે વર્ષનાં દરમિયાન અમે પાણી, પોષક તત્વો, જંતુનાશકો જવા સંશાધનના વપરાશમાં ઘટાડો તેમજ ઉપજ અને ગુણવત્તામાં વધારો જોયો છે. મટેરા કપાસ વૈશ્વિક માપદંડોની સરખામણીમાં 80% જેટલું ઓછું પાણી વાપરે છે અને ઉપજમાં 2-4 ગણો વધારો થાય છે. જો આપણે ભારતમાં કપાસના ઉત્પાદનમાં આ રીતે વધારો કરી શકીએ તો અમારા સોલ્યુશન્સ નિઃશંકપણે અન્ય વિસ્તારોમાં અન્ય પાકોમાં પણ સફળ બની શકે તેમ છે,” તેમ જ્હોને જણાવ્યું હતું.

હિલ કહે છે કે કપાસ અને તેને સંલગ્ન મુદ્દાઓ વિશે શિક્ષણના અભાવને કારણે બ્રાન્ડ્સ, ગ્રાહકો અને ખેડૂતો વચ્ચે તાલમેલ નથી. તેઓ કહે છે, “કપાસ સામાન્ય રીતે ઓછીથી મધ્યમ આવક ધરાવતા દેશોમાં ઉગાડવામાં આવે છે, જ્યારે તેમાંથી ઉત્પાદિત ચીજ-વસ્તુઓ ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં વેચવામાં આવે છે, જ્યાંના ગ્રાહકોને પડી પણ નથી કે તેની કાચી સામગ્રી ક્યાંથી આવે છે. 20 વર્ષથી વધુ સમયથી કપાસ સાથે કામ કરી રહેલા રોકાણકારો અને બ્રાન્ડ્સને પણ પાકની પર્યાવરણ પરની આડઅસર વિશે બહુ ઓછી જાણ હોય છે.” આમાં ઉમેરતા, જ્હોન કહે છે, “જોકે, આ ઉણપ અમને બ્રાન્ડ્સને ખેડૂતો સાથે સંવાદ કરાવવા સક્ષમ બનાવવાની વિશાળ તક પૂરી પાડે છે, અને બ્રાન્ડ્સને કપાસની પર્યાવરણ પરની અસરનું સંપૂર્ણ ચિત્ર પણ ખ્યાલ આવે છે.”

જીયુસેકના ગ્રૂપ સીઇઓ રાહુલ ભાગચંદાનીએ જણાવ્યું હતું કે, “અમારી ઝીરો-ડે, ઝીરો-કોસ્ટની નીતિ સ્ટાર્ટઅપ્સને પ્રક્રિયા સબંધિત અવરોધો વિના મદદ મેળવવા સક્ષમ બનાવે છે, ઓછા નિયમનકારી અવરોધો સાથે સ્ટાર્ટઅપ્સને સરળતાથી ઉત્પાદન અને આર્કિટેક્ચરલ સપોર્ટ પ્રદાન કરે તેવું એક માળખું અમે વૈશ્વિક સ્ટાર્ટઅપ્સ માટે બનાવી રહ્યા છીએ. અમે નજીકના ભવિષ્યમાં આ મોડલનો મોટા પાયે ઉપયોગ કરવા ધારીએ છીએ”.

ભારતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પાસેથી તેમની અપેક્ષાઓ વિશે વાત કરતા, બર્ટોલાસો ટિપ્પણી કરે છે, “કામગીરી શરૂ કરી ત્યારે કામ કરવા માટે સહકાર્યક્ષમ જગ્યા હોવી ખૂબ જ સારી વાત છે. જીયુસેક એ 300+ સ્ટાર્ટઅપ્સનું એક સમૃદ્ધ નેટવર્ક છે જેની સાથે અમે નીતિ નિર્માતાઓ, સંશોધનકારો અને ખેડૂતો માટે અમારી દ્રષ્ટિને ફેલાવવા માટે યોગ્ય લોકો સાથે જોડાણ કરવા તેમજ નેટવર્કિંગ માટે આતુર છીએ. અમારી પાસે ગુજરાતમાં પહેલેથી જ એક ટીમ છે (જિજ્ઞેશ ભાલાલા, અમારા ઓપરેશન લીડ છે) અને અમે કુશળ લોકોને નોકરી આપવા આતુર છીએ.”

આ પણ વાંચો : અમદાવાદ : તમને એક જ છત નીચે લેટેસ્ટ મોડેલની લક્ઝુરિયસ કારનો ખડકલો જોવા મળશે, બે દિવસીય લકઝરી કાર શો ‘ઓટો ડી લ્યુક્સ’ ની શરૂઆત

આ પણ વાંચો : Travel Tips: ભારતના આ ઐતિહાસિક સ્થળો વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ છે, એક વાર મુલાકાત અવશ્ય લેજો

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
g clip-path="url(#clip0_868_265)">